For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: એડલ્ટ વેબસાઇટ્સ પર પ્રતિબંધ તો આની પર કેમ નહી!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 ઓગસ્ટ: દિલ્હી સરકારે અશ્લીલ વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવતા 857 એડલ્ટ વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એડલ્ટ સાઇટ નહીં પરંતુ હાલના જ દિવસોમાં ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને ભારતના લોકો માટે યોગ્ય સમજાતું નથી. પછી ભલેને તે મેગી હોય કે બીફ.

ભારતમાં પ્રતિબંધ કરવામાં આવતા પ્રોડક્ટોની કમી નથી. પરંતુ ઘણી એવી વસ્તુઓ છે જે ભારતમાં ખુલ્લેઆમ થઇ રહી છે, એવામાં સવાલ એ ઉઠે છે કે આખરે આ વસ્તુઓ ક્યાં સુધી દેશમાં આમ જ ચાલતી રહેશે. આકરે ક્યારે તેની પર પણ પ્રતિબંધ લગાડવામાં આવશે.

આપને આવી જ કેટલીક ચીજો અંગે બતાવીએ છીએ જેની પર પ્રતિબંધ લગાવવા અંગે પણ જરૂર વિચાર કરવો જોઇએ...

સાર્વજનિક સ્થળે પેશાબ કરવા પર

સાર્વજનિક સ્થળે પેશાબ કરવા પર

ભારતમાં ખુલ્લેઆલ લોકો સાર્વજનિક સ્થળો પર પેશાબ કરતા હોય છે. એવું કરવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક છે પરંતુ તે આપણા દેશની છબિને પણ ખરાબ કરે છે.

ઓનર કિલિંગ

ઓનર કિલિંગ

એક રિપોર્ટ અનુસાર દરેક વર્ષે ભારતમાં 1000થી વધારે લોકોની હત્યા ઓનર કિલિંગ હેઠળ કરી દેવામાં આવે છે. જોકે ભારતમાં હત્યા એક ગંભીર ગુનો છે, પરંતુ પોતિકાઓની હત્યા માટે કોઇ નિશ્ચિત કાયદો નથી. એવામાં શું સરકાર ક્યારેય ઓનર કિલિંગ પર પ્રતિબંધ લગાવી શકશે?

કચરો ગમે ત્યાં ફેકવો

કચરો ગમે ત્યાં ફેકવો

ભારતમાં રસ્તાઓ પર કચરો ફેંકવો સામાન્ય વાત છે. લોગો ગમેત્યાં કચરો ફેંકી દે છે. એવામાં સ્વચ્છ ભારતની છબી ખરાબ થાય છે. શું સરકાર તેની પર પ્રતિબંધ લગાવશે.

સ્કૂલ કોલેજોમાં ડોનેશન

સ્કૂલ કોલેજોમાં ડોનેશન

ભારતમાં દાખલા સમયે સ્કૂલ-કોલેજોમાં ડોનેશન લેવું સામાન્ય વાત છે. નકલી એડમિશન રેકેટ ચલાવીને લોકો પાસેથી એડમિશન માટે રૂપિયા લેવામાં આવે છે. હાલમાં જ વ્યાપન કૌભાંડ, દિલ્હી યૂનિવર્સિટી નકલી એડમિશન રેકેટ જેવા ઘણા ઘોટાળા થયા છે. એવામાં શું સરકાર ક્યારેય આ ઘોટાળાઓ પર પ્રતિબંધ લગાવી શકશે.

બાળ વિવાહ

બાળ વિવાહ

ભારતીય કાયદાના આર્ટિકલ 24 અનુસાર દેશમાં બાળ મજદૂરી અપરાધ છે, પરંતુ આપ અને અમે ઘણા છોટુને પગલેને પગલે મળતા હોઇશું. ક્યારેક ચ્હાની દૂકાન પર તો ક્યારેક ટ્રાફિક સિગ્નલ પર. શું સરકાર આમનો ઉદ્ધાર કરાવી શકે છે?

ફિલ્મોમાં રેપ સીન પર પ્રતિબંધ

ફિલ્મોમાં રેપ સીન પર પ્રતિબંધ

ફિલ્મો દ્વારા અશ્લીલતા પર પ્રતિબંધ લગાવવા માટે સેંશર બોર્ડ છે, પરંતુ ફિલ્મોમાં જે પ્રકારે રેપ સીન્સ બતાવવામાં આવે છે, શું સરકાર તેવા સીન્સ પર પ્રતિબંધ ના લાદી શકે છે.

સિગરેટ અને આલ્કોહોલ

સિગરેટ અને આલ્કોહોલ

સિગરેટના પેકેટ પર લખેલું હોય છે કે તેનું સેવન જીવલેણ છે, છતાં લોકો તેનો ખુલ્લેઆમ ઉપયોગ કરે છે. હાનિકારક હોવા છતાં સરકાર ખુદ તેને વેચવા માટે લાઇસન્સ આપે છે. શું સરકાર તેની પર પ્રતિબંધ ના લાદી શકે?

English summary
In the last few months India has been seeing many bans-from Maggi to Beef. While the ban on adult websites has taken the social media by storm, one can't help but wonder if such bans are really called for.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X