For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબરી ધ્વંસની 21મી વરસી: જાણો અથથી ઇતિ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 ડિસેમ્બર: આજે બાબરી ધ્વંસની 21મી વરસી છે. આજના દિવસે અયોધ્યામાં કઇ એવું થયું જેણે આખા ભારતમાં ચકચાર મચાવી દીધો હતો. જેના કારણે રાજનૈતિક તખ્તા પલટ થયો, અને આખો મામલો કોર્ટમાં પહુંચ્યો અને લોહીની નદીઓ પણ વહી.

આજે પણ અયોધ્યામાં મંદિર-મસ્જિદનો પ્રશ્ન યક્ષ છે અને ચૂંટણી આવતાની સાથે જ તે જ્વલંત બને છે. યુપી વિધાનસભામાં પણ એકવાર ફરી રામ લલા મંદિરનું સૂત્રોચ્ચાર પ્રબળ બન્યું, જોડ-તોડની રાજનીતિ થઇ પરંતુ કોઇએ પણ અયોધ્યા અંગે વિચાર કર્યો નહીં.

21 વર્ષ પહેલા આજના દિવસે જ મસ્જિદના માળખાને તોડી પાડવામાં આવ્યો હતો, જેનો કેસ આજે પણ કોર્ટમાં પેન્ડીંગ પડ્યો છે. વાંચો વિવાદની શરૂઆતથી લઇને અત્યાર સુધીનો ઘટનાક્રમ જુઓ સ્લાઇડરમાં....

1528:

1528:

અયોધ્યામાં એક એવા સ્થળ પર મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું જેને હિન્દુ ભગવાન રામ જન્મસ્થાન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે મુગલ સમ્રાટ બાબરે આ મસ્જિદ બનાવડાવી હતી જેને કારણે તેને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે.

1853:

1853:

હિન્દુઓનો આરોપ છે કે ભગવાન રામના મંદિરને તોડીને મસ્જિદનું નિર્માણ થયું હતું. આ મુદ્દા પર હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે પ્રથમ હિંસા થઇ હતી.

1859:

1859:

બ્રિટિશ સરકારે તારોની એક વાડ કરીને વિવાદિત ભૂમિના આંતરિક અને બહારી પરિસરમાં મુસ્લિમો અને હિન્દુઓને અલગ-અલગ પ્રાર્થનાઓની પરવાનગી આપી દીધી.

1885:

1885:

મામલો પહેલીવાર કોર્ટમાં પહોંચ્યો. મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં બાબરી મસ્જિદ સાથે જોડાયેલ રામ મંદિરના નિર્માણની પરવાગી માટેની અપિલ કરી.

23 ડિસેમ્બર, 1949:

23 ડિસેમ્બર, 1949:

લગભગ 50 હિન્દુઓએ મસ્જિદના કેન્દ્રીય સ્થળ પર કથિત રીતે ભગવાન રામની મૂર્તિ મૂકી દીધી. ત્યારબાદ તે સ્થાન પર હિન્દુ નિયમિત રીતે પૂજા કરવા લાગ્યા. મુસ્લિમોએ નમાઝ અદા કરવાનું બંધ કરી દીધું.

16 જાન્યુઆરી, 1950:

16 જાન્યુઆરી, 1950:

ગોપાલ સિંહ વિશારદે ફૈઝાબાદ કોર્ટમાં એક અરજી દાખલ કરી રામલલાની પૂજા-અર્ચનાની વિશેષ પરવાનગી માગી. તેમણે ત્યાંથી મૂર્તિ હટાવવા પર કાયદાકીય પ્રતિબંધની માંગ કરી.

5 ડિસેમ્બર, 1950:

5 ડિસેમ્બર, 1950:

મહંત પરમહંસ રામચંદ્ર દાસે હિન્દુ પ્રાર્થનાઓ જારી રાખવા અને બાબરી મસ્જિદમાં રામમૂર્તિને રાખવા માટે કેસ દાખલ કર્યો. મસ્જિદને માળખાનું નામ આપવામાં આવ્યું.

17 ડિસેમ્બર, 1959:

17 ડિસેમ્બર, 1959:

નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળ હસ્તાંતરિત કરવા માટે કેસ દાખલ કર્યો.

18 ડિસેમ્બર, 1961:

18 ડિસેમ્બર, 1961:

ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડે બાબરી મસ્જિદના માલિકીના હક માટે કેસ દાખલ કર્યો.

1984:

1984:

વિશ્વ હિન્દુ પરિષદે બાબરી મસ્જિદના તાળા ખોલવા અને રામ જન્મસ્થળને સ્વતંત્ર કરાવવા અને એક વિશાળ મંદિરના નિર્માણ માટે અભિયાન શરૂ કર્યું. એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું.

1 ફેબ્રુઆરી, 1986:

1 ફેબ્રુઆરી, 1986:

ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશે વિવાદિત સ્થળ પર હિન્દુઓને પૂજા કરવાની પરવાનગી આપી દીધી. તાળા ફરીથી ખોલવામાં આવ્યા. નાખુશ મુસ્લિમોએ વિરોધમાં બાબરી મસ્જિદ એક્શન કમિટિનું ગઠન કર્યું.

