For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માં-બાપને 30 વાર મળો, અને મેળવો 2000 રૂપિયાનું ઇનામ!

ચીનમાં શરૂ કરવામાં આવી એક અનોખી સ્ક્રીમ, માં-બાપને મળો અને ઇનામ મેળવો પછી શું થયું તે અંગે વાંચો આ લેખ.

|
Google Oneindia Gujarati News

કદાચ તમને લાગ્યું હશે કે આવી કોઇ સ્ક્રીમ ભારતમાં શરૂ થઇ હશે? પણ અહીં વાત ચીનની થાય છે. ચીનના જિયાંગ્સૂ પ્રાંતમાં વયોવૃદ્ધ માં-બાપને સંતોનો મળવા આવે તે માટે એક કેયર હોમે ખાસ યોજના શરૂ કરી છે. જેમાં જો તમે તમારા વયોવૃદ્ધ મા-બાપને મળવા આવો છો તો તમને ઇસેન્ટિવના રૂપમાં પૈસા આપવામાં આવે છે. કેયર હોમનું કહેવું છે કે આ સ્કીમ નીકાળ્યા પછી અનેક બાળકો તેમના મા-બાપને મળવા કેયર હોમમાં આવી રહ્યા છે.

old parent


મની વાઉચર
વયોવૃદ્ધ માતા-પિતા હંમેશા તેમના બાળકોને મળવાની ઝંખના મનમાં રાખતા હોય છે. આ જ કારણે નર્સિંગ હોમ દ્વારા આ અનોખી યોજના બહાર પાડવામાં આવી છે. જેની પોઝિટીવ અસર થઇ છે. જો કે આમાં તમે તમારા મા-બાપને કેટલી વાર મળવા આવો છો તે મુજબ જ મની વાઉચર આપવામાં આવે છે.

old parent

200 યુઆન
જો તમે બે મહિનામાં 30થી વધુ વાર તમારા મા-બાપને મળવા આવ્યા છો તો તમને 200 યુઆન એટલે કે લગભગ 2000 રૂપિયા આપવામાં આવશે. અને જો કોઇ 10 થી 20 વાર મળવા આવ્યું છે તો તેને થોડા ઓછા રૂપિયા મળશે.
માં-બાપ છે ખુશ
કેયર હોમની આ મની વાઉચર સ્કીમથી જો કોઇ સૌથી વધુ ખુશ હોય તો તે છે અહીં રહેતા આ ઉંમર લાયક મા-બાપ. 90 વર્ષીય મિસ્ટર વુનું કહેવું છે કે હવે મારો પુત્ર મને વારંવાર મળવા આવે છે. એવોર્ડના રૂપમાં પૈસા મળવાથી ખૂબ જ ફરક પડે છે.

china money

વૃદ્ધોની તબિયતમાં સુધાર
કેયર હોમનું કહેવું છે કે ઇસેન્ટિવ શરૂ કર્યા પછી આ વૃદ્ઘોની તબિયતમાં મોટો સુધાર આવ્યો છે. નોંધનીય છે કે 2013માં ચીનમાં એક કાનૂન બનાવવામાં આવ્યો હતો જેમાં ફરજિયાત પણે બાળકોને તેમના માં-બાપને મળવા જવાનું કહેવામાં આવ્યું હતું. અને જો કોઇ આમ નથી કરતું તો તેને દંડનો ભાગી ગણવામાં આવશે.

old parent

લોકની પ્રતિક્રિયા
ચીનમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાને હાલમાં વખાણવામાં આવી રહી છે. એક બ્લોગરે કહ્યું છે કે નર્સિંગ હોમે આ દ્વારા ઉત્તમ કામ કર્યું છે. તો કેટલાક લોકોએ તેની આલોચના પણ કરી છે.

English summary
In China, a care home is giving incentive for meeting with old parents. This incentive has improved the lifestyle of old people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X