For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CMના તાજ સાથે ફડણવીસની સમક્ષ હશે આ પડકારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 1 નવેમ્બર: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના પહેલાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બની ગયા છે. 44 વર્ષ વર્ષના ફડણવીસે વાડખેડે સ્ટેડિયમમાં શાનદાર સમારોહમાં મુખ્યમંત્રી પદની શપથ લીધી. તેમની સાથે તેમના 9 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાની શપથ લીધી છે. આ પદોને સંભાળવાની સાથે જ દેવેન્દ્ર ફડણવીસની સામે 6 મહત્વપૂર્ણ પડકારો આવી ગયા છે. તમને એક-એક કરીને આ પડકારો વિશે જણાવીએ.

મોડલિંગ કરતા હતા CM ફડણવીસ, વાજપાઇએ કરી હતી પ્રશંસામોડલિંગ કરતા હતા CM ફડણવીસ, વાજપાઇએ કરી હતી પ્રશંસા

સ્થિર સરકાર આપવી

સ્થિર સરકાર આપવી

ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર તો બનાવી લીધી, પરંતુ તે અલ્પમતની સરકાર છે. તેમણે બહુમત સાબિત કરવા માટે સહયોગીની તલાસ રહેશે. જો કે એનસીપીએ તેમણે બાહરથી સમર્થન આપવાનું આશ્વાસન તો આપ્યું છે અને શપથ ગ્રહણ સમારોહમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીથી લાગવા લાગ્યું છે કે ભાજપ-શિવસેની તિરાડ ભરાવવા લાગી છે. એવામાં દેવેન્દ્ર ફડણવીસની સૌથી મોટો પડકાર હશે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપવાનો.

ભષ્ટ્રાચાર સૌથી મોટો પડકાર

ભષ્ટ્રાચાર સૌથી મોટો પડકાર

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જે પ્રકારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સુશાસન ચલાવી રહ્યાં છે તે પ્રકારે તે મહારાષ્ટ્રમાં સુશાસન લાવીને બતાવશે. તેમની માર્ગમાં ભષ્ટ્રાચાર સૌથી મોટું વિધ્ન છે. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં બનનાર નવી સરકાર સમક્ષ ભષ્ટ્રાચારના 76 કેસ એવામાં જેમાં એન્ટી કરપ્શન બ્યૂરોને સરકાર પાસે તપાસની અનુમતિ મળવાની રાહ છે. ખાસ વાત એ છે કે તેમાં મોટાભાગના કેસ પૂર્વવર્તી કોંગ્રેસ-રાકાંપા સરકારના વરિષ્ઠ મંત્રીઓ તથા અધિકારીઓ સાથે જોડાયેલા છે.

મુંબઇને આંતરાષ્ટ્રીય સ્તરનું બનાવવું

મુંબઇને આંતરાષ્ટ્રીય સ્તરનું બનાવવું

આહચી મુંબઇનું સપનું જોઇ રહેલા લોકોનું સપનું સાકાર કરવા હવે દેવેન્દ્ર ફડણવીસની જવાબદારી હશે. લોકો માટે આશિયાના, આર્થિક રાજધાનીનું ટ્રાફિક જામ, ચર્ચગેટ-વિરાર માટે એલિવેટેડ રેલ પ્રોજેક્ટનું કામ શરૂ કરવાનો પડકાર રહેશે. મુંબઇના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ટ્રાંસ હાર્બર લિંક પર કામ ઝડપથી કરવાનો પડકાર રહેશે.

ઇંડસ્ટ્રી ફ્રેડલી મહારાષ્ટ્રનો પડકાર

ઇંડસ્ટ્રી ફ્રેડલી મહારાષ્ટ્રનો પડકાર

સામાન્ય માણસથી માંડીને ઇંડસ્ટ્રી, બધાને નવી સરકાર પાસે ઘણી આશાઓ છે. મહારાષ્ટ્રની નવી સરકાર આ આશાઓ પર કેટલી ખરી ઉતરશે એ આવનાર સમય જ બતાવશે, પરંતુ નવા મુખ્યમંત્રી પાસે બધાને આશાઓ વધી ગઇ છે.

સામાન્ય વ્યક્તિનું મુંબઇ

સામાન્ય વ્યક્તિનું મુંબઇ

મહારાષ્ટ્ર આજે પણ પાણી, વિજળી અને માર્ગ જ અટકેલ છે. જો કે મહારાષ્ટ્રમાં સૌથી પહેલાં માર્ગ, વિજળી અને પાણીની સુવિધાઓ પર ફોકસ જરૂરી છે.

ખેડૂતોની આશાઓ પર કેવી ખરા ઉતરશે દેવેન્દ્ર ફડણવીસ

ખેડૂતોની આશાઓ પર કેવી ખરા ઉતરશે દેવેન્દ્ર ફડણવીસ

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સામે મહારાષ્ટ્રની સિંચાઇ સમસ્યા પણ એક મોટો પડકાર છે. ક્યાંક દુકાળ તો ક્યાંક પૂર. દેવામાં ડૂબેલા ખેડૂતોની આત્મહત્યાને રોકવા તેમના માટે પડકાર હશે.

English summary
Frequent withdrawal of money from ATMs will be costlier with the Reserve Bank of India (RBI) having imposed a limit of 3 cross-bank transaction per month from other banks and 5 from same bank.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X