For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! વેલેન્ટાઇન ડે આવતાં જ વધી ગયું કોન્ડોમ અને પિલ્સનું વેચાણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: ભારતના દરેક મોટા શહેરોમાં ગ્રેટિંગ કાર્ડ, ગિફ્ટ, બેંડ, વગેરની દુકાનો શણગારવામાં આવી છે. ઇન્ટરનેટ પર ઇ-શોપિંગ વેબસાઇટ્સ પર તમામ ઓફર ચાલી રહી છે અને ખરીદદારો માટે મોટી સંખ્યામાં છોકરા-છોકરીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે સૌથી વધુ ચિંતાજનક વાત છે કે કોન્ડોમનું વેચાણ. જી હાં વેલેન્ટાઇન ડે આવતાં જ કોન્ડોમના વેચાણમાં દેશમાં જ નહી આખી દુનિયામાં વેચાણ વધી જાય છે તેના બે કારણ છે. પશ્વિમી દેશોમાં વેચાણ

વધવાનું કારણ છે 14 થી 20 ફેબ્રુઆરી વચ્ચે ઉજવવામાં આવતું કોન્ડોમ વીક છે, જ્યારે ભારતમાં વેચાણ વધવાનું કારણ છે પશ્વિમી સભ્યતાને અપનાવવાનું પાગલપન. જી હાં આ પાગલપન જ છે અને આ પાગલપન ભારતીય સંસ્કૃતિ પર આકરો પ્રહાર છે. વેલેન્ટાઇન ડેનો ખુમાર યુવાનોમાં એક પ્રકારે જોવા મળી રહ્યો છે કે પોતાની હદ કરવા લાગ્યો છે. લગભગ દોઢ દાયકા પહેલાં જ્યારે વેલેન્ટાઇન ડેનો નશો ભારતના શહેરો પર ચઢ્યો હતો તો ગુલાબના ફૂલો વેચાણ ફેબ્રુઆરી મહિનામાં 5 ગણું વધી ગયું હતું.

2014 એટલે આ વર્ષે કેટલું વેચાણ વધ્યું, તે અંગે બે દિવસ પછી આવનારા આંકડાઓ બતાવી દેશે, પરંતુ ગત વર્ષની વાત કરીએ તો ઓનલાઇન શોપિંગ પોર્ટન સ્નેલડીલ ડોટ કોમે જ ભારતમાં એક દિવસમાં દોઢ લાખ કોન્ડોમ વેચ્યાં હતા. તે પણ 14 ફેબ્રુઆરીના દિવસે. કોન્ડોમ કંપની ડ્યૂરેક્સ દ્વારા મળતી માહિતી અનુસાર વેલેન્ટાઇન ડે ના દિવસે કોન્ડોમના વેચાણમાં 25 ટકા સુધીનો વધારો થાય છે. ગ્લોબલાઇઝેશનના આ દોરમાં મલ્ટી નેશનલ રિલેટ કંપનીઓએ પોતાની પ્રોડક્ટ વેચવા માટે ભારતમાં ડે એક તહેવારના રૂમમાં ઇંજેક્ટ કર્યું. આ ઇંજેક્શનનું આ રૂપ જોવા મળશે, એ કોઇએ વિચાર્યું ન હતું. તો ચાલો તસવીરો થકી જાણીએ કોન્ડમ અને વેલેનટાઇન સાથે જોડાયેલા રોચક તથ્યો.

20 ટકા વધુ વેચાણ

20 ટકા વધુ વેચાણ

યેસ2કોન્ડમના અહેવાલ અનુસાર વેલેનટાઇન ડે દરમિયાન કોન્ડમના વેચાણમાં 10થી 20 ટકાનો વધારો થઇ ગયો છે.

87 કોન્ડમ પ્રતિ સેકન્ડ

આ ટ્વિટને જુઓ, જેમાં સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે, વેલેનટાઇન ડેના દિવસે અમેરિકામાં એક સેકન્ડમાં 87 કોન્ડમનો ઉપયોગ થાય છે. ભારતમાં આ સંખ્યા તેના કરતા વધારે હોઇ શકે છે.

વેલેનટાઇન વીકમાં પ્રેગ્નેન્સી ટેસ્ટ

વેલેનટાઇન વીકમાં પ્રેગ્નેન્સી ટેસ્ટ

ખન્ના મેડિકલ્સના સુખવિંદરે જણાવ્યું કે, વેલેનટાઇન વીક દરમિયાન પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટનું વેચણ પણ વધી જાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે વેલેનટાઇન ડેની આડમાં પ્રેમના પરિણામ સ્વરૂપ અસુરક્ષિત યૌન સંબંધ પણ સ્થાપિત કરવામાં આવે છે.

સંકોચ ખતમ થયો

સંકોચ ખતમ થયો

સુખવિંદર જણાવે છે કે કોન્ડમ ખરીદતી વખતે પહેલા જેવો સંકોચ હવે યુવાનોમાં રહ્યો નથી. એચઆઇવી જેવી બીમારીઓથી બચવા માટે એ યોગ્ય છે, પરંતુ ક્યાંકને ક્યાંક તે વેલેનટાઇન ડેના દુષ્પ્રભાવના રૂપમાં પણ જોવા મળી રહ્યું છે.

અમેરિકામાં નેશનલ કોન્ડમ વીક

અમેરિકામાં નેશનલ કોન્ડમ વીક

અમેરિકાના સારી રીતે ખબર છે કે વેલેનટાઇન ડે જેવા તહેવારો યૌન સંબંધોને વધારે છે. તેથી આ દરમિયાન ત્યાં ફેબ્રુઆરીને નેશનલ કોન્ડમ મંથ અને વેલેનટાઇન સપ્તાહને નેશનલ કોન્ડમ વીક તથા આ દિવસને નેશનલ કોન્ડમ ડે જાહેર કરવામાં આવ્યો છે.

ક્યાંથી થઇ શરૂઆત

ક્યાંથી થઇ શરૂઆત

અમેરિકામાં કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયથી નેશનલ કોન્ડમ વિકની શરૂઆત 1978થી થઇ.

યુકેમાં પહોંચ્યુ કોન્ડમ વીક

યુકેમાં પહોંચ્યુ કોન્ડમ વીક

કોન્ડમ કંપની ડ્યૂરેક્સની પહેલ પર આ સપ્તાહને યુનાઇટેડ કિંગડમમાં પણ મનાવવામાં આવે છે.

શા માટે મનાવવામાં આવે છે?

શા માટે મનાવવામાં આવે છે?

14થી 21 ફેબ્રુઆરી વચ્ચે મનાવવામાં આવતું કોન્ડમ વીક લોકોને યૌન સંચારિત રોગ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યમાં શરૂ કરવામાં આવ્યું. આ અંતર્ગત આખા દેશમાં શાળા, કોલેજોમાં એઇડ્સ અવેરનેસ કેમ્પેન ચલાવવામાં આવે છે. સાથે જ ફેમેલી પ્લાનિંગ અને અન્ય બિમારીઓ અંગે પણ જણાવવામાં આવે છે.

પરંતુ ભારતમાં

પરંતુ ભારતમાં

જો કે, ભારતમાં વેલેનટાઇન વીકને મોજ મસ્તી અને સેક્સના સપ્તાહના રૂપમાં મનાવવામાં આવે છે.

English summary
Sale of condoms, contraceptive pills and pregnancy test kits have been increased in India as well as in other western countries on Valentine Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X