For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે વોટ્સએપ તમને કહેશે કે ક્યાં ગયું તમારું વાહન!

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] ઘણીવાર એવું બનતું હોય છે આપને ખ્યાલ નથી રહેતો અને આપ નો પાર્કિંગ ઝોનમાં આપનું વાહન પાર્ક કરી દો છો અને આવીને જુઓ છો તો આપનું વાહન ગાયબ થઇ ગયું હોય છે, જેથી આપ બેબાકળા બની જાવ છો, પરંતુ અંતે આપને ખબર પડે છે કે આપનું વાહન ટ્રાફિક પોલીસ ટોઇંગ કરીને લઇ ગઇ હોય છે, ત્યારે આપને શાંતિ થાય છે. પરંતુ હવે આપે તેવી ફિકર કરવાની જરૂર નથી, કેમ કે હવે આપે આપનુ વાહન જ્યાં પાર્ક કર્યું હશે અને ત્યાં નહીં હોય તો આપ સરળતાથી જાણી શકશો કે તે હાલમાં ક્યાં છે. આપે દિલ્હી ટ્રાફિક પોલીસને વોટ્સએપ નંબર પર એક મેસેજ મોકલવાનો રહેશે અને આપને જાણકારી મળી જશે.

આ સુવિધા ટ્રાફિક પોલીસ દિલ્હી દ્વારા જારી કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર 8750871493 પર ઉપલબ્ધ રહેશે. કેવળ એટલું જ નહીં, આપના ટોઇંગ કરવામાં આવેલા વાહનના લોકેશનની જાણકારી આપવાની સાથે સાથે આ હેલ્પલાઇન લોકોને ટૂંક સમયમાં પોતાના સ્થળે પહોંચવા માટે રસ્તો પણ બતાવશે.

વિશેષ પોલીસદળ મુક્તેશ ચંદ્રએ જણાવ્યું કે 'નિયમિત યાત્રીઓ સુધી પહોંચવા માટે વોટ્સએપ અમારુ અત્યાર સુધીનું સૌથી ઉત્તમ માધ્યમ છે. અમે ફેસબુક પર છીએ, ટ્વિટર પર છીએ અને 1095 અમારી હેલ્પલાઇન નંબર પણ છે, પરંતુ આ તમામમાંથી યાત્રીઓ સાથે સંપર્ક બનાવવામાં વોટ્સએપ સૌથી કારગર માધ્યમ બન્યું છે.'

અન્ય ફાયદાઓ વિશે વાંચો સ્લાઇડરમાં..

દિલ્હી ટ્રાફિક પોલીસ

દિલ્હી ટ્રાફિક પોલીસ

ટ્રાફીક પોલીસે લોકો સાથે જોડાવવા માટે 16 એપ્રિલ 2014ના રોજ વોટ્સએપ હેલ્પલાઇન જારી કરી હતી. સોશિયલ મીડિયા પર જોકે દિલ્હી ટ્રાફિક પોલીસની સારી એવી હાજરી છે. તેના ફેસબુક પેજને 250,000 લોકો ફોલો કરે છે.

ટ્રાફીક પોલીસની યોજના

ટ્રાફીક પોલીસની યોજના

ટ્રાફીક પોલીસની યોજના આ માધ્યમ થકી લોકોની ટ્રાફિકને લગતી સમસ્યાને પણ હલ કરવાની છે. વોટ્સએપના માધ્યમથી લોકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના ઓડિયો/વીડિયો મોકલવા, ખોટું પાર્કિંગ તેમજ અન્ય વસ્તુઓથી માહિતગાર કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

વાહનચાલકો પોતાના વાહનો ટોઇંગ થતા પરેશાન

વાહનચાલકો પોતાના વાહનો ટોઇંગ થતા પરેશાન

પરંતુ થોડા મહિના બાદ ટ્રાફિક પોલીસે જોયું કે ઘણા વાહનચાલકો પોતાના ટોઇંગ થયેલા વાહનોની ભાળ મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જેના માટે તેમને આ સુવિધા પુરી પાડવાનો નિર્ણય લીધો.

વીડિયો થકી લુટારુઓ જબ્બે

વીડિયો થકી લુટારુઓ જબ્બે

આ ઉપરાંત પોલીસ ચેઇન સ્નેચરોને પણ વોટ્સએપ પર આવતા વીડિયોના આધારે પકડી પાડવામાં સફળ થઇ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ નંબરનો ઉપયોગ ફરિયાદ કરવા માટે પણ કરી શકાય છે. તેમમે આશ્વાસન આપ્યું કે અમે આની પર તાત્કાલિક કાર્યવાહી કરીશું.

24 કલાક ચાલનારી આ હેલ્પલાઇન

24 કલાક ચાલનારી આ હેલ્પલાઇન

ટ્રાફિક પોલીસના 25 અધિકારીઓ 24 કલાક ચાલનારી આ હેલ્પલાઇનને ચલાવે છે. અત્યાર સુધી પોલીસને 83,885 પ્રતિક્રિયાઓ મળી છે.

English summary
Delhi Traffic Police has received nearly 85,000 complaints regarding traffic violations and related issues on its WhatsApp helpline which was launched in October last year and so far action has been taken in over 7,500 of them after due verification."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X