For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકલા રહી ગયાં 'વ્યથિત' અડવાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: નેવુંમા દાયકામાં ભાજપને સત્તાના શિખર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણી શુક્રવારે ત્યારે એકલા પડી ગયા છે જ્યારે પાર્ટીએ આગામી ચુંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરી દિધું છે. પાર્ટીએ આ મુદ્દે લાલકૃષ્ણ અડવાણીની નારાજગી અને વાંધાને નજરઅંદાજ કર્યો છે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ બાદ કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણી (85) પાર્ટીમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં થઇ રહેલા ધ્રુવીકરણને પચાવવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમની દ્રષ્ટિએ વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચુંટણી માટે ગઠબંધનની સંભાવનાઓ પર અસર પડી શકે છે.

લાલકૃષ્ણ અડવાણી ભાજપ નીત એનડીએ ગઠબંધનના કાર્યકારી અધ્યક્ષ છે અને પાર્ટીના વર્તમાન તથા સંભવિત રાજકિય સહયોગી પક્ષોના સૌથી પસંદગીના નેતા માનવામાં આવે છે.

l-k-advani

ભાજપાના સૂત્રોના જણાવ્યા અનુસાર લાલકૃષ્ણ અડવાણી સાથે સુષ્મા સ્વરાજે પણ પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે વડાપ્રધાન પદના ઉમેદવારે કોઇપણ નિર્ણય આ વર્ષના અંતે યોજાનારા પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણી બાદ લેવામાં આવશે.

નરેન્દ્ર મોદીના નામની જાહેરાત માટે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓથી માંડીને નીચલા સ્તર સુધી કાર્યકર્તાઓનું દબાણ હતું. સુષ્મા સ્વરાજ અને પાર્ટીના બીજા વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનો મૂડ અને નરેન્દ્ર મોદીના પક્ષમાં વ્યાપક સમર્થન હોવાનો અંદાજો લગાવી ચૂક્યા હતા અને સમર્થકોની લાઇનમાં ઉભા રહી ગયા, પરંતુ લાલકૃષ્ણ અડવાણીએ આ અંગે પોતાના દુર રહેવાનું સમજ્યા.

English summary
BJP leader L.K. Advani Friday expressed disappointment at party president Rajnath Singh's style of functioning, even as the the party's parliamentary board decided to name Narendra Modi as its prime ministerial candidate for the 2014 general elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X