For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવસમાં 40 સિગરેટ પીનાર બાળકને લાગી ખાવાની લત, જુઓ તસવીરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જ્યારે તે બે વર્ષનો હતો ત્યારે તેના સિગરેટ પીતા ફોટાએ દુનિયાને આશ્વર્યચકિત કરી દિધા હતા. હવે તે બાળક પાંચ વર્ષનો થઇ ગયો છે અને તેની સિગરેટ પીવાની આદત છૂટી ગઇ છે, પરંતુ હવે તેને ખાવાની લત લાગી ગઇ છે. અમે અહી ઇન્ડોનેશિયાના એક ગામમાં રહેનાર આલ્દી રિજાલની વાત કરી રહ્યાં છીએ. રિજાલ બે વર્ષની ઉંમરથી જ ચેન સ્મોકર બની ગયો હતો અને સિગરેટ ફૂકતો તેનો ફોટો આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં રહ્યો હતો. તમને જણાવી દઇએ કે આલ્દી રિજાલ એક દિવસમાં 40 સિગરેટ પી જતો હતો.

સિગરેટ પીતા ફોટાએ ખૂબ સનસની મચાવી હતી. ત્યારબાદ ઇન્ડોનેશિયા સરકારે બાળકની સિગરેટ પીવાની લત છોડાવવા માટે એક ખાસ પુનર્વાસ સારવાર શરૂ કરી દિધી. આ સારવાર હેઠળ આલ્દી રિજાલને પ્લે થેરેપી સેશન માટે રાજધાની જકાર્તા મોકલવામાં આવ્યો, જેથી તે એક સામાન્ય બાળકની જેમ જીવતા શીખી શકે.

હવે ત્રણ બાદ એક ડોક્યુમેન્ટ્રી સીરીજની ટીમે આલ્દી રિજાલના ઘરે જઇને તપાસ કરવાનો પ્રયત્ન કર્યો કે હવે તે કેવો છે. ટીમને જાણવા મળ્યું કે આલ્દી રિજાલ સિગરેટ છોડવામાં સફળ રહ્યો, પરંતુ તે હજુસુધી બિમાર છે.

પુનર્વાસ ટ્રીટમેન્ટ દરમિયાન મનોવૈજ્ઞાનિકોએ આલ્દી રિજાલની માતાને કહ્યું કે તેને રમતમાં વ્યસ્ત રાખે. સાથે જ તેમને સિગરેટથી થતાં નુકસાન વિશે પણ તેમને જણાવ્યું. હજુ સુધી એક મનોવૈજ્ઞાનિક વચ્ચે-વચ્ચે આલ્દી રિજાલની મુલાકાત લેવા આવે છે જેથી તેને જુની લત લાગી ન જાય.

હવે તેને સિગરેટ જોઇતી નથી.

હવે તેને સિગરેટ જોઇતી નથી.

આલ્દી રિજાલની 28 વર્ષીય માતાએ જણાવ્યું હતું કે 'હજુ સુધી ઘણા એવા લોકો છે જે તેને સિગરેટ આપે છે, પરંતુ આલ્દી રિજાલ ના પાડી દે છે. તે કહે છે કે જો તેને ફરીથી સિગરેટ પીધી તો બિમાર થઇ જશે. શરૂઆતમાં જ્યારે અમે તેની સિગરેટ પીવાની આદત છોડાવી રહ્યાં હતા તો ખૂબ હેરાન કરતો હતો. અને અમે મદદ માટે મનોવૈજ્ઞાનિકોને બોલાવવા પડતા હતા. પરંતુ હવે તેને સિગરેટ જોઇતી નથી.

સિગરેટની લત છુટી પણ ખાવાની લત લાગી

સિગરેટની લત છુટી પણ ખાવાની લત લાગી

હવે આલ્દી રિજાલની માતા તેના વધતા જતા વજનને લઇને પરેશાન છે કારણ કે હવે તે ખૂબ વધુ ખાય છે. તે કહે છે કે રિજાલ જે પ્રમાણે સિગરેટ માંગતો હતો, હવે તે તે પ્રમાણે જમવાનું માંગે છે. તેમને કહ્યું હતું કે 'આલ્દી રિજાલે જ્યારે પહેલાં સિગરેટ છોડી હતી તો તે રમકડાંની માંગ કરતો હતો. પરંતુ તેની ઇચ્છા પૂરી ન થતી તો તે પોતાનું માથું દિવાલ સાથે ટકરાવવા લાગતો હતો. તેના ગુસ્સા અને રુદનને જોતાં તેને સિગરેટ આપી દેતી હતી. હવે હું તેને સિગરેટ આપતી નથી, પરંતુ હવે તે ખૂબ ખાય છે.

ઉમર પ્રમાણે વધુ પડતું વજન

ઉમર પ્રમાણે વધુ પડતું વજન

આલ્દી રિજાલના ઘરવાળા તેને ન્યૂટિશનિસ્ટ પાસે લઇ ગયા, તેમને જણાવ્યું હતું કે આલ્દી રિજાલને પૌષ્ટિક ભોજન આપવું જોઇએ જેથી તેનું વજન ઘટી શકે. ન્યૂટિશનિસ્ટના અનુસાર 'આલ્દી રિજાલનું વજન તેની ઉમર પ્રમાણે ઘણું વધારે છે. તેનું વજન 17 થી 19 કિલો હોવું જોઇએ. પરંતુ તે 24 કિલ્લોનો છે.'

ઇન્ડોનેશિયામાં 10 વર્ષની ઉંમર પહેલાં બાળકો પીવા લાગે છે સિગરેટ

ઇન્ડોનેશિયામાં 10 વર્ષની ઉંમર પહેલાં બાળકો પીવા લાગે છે સિગરેટ

હવે આલ્દીને થોડી થોડી માત્રામાં તાજા ફળ અને શાકભાજીનો આહાર આપવામાં આવે છે. ડોક્ટરોને આશા છે કે જો આલ્દી રિજાલે 3.5 થી 6.5 કિલો વજન ઘટાડી દિધું તો તે ઠીક થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં એક તૃતિયાંશ બાળકો 10 વર્ષની ઉમર પહેલાં જ સિગરેટ પીવા લાગે છે. સરકારે આ સમસ્યાનો સામનો કરવા માટે ઘણા અભિયાન ચલાવ્યા છે.

English summary
The two-year-old Indonesian boy who shocked the world with his 40-a-day cigarette habit has replaced nicotine with a new addiction junk food.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X