For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર એક હાથે જીતી દુનિયા દેવેન્દ્ર ઝાઝરિયાએ મળ્યો ખેલ રત્ન

પેરાઓલમ્પિકમાં ભારતને બે વખત ગોલ્ડ મેડલ જીતાડનાર હિરો દેવેન્દ્ર ઝાઝરિયા. દુરઘટનામાં પોતાનો હાથ ગુમાવવા છતા હિંમત નથી ગુમાવી.

By Kajal
|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે, ને માત્ર હાથની રેખાઓમાં નશીબ નથી રહેલુ. વ્યક્તિના કર્મો પર તેનુ નશીબ રહેલું છે. કારણ કે જે લોકોના હાથ નહી હોતા તેનો અર્થ એતો નથી થતો કે તેનું નશીબ નથી. આ વાતને બિલકુલ ચરિતાર્થ કરે છે. આપણા ખેલ રત્ન વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયા. તેમણે પેરાઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડીને હાથ વિના પણ પોતાના નશીબને ઉજાગર કર્યું છે.

ખેલરત્ન ઍવોર્ડ

ખેલરત્ન ઍવોર્ડ

દેવેન્દ્ર ઝાઝરિયા હાલ થ્રોમાં ત્રીજા સ્થન પર છે. ભારત સરકાર તેમને ખેલ રત્ન માટે પસંદ કર્યા છે. તેઓને આ ઍવોર્ડ હૉકી ખેલાડી સરદાર સિંહની સાથે સયુંક્ત રીતે આપવામાં આવશે. દેવેન્દ્ર દેશ માટે મોટી મિસાલ ઊભી કરી છે. તેમના અવા કામથી લોકોમાં કાર્ય કરવામાં ઉત્સાહનો વધારો થાય છે.

દેવેન્દ્ર ઝાઝરિયા કોણ છે

દેવેન્દ્ર ઝાઝરિયા કોણ છે

અત્રે ઉલ્લેખનીય છે કે દેવેન્દ્રનો જન્મ 10 જુન 1981ના રોજ રાજસ્થાનના ચેરુ જિલ્લાનામાં થયો હતો. આઠ વર્ષની ઉમરમાં તેની સાથે મોટી દુર ઘટના ઘટી. જેથી તેમની આખી જીંદગી બદલી ગઈ. તેમને 11000વોલ્ટનો કરંટ હાથ પર લાગ્યો હતો. ઘણા પર્યત્નો છાતા પણ તેના હાથને બતાવી શક્યા ન હતા. અંતે તેમના એક હાથને કાપવો પડ્યો હતો. માત્ર આઠ વર્ષની નાની ઉમરે તેમના એક હાથને કોપવો પડ્યો હતો. આ ધટના બાદ દેવેન્દ્ર અને તેના પરિવારના સભ્યો માટે સમસ્યા ઊભી થઈ ગઈ હતી.

રિયો પૈરાલિપિન્ગમાં ગોલ્ડ

રિયો પૈરાલિપિન્ગમાં ગોલ્ડ

એક હાથ ગુમાવ્યા બાદ પણ દેવે્નદ્રમાં જીવવાની, કશુંક કામ કરવાની હિંમત રહી હતી. આ સાથે પરિવારની હુંફ સતત દેવેન્દ્રને મળતી રહી. એટલે જ ઝઝરિયાએ એથેલીટમાં પોતાનુ ભવિષ્ય બનાવવાનો વિચાર કર્યો અને ત્યાર બાદ તેનું પરિણાન શું આવ્યુ તે આપણા બધાની સામે છે. દેવેન્દ્રએ ભારત માટે સાઉથ કોરિયામાં થયેલા 2002ના ફેસપિક ખેલ, અથેંસ 2004 પેરાઓલમ્પિક, 2013ના વલ્ડ એથલેટિલ્સ ચૈમ્પિયનશિપ અને રિયો પેરાઓલમ્પિકમાં ગોલ્ડ મેળવ્યો છે.

પદ્મશ્રીથી સન્નમાનિત

પદ્મશ્રીથી સન્નમાનિત

રિયો પેરાઓલમ્પિક માં દેવેન્દ્રએ બીજા વખત મેડલ મળ્યો છે. આ અગાઉ તેને 2014માં એશિયન ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો. તેમને 2014માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પેરાઓલમ્પિકમાં પદ્મથી સન્માનિત થયેલા તેઓ પહેલા વ્યક્તિ છે.

સાચા હીરોને મનથી સલામ

સાચા હીરોને મનથી સલામ

ભારતીય ખેલાડી દેવેન્દ્રએ પોતાનનો જ અગાઉનો રેકેડ તોડી વિજેતા થયા હતા. તેઓ પુરુષોની ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેઓએ આ અગાઉ 2004માં અથેન્સ પેરાઓલમ્પિકમાં 62.15મીટરનો રેકોર્ડ બનાવીને સુવર્ણ પદક મેળ્યો હતો. દેવેન્દ્રએ સાબિત કરી બતાવ્યું કે હિંમત અને મહેનત થી કોઈ પણ અશ્કય વસ્તુ તમે મેળવી શકો છો.

English summary
Devendra Jhajharia today became the first paralympian to be recommended for Indias highest sporting honour the Rajiv Gandhi Khel Ratna Award. He is the real hero of nation,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X