For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંફર્મ તત્કાલ ટિકિટ મેળવવા માટે જાણો ફૂલપ્રૂફ રીત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જુલાઇ: જો ટ્રેનમાં આપને અચાનક યાત્રા કરવાની આવે અને પિક સિઝન હોય તો સૌથી મોટી સમસ્યા આપની સામે આવે છે કંફર્મ ટિકિટ મેળવવાની. આવામાં આપની પાસે માત્ર તત્કાલ ટિકિટનો જ વિકલ્પ બચે છે.

કંફર્મ તત્કાલ ટિકિટ મેળવવા માટે આપ કલાકો સુધી રેલવે બુકિંગ કાઉંટર પર ઊભા રહો છો, તેમ છતાં જ્યારે આપનો નંબર આવે છે ટિકિટ વેઇટિંગ થઇ જાય છે. એવામાં અમે આપને જણાવીશું કે કેવી રીતે ઘરે બેઠા બેઠા આપ કંફર્મ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો.

નીચે આપેલા સ્લાઇડર પર ક્લિક કરો અને જાણો કે ઘરે બેઠા બેઠા કંફર્મ ટિકિટ કેવી રીતે મેળવી શકશો...

કરી લો આ તૈયારીઓ

કરી લો આ તૈયારીઓ

ઇંટરનેટથી ટિકિટ બુક કરતી વખતે આપનું ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાન કાર્ડ અથવા પાસપોર્ટ અથવા તો વોટર આઇડી કાર્ડ પોતાની પાસે રાખો. આ ઉપરાંત આપના બેંક એકાઉંટ નંબર, ઓનલાઇન બેંક આઇડી નંબર અને ઓનલાઇન બેંક પાસવર્ડ ધ્યાન કરી લો.

જાણકારી સુનિચ્છિત કરો

જાણકારી સુનિચ્છિત કરો

ટિકિટ બુકિંગથી પહેલા આપ નિશ્ચિત રીતે સુનિચ્છિત કરી લો કે આપને અહીંથી ક્યાં સુધીની યાત્રા કરવી છે. જેમકે ટ્રેનનું નામ, નંબર યાત્રીઓની સંખ્યા વગેરે.

આ વાતનું રાખો ધ્યાન

આ વાતનું રાખો ધ્યાન

તત્કાલ ટિકિટને બુક કરાવવા માટે આપની પાસે ઇંટરનેટ બેન્કિંગની સુવિધા હોવી જોઇએ. સાથે જ આપે આપનું લોગ ઇન આઇડી અને પાસવર્ડ પણ યાદ રાખવું જોઇએ.

અપનાવો આ રીત

અપનાવો આ રીત

તત્કાલ ખુલવાના અડધા કલાક પહેલા આઇઆરસીટીસી સાઇટ પર લોગિન કરી લો અને આગળ આપવામાં આવેલી જાણકારીઓને પહેલાથી ભરીને સેવ કરી રાખો.

અપનાવો આ રીત

અપનાવો આ રીત

માઇ પ્રોફાઇલ પર જઇને માસ્ટર લિસ્ટ પર ક્લિક કરો. યાત્રા કરનાર પેસેંજર અંગે સંપૂર્ણ જાણકારી કોલમમાં માંગવામાં આવેલી જાણકારી અનુસાર યોગ્ય રીતે ભરો અને તેને સેવ કરો.

અપનાવો આ રીત

અપનાવો આ રીત

માય પ્રોફાઇલ પર ફરીથી ક્લિક કરો અને ફેવરિટ જર્ની લિસ્ટ પર ક્લિક કરો. જે ટ્રેઇનથી આપ જર્ની કરવા માંગતા હોવ તેને પહેલાથી ડિસાઇડ કરી લો પછી તે લિસ્ટમાં જાણકારીને ભરીને તેને સેવ કરી લો.

આ રીત પણ અપનાવો

આ રીત પણ અપનાવો

તત્કાલ બુકિંગનો સમય શરૂ થવાના 5 મિનિટ પહેલા સિલેક્ટ ફેવરિટ જર્ની લિસ્ટ જેને આપ પહેલા ભરી ચૂક્યા છો તેને ક્લિક કરીને પ્લાન માય જર્ની વિકલ્પ પસંદ કરો અને સબમિટ બટન દબાવીને પોતાની ટિકિટ બુક કરો.

આ રીતે બુક કરો તત્કાલ ટિકિટ

આ રીતે બુક કરો તત્કાલ ટિકિટ

લિસ્ટમાં પહેલા તત્કાલ બટનને દબાવીને શ્રેણીની પસંદગી કર્યા બાદ બુક નાઉ પર ક્લિક કરો અને માસ્ટર લિસ્ટ પર ક્લિક કરો જે પહેલાથી જ ભરાયેલ છે. એવું કરવાથી આપનું લિસ્ટ આપો આપ જ ભરાઇ જશે.

બુક કરો તત્કાલ ટિકિટ

બુક કરો તત્કાલ ટિકિટ

બાકીની નેટ બેંકિંગ ડીટેલ ભરીને પોતાની ટિકિટ સરળતાથી બુક કરો. જો આપ આ રીતોને અપનાવશો તો ચોક્કસપણે આપને કંફર્મ ટિકિટ મળી જશે.

English summary
Many Times you Plan your journey, but you will not get Confirm ticket. Here We Show you How to get Confirm Tatkal Ticket Anytime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X