For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ પદના ઉમેદવાર મોદી કેવી રીતે સામનો કરશે અડવાણી રાહુલનો?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેગ્લોર, 14 સપ્ટેમ્બર: ગુજરાતમાં પોતાના વિકાસ કાર્યોના કારણે જનતામાં એક નવી આશા જગાવનાર નરેન્દ્ર મોદીનો આંતરિક વિરોધ છતાં ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દિધા છે. નિશ્વિતપણે આ ઘટનાએ પાર્ટીના કાર્યકર્તાઓમાં નવો જોશ પુરી દિધો છે, તેમના દમ પર પાર્ટી 2014ની ચુંટણીમાં સત્તામાં પુનરાવર્તનના સપના જોઇ રહી છે.

નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાથી ભાજપને ચુંટણીમાં કેટલો ફાયદો થશે એ તો સમય જ બતાવશે પરંતુ એક વાત તો નક્કી છે કે આગળનો રસ્તો નરેન્દ્ર મોદીના માટે સરળ નથી. જો વિશ્લેષકોનું માનીએ તો ભાજપ પાસે સત્તામાં પુનરાવર્તન માટે નરેન્દ્ર મોદી જ એકમાત્ર વિકલ્પ છે જેને સામે રાખીને પાર્ટી પોતાને મજબૂત બતાવી રહી છે અને કોંગ્રેસની નબળાઇઓનો લાભ લઇ શકે છે, એવામાં નરેન્દ્ર મોદી માટે હવે પડકારો વધી જાય છે-

narendra-modi-as-pm-10

મોદી સમક્ષ પડકારો

મોદી સમક્ષ પ્રથમ પડકાર: નરેન્દ્ર મોદી માટે સૌથી પ્રથમ પડકાર વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજનો વિશ્વાસ જીતવાનો છે, જો કે હજુ સુધી તેમની પદની દાવેદારીથી ખુશ નથી. એવા સમયે લાલકૃષ્ણ અડવાણીના સમર્થક તેમના માટે ભવિષ્યમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીની ઉમેદવારીની જાહેરાતના સમયે નાટક થયું, તેનાથી આવનારી મુશ્કેલીઓથી બચવા માટે નરેન્દ્ર મોદીએ દૂરદર્શિતા સાથે કામ કરવું પડશે, સાથે જ પાર્ટીના આંતરિક વિરોધોને સમાપ્ત કરવાના પ્રયત્નો કરવા પડશે. આ ઉપરાંત ભ્રષ્ટાચારના આરોપોને કારણે મુખ્યમંત્રીનું પદ ગુમાવી ચુકેલા યેદિયુરપ્પાનું ભાજપમાં પુનરાગમન થતાં આંતરિક મતભેદ ઉજાગર થવાની સંભાવના છે.

બીજો પડકાર: ભલે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા ભાજપનો આંતરિક મુદ્દો હોય પરંતુ આ નિર્ણયે કોંગ્રેસ પર દબાણ બનાવી લીધું છે કે પાર્ટી કોને પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે. મનમોહન સિંહ પહેલાંથી જ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર માટે આગળ લાવવાની વાત કહી ચુક્યાં છે. સોનિયા ગાંધીએ પહેલાં પદ ગ્રહણ કરવાની મનાઇ કરી દિધી છે. એવામાં કોંગ્રેસ રાહુલ ગાંધીને આગળ લાવવા અને તેમની દાવેદારી મજબૂત કરવા માટે નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણો અને વણઝારા કેસ ઉઠાવીને વિવાદોમાં લાવવા માંગે છે. આવી સ્થિતીમાં કોંગ્રેસના પડકારનો સામનો કરવા માટે નરેન્દ્ર મોદીએ પોતાની પાર્ટીના બધા નેતાઓના સમર્થનની જરૂરિયાત પડશે.

ત્રીજો પડકાર: નરેન્દ્ર મોદી માટે ત્રીજો પડકાર સ્થાનિક પાર્ટીઓ હશે. તેમને પહેલાં તો ભાજપા માટે 170 થી 180 સીટો મેળવવાનું લક્ષ્ય લઇને ચાલવું પડશે, સાથે જ પાર્ટીના સમર્થન માટે નવા પક્ષોની શોધ કરવી પડશે. હાલ તેમના સમર્થનમાં શિવસેના, અકાળીદળ છે તો બીજી તરફ જયલલિતાએ પણ નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની વાત કરી છે. જો કે રાજકીય વિશ્લેષકોનું એ પણ માનવું છે કે ભાજપ પોતાના દમ પર પણ 272ના આંકડાને મેળવી શકે છે, તો બીજી તરફ રાજકારણમાં અવસરવાદને જોતાં નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર પણ તેમનો સાથે આપવા માટે તૈયાર થઇ જશે તેમછતાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇની જેમ નરેન્દ્ર મોદીએ બધા પક્ષોને સાથે લઇને ચાલવું સરળ નથી.

English summary
As a PM candidate Narendra Modi has to face three major challenges within the party and from opposition. See what are those?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X