For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ મહિલાઓની હિંમતને એસિડ પણ બાળી ના શક્યો!

|
Google Oneindia Gujarati News

એસિડ અટેક, ભારતમાં આજે પણ મોટી સંખ્યામાં થઇ રહ્યા છે એસિડ અટેક. ત્યારે આજે હું કેટલાક તેવા એસિડ અટેકનો ભોગ બનનાર મહિલાઓ વિષે વાત કરવા ઇચ્છું છું જેમના પર ત્યારે એસિડ અટેક કરવામાં જ્યારે તેમણે તેમના મનનું સાંભળ્યું. અને એસિડ અટેક વખતે અને તે બાદ પણ અથાગ યાતનાઓ વેઠી. પણ તેમ છતાં હિંમત ના હારી. એસિડ જેવી સૌથી જલદ વસ્તુઓ પણ આ મહિલાઓના અદ્મય સહાય અને શક્તિને તોડી ના શકે. આ તમામ મહિલાઓ હારી, થાકી, રડી પણ આ તમામ વસ્તુઓને બાદ કરીને તેમણે ફરી પોતાના માટે જીવવાનું શરૂ કર્યું.

આ તમામ પાંચેય મહિલાઓ પર એસિટ અટેક એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેમણે કોઇ યુવકનો પ્રેમ કે પછી લગ્નનો પ્રસ્તાવ નકાર્યો. આપણે મહિલા દિવસ તો મનાવીએ છીએ પણ એસિડ અટેક પણ એક તેવી હકીકત છે જેને આપણે હજી સુધી સમાજમાંથી દૂર નથી કરી શક્યા. આજે પણ કોઇ પણ આવીને તમારી જીંદગી સાથે આ ખૂંખાર રમત રમી શકે છે. ત્યારે આજે કેટલીક તેવી મહિલાઓની વાત કરીશ જેમણે ફરી પોતાના માટે અને તેમના જેવી અનેક મહિલાઓ માટે જીવવાનું શરૂ કર્યું. જાણો આ અદ્ધભૂત મહિલાઓ વિષે....

મોનિકા સિંગ

મોનિકા સિંગ

જ્યારે 2005માં એક લગ્નના પ્રસ્તાવ માટે ના પાડી ત્યારે તેની પર એસિડ અટેક કરવામાં આવ્યો હતો. ત્યારે મોનિકાની ઉંમર 19 વર્ષની હતી. આજે મોનિકા ન્યૂયોર્ક સ્કૂલ ઓફ ડિઝાઇનમાં ફેશન ડિઝાઇનિંગનું ભણે છે. તેણે હાલ સુધીમાં તેના ચહેરાની 43 સર્જરી કરાવી છે.

રેશમા ફાત્મા

રેશમા ફાત્મા

રેશમા પર એસિડ અટેક 17 વર્ષની કુમળી વળે થયો. એક છોકરાએ તેને ચુપ્પુ બતાવી લગ્ન કરવા કહ્યું તેણે ડર્યા વગર જ્યારે ના પાડી તો તેના ચહેરા પર છોકરાએ અટેક કર્યા. અટેક બાદ રેશમાની હિંમત તો જુઓ તે પોતે રીક્ષામાં બેસીને પોલિસ સ્ટેશન ગઇ અને ફરિયાદ નોંધાવી. તે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેની આ હિંમત માટે 2015માં તેને પ્રણવ મુખર્જીએ ભારત એવોર્ડથી સન્માનિત કરી. અને તે હવે IAS અધિકારી બનવા માંગે છે.

રુપા

રુપા

15 વર્ષની ઉંમરે તેની સાવકી માતાએ રુપા પર એસિડ અટેક કર્યો. તે બાદ આજે રુપા તાજમહાલ પાસે પોતાનું એક બુટિક ચલાવે છે. અને આ બુટિકમાં તેના જ જેવી એસિડ અટેક મહિલાઓ કામ કરે છે. અને તે આવી મહિલાઓને આર્થિક રીતે સદ્ધર કરે છે.

લક્ષ્મી અગ્રવાલ

લક્ષ્મી અગ્રવાલ

લક્ષ્મીએ જ્યારે એક યુવકનો પ્રેમ પ્રસ્તાવ અસ્વીકાર કર્યો ત્યારે તેણે બીયર બોટલમાં એસિડ લઇ જઇને તેનો ચહેરો બાળી દીધો. આજે લક્ષ્મી એક બાળકીની માતા છે. તે છાવ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. આ તે એનજીઓ છે જે એસિડ અટેક થયેલી મહિલાઓ માટે કામ કરે છે.

સોનાલી મુખર્જી

સોનાલી મુખર્જી

18 વર્ષની સોનાલી જ્યારે સૂતી હતી ત્યારે તેની પર એસિડ અટેક કરવામાં આવ્યો કારણ કે તેને એક વ્યક્તિનો લગ્ન પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. અટેક પણ તે વખતે બેલ મળી ગઇ અને આજ દિવસ સુધી તે તેની સજાના 9 વર્ષ જેલ પૂર્ણ નથી કરી શક્યો અને જામીન મેળવતો રહ્યો છે. હાલ સોનાલી બોકારો ડેપ્યુટી કમિશ્નરની ઓફિસમાં ગ્રેડ 3ની ઓફિસર છે.

ક્યારે આ અટકશે.

ક્યારે આ અટકશે.

તે વાત તો સાચી છે કે આ મહિલાઓની હિંમતને એસિડ બાળી નથી શક્યો. પણ મહત્વની વાત એ છે કે આવા અટેક ક્યારે અટકશે? અને તેને પહેલા આવી અન્ય કેટલી મહિલાઓને તેની બલિ ચડશે? ક્યારે આપણી કાનૂન વ્યવસ્થા મહિલાઓ અને બાળકોના અધિકારોને લઇને કડક વલણ અપનાવશે.

English summary
these five beautiful young women they have a different story to tell. Survivors of acid attacks, these five amazing women have really shown the rest of the world what it is to be courageous, strong-willed and powerful.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X