For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેકબેરી ઝેડી 3 થયો લોન્ચ, સાથે 1,000 રૂપિયાના વાઉચર ફ્રી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ફરી એકવાર બ્લેકબેરી પોતાની ઘટતી જતી સાખને બચાવવા માટે નવા જોશ સાથે બજારમાં આવ્યો છે જેના હેઠળ કંપનીએ ઝેડ 3 સ્માર્ટફોન 15,990 રૂપિયામાં લોન્ચ કરી દિધો છે. ગ્રાહકો બ્લેકબેરી ઝેડ 3ને 1000 રૂપિયામાં ફ્લિપકાર્ટ, ધ મોબાઇલ સ્ટોર જેવા ઓનલાઇન રીટેલરમાં ફ્રી બુક કરી શકો છો.

15,990 રૂપિયાના ઝેડ 3માં 1000 રૂપિયાના વાઉચર ફ્રીમાં આપવામાં આવી રહ્યાં છે એટલે કે 14,990 રૂપિયામાં પડશે. આમ તો આ કિંમતમાં બ્લેકબેરી પાસે વધુ હેન્ડસેટ નથી. આ પહેલો હેન્ડસેટ છે જેને બ્લેકબેરીએ મિડ રેન્જ પ્રાઇઝની સાથે બજારમાં ઉતાર્યો છે. આ પહેલાં બ્લેકબેરી ઝેડ 3 ઇન્ડોનેશિયાના બજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આવો જોઇએ ઝેડ 3માં આપવામાં આવેલા ફિચર

બ્લેકબેરી ઓએસ 10.2.1

બ્લેકબેરી ઓએસ 10.2.1

ઝેડ 3માં બ્લેકબેરીની લેટેસ્ટ ઓએસ 10.2.1 આપવામાં આવી છે જેમાં પુશ મેલ, બ્લેકબેરી હબ ઉપરાંત સ્ક્રીન લોક અને ઘણી નોટિફિકેશન સેટિંગ ઓપ્શન આપવામાં આવ્યા છે.

એન્ડ્રોઇડ એપ્સ

એન્ડ્રોઇડ એપ્સ

ઝેડ 3ની ખાસ વાત છે કે તેમાં યૂજર બ્લેકબેરી વર્લ્ડ ઉપરાંત એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત બ્લેકબેરી જલદી અમેજન એપ્સ સ્ટોર પણ ઓપ્શન પણ પોતાના ફોનમાં આપનાર છે. જેની મદદથી ઘણી બધી એપ્સ યૂજર ઝેડ 3માં ડાઉનલોડ કરી શકશે.

પ્રોસેસર

પ્રોસેસર

ઝેડ 3માં ડ્યૂઅલ કોર 1.2 ગીગાહર્ટનું ક્વૉલકૉમ સ્નૈપડ્રૈગન 400 પ્રોસેસર અને 1.5 જીબી રેમ આપવામાં આવી છે.

કીબોર્ડ

કીબોર્ડ

ઝેડ 3માં આપવામાં આવેલ કીબોર્ડ એન્ડ્રોઇડ અને બીજા પ્લેટફોર્મવાળા કીબોર્ડની તુલનામાં થોડો અલગ છે તેમાં દરેક શબ્દની ઉપર તમારા દ્વારા લખવામાં આવેલા મેસેજ અનુસાર શબ્દ આવે છે જેથી વધુ ફાસ્ટ ટાઇપિંગ કરી શકાય છે.

કેમેરો

કેમેરો

ઝેડ 3માં 5 મેગાપિક્સલનો ઑટોફોકસ રિયર કેમેરો અને 1.1 મેગાપિક્સલનો ફિક્સડ ફોકસ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

મેમરી

મેમરી

ઝેડ 3ની ઇન્ટરનલ મેમરી 8 જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્પેંડ કરી શકે છે.

બેટરી

બેટરી

ઝેડ 3માં 2500 એમએએચની બેટરી છે જે 15.5 કલાક ટૉક ટાઇમ અને 384 કલાક સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. કનેક્ટીવિટી ઓપ્શનોમાં વાઇફાઇ, બ્બ્લ્યૂટૂથ, જીપીએસ, 3જી, એનએફસી અને માઇક્રોયૂએસબી પોર્ટ આપવામાં આવ્યો છે.

English summary
Ailing Canadian smartphone maker BlackBerry has launched its latest smartphone, the Z3, in India. Priced at Rs.15,990, the phone targets the low-end segment of the market targeting devices like the Moto G, Nokia Lumia 630 and Micromax's new Canvas Win series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X