જૂન 1989:

જૂન 1989:

ભારતીય જનતા પાર્ટીએ વીએતપીને ઔપચારીક સમર્થન આપવાનું શરૂ કરીને મંદિર આંદોલનને નવું જીવન આપ્યું.

1 જુલાઇ, 1989:

1 જુલાઇ, 1989:

ભગવાન રામલલા વિરાજમાન નામથી પાંચમો કેસ દાખલ કરવામાં આવ્યો.

9 નવેમ્બર, 1989

9 નવેમ્બર, 1989

તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે બાબરી મસ્જિદની નજીક શિલાન્યાસની પરવાનગી આપી.

25 સપ્ટેમ્બર, 1990:

25 સપ્ટેમ્બર, 1990:

ભાજપ અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી રથ યાત્રા નીકાળી, ત્યારબાદ કોમી હુલ્લડો પણ થયા.

નવેમ્બર 1990:

નવેમ્બર 1990:

અડવાણીની બિહારના સમસ્તીપુરમાં ધરપકડ કરી લેવામાં આવી. ભાજપે તત્કાલીન વડાપ્રદાન વી.પી સિંહની સરકારને ટેકો પાછી ખેંચી લીધો. સિંહે વામ દળો અને ભાજપના સમર્થનથી સરકાર બનાવી હતી. બાદમાં તેમણે રાજીનામુ આપી દીધું.

ઓક્ટોબર 1991:

ઓક્ટોબર 1991:

ઉત્તર પ્રદેશમાં કલ્યાણ સિંહ સરકારે બાબરી મસ્જિદની આસપાસની 2.77 એકર જમીનને પોતાના અધિકારમાં લઇ લીધી.

6 ડિસેમ્બર, 1992:

6 ડિસેમ્બર, 1992:

હજારોની સંખ્યામાં કાર સેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદ તોડી પાડી, ત્યારબાદ કોમી હિંસાઓ થઇ. ઉતાવળમાં એક અસ્થાઇ રામ મંદિર બનાવવામાં આવ્યું. વડાપ્રધાન પી.વી નરસિમ્હા રાવે મસ્જિદના પૂનર્નિમાણનું વચન આપ્યું.

16 ડિસેમ્બર, 1992:

16 ડિસેમ્બર, 1992:

મસ્જિદની તોડફોડની જવાબદાર સ્થિતિયોની તપાસ માટે એમ.એસ લિબ્રહાન પંચની રચના કરવામાં આવી.

જાન્યુઆરી 2002:

જાન્યુઆરી 2002:

વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ પોતાના કાર્યાલયમાં એક અયોધ્યા વિભાગની શરૂઆત કરી, જેનું કામ વિવાદને ઉકેલ માટે હિન્દુઓ અને મુસ્લિમો સાથે વાતચીત કરવાનો હતો.

એપ્રિલ 2002:

એપ્રિલ 2002:

અયોધ્યાના વિવાદિત સ્થળ પર માલિકિનો હકને લઇને હાઇકોર્ટના ત્રણ જજોની ખંડપીઠે સુનાવણી શરૂ કરી.

માર્ચ-ઓગસ્ટ 2003

માર્ચ-ઓગસ્ટ 2003

અલ્હાબાદ હાઇકોર્ટના નિર્દેશ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અયોધ્યામાં ખોદકામ કર્યું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો દાવો હતો કે મસ્જિદની નીચે મંદિર હોવાના પ્રમાણ મળ્યા છે. મુસ્લિમોમાં આને લઇને અલગ અલગ મત છે.

સપ્ટેમ્બર 2003

સપ્ટેમ્બર 2003

એક કોર્ટે નિર્ણય આપ્યો કે મસ્જિદના ધ્વંસ માટે લોકોને ઉશ્કેરનાર હિન્દુ નેતાઓને સુનાવણી માટે બોલાવવામાં આવે.

ઓક્ટોબર 2004:

ઓક્ટોબર 2004:

અડવાણીએ અયોધ્યામાં મંદિર નિર્માણની ભાજપની પ્રતિબદ્ધતા વાગોળી

જુલાઇ 2005:

જુલાઇ 2005:

શંકાશીલ ઇસ્લામી આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેક એક જીપનો ઉપયોગ કરતા વિવાદિત સ્થળ પર હુમલો કર્યો. સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા.

જુલાઇ 2009:

જુલાઇ 2009:

લિબ્રહાન પંચે ગઠનના 17 વર્ષ બાદ વડાપ્રધાન મનમોહન સિંહને પોતાનો રિપોર્ટ સોંપ્યો.

28 સપ્ટેમ્બર 2010:

28 સપ્ટેમ્બર 2010:

સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઇ કોર્ટને વિવાદીત મામલામાં નિર્ણય આપવાથી રોકવાની અરજીને રદીયો આપી દીધો અને નિર્ણયનો માર્ગ મોકળો કરી દીધો.

30 સપ્ટેમ્બર 2010:

30 સપ્ટેમ્બર 2010:

અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ ખંડપીઠે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો.

English summary
21st anniversary of Babri Masjid demolition: know A to Z about Babri Masjid issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X