For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઊંઘમાં આપની સાથે પણ બનતા હશે આ રહસ્યમય બનાવ!

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] ઊંઘ એક ખૂબ જ અદભુત વસ્તું છે, જે પ્રકૃતિએ આપણને વરદાનના રૂપમાં આપી છે. એક સારી નીંદર લેવાથી આપણું સ્વાસ્થ્ય સ્ફુર્તિલુ રહે છે અને જો અનિંદ્રાની સમસ્યા થઇ જાય તો સ્વાસ્થ્ય અને મૂડ પર ઊંડી અસર પડે છે.

ઊંઘ સાથે સંબંધિત ઘણી રહસ્યમય વસ્તુઓ પણ છે, જે અંગે આપને માલૂમ તો હશે પરંતુ આપે ક્યારેય તેની પાછળના કારણોને જાણવાની કોશીશ નહીં કરી હોય.

ઉદાહરણ તરીકે ઘણા લોકોને ઊંઘમાં ચાલવાની અથવા બોલવાની બીમારી હોય છે. પરંતુ આ તો સામાન્ય વાત છે, જે દરેકની સાથે ક્યારેકને ક્યારેક થઇ જ હશે.

આ ઉપરાંત શું આપ જાણો છો ઘણા લોકો ઊંઘમાં પેરેલાઇઝ્ડ થઇ જાય છે એટલે કે અમૂક ભાગોમાં ખાલી ચડી જાય છે, અને તેઓ ઉઠી નથી શકતા? આ પ્રકારની બીજી ઘણી બાબતો છે જેને વાંચીને આપ ચોંકી ઊઠશો.

આવો જાણીએ એવી બાબતો વિશે જે ઊંઘમાં આપણને કરે છે પરેશાન...

આંખો ફરવી

આંખો ફરવી

શું આપે ક્યારેય ઊંઘતા વ્યક્તિની આંખો ધ્યાનથી જોઇ છે, કે તે ફરી રહી હોય? ચિંતા ના કરો કેમ કે આ આપણી સૌની સાથે થાય છે. ઊંઘના પાંચ તબક્કામાં આવું થાય છે. આ પાંચમું ચરણ હોય છે જે સપના જોવાનું ચરણ કહેવાય છે. આ દરમિયાન આંખો ફરવા લાગે છે.

પેરેલાઇઝ થઇ જવું

પેરેલાઇઝ થઇ જવું

ઊંઘમાં આપના હાથ અને પગની માંસપેશીયો ધીરે ધીરે પેરેલાઇઝ એટલે કે લગવાગ્રસ્ત થવા લાગે છે. જોકે સામાન્ય વાત છે ઊંઘતી વખતે આપને તે અંગે માલૂમ પણ નથી પડતું.

ઝાટકા લાગવા

ઝાટકા લાગવા

ક્યારેક એવું બન્યું છે કે આરામથી ઊંઘી રહેલા હોવ અને આપને અચાનક એક ઝટકા જેવું લાગે અને આપની ઊંઘ ઊડી જાય છે? જોકે વૈજ્ઞાનિકોએ હજી તે અંગે કોઇ શોધ કરી નથી કે આવું કેમ થાય છે. પરંતુ કેટલાંકનું કહેવું છે કે શરીર એક પરિવર્તન માટે તૈયાર થઇ રહ્યું હોય છે. જ્યારે અન્ય કહે છે કે આપણુ મસ્તિષ્ક ઊંઘવા અને જાગવાની સ્થિતિને લઇને ભ્રમિત થઇ જાય છે, જેના કારણે ઊંઘ અચાનક તૂટી જાય છે.

વાસના જાગવી

વાસના જાગવી

આ દરેક પુરુષ અને મહિલાને થતું હોય છે. રિસર્ચ કહે છે કે આવું એટલા માટે બને છે કે તેનાથી આપણું શરીર હંમેશા માટે કોમાંમાં ના જતું રહે. આ સ્થિતિ આપણા શરીરને ઊંઘના પ્રભાવને ઉલ્ટું કરીને આપણને જગાવી દે છે. એટલા માટે આપણે અસલી દુનિયાથી જોડાયેલા રહીએ છીએ.

સપના જોવા

સપના જોવા

ઘણા લોકોને સવારે ઊઠે ત્યારે પોતાના સપના યાદ નથી રહેતા. જ્યારે કેટલાંક લોકોને હળવા સપના યાદ રહે છે. કેટલાંક સપનાઓનું કનેક્શન આપણા જીવન સાથે જોડાયેલું હોય છે. મનોવૈજ્ઞાનિકોએ આપણને આપણા સપના સમજાવવા માટે ઘણા સિદ્ધાંતોની રજૂઆત કરી છે પરંતુ હજી સુધી કોઇ સામાન્ય બહુમતી બની શકી નથી. ઘણા લોકોને પોતાના સપના વરસો સુધી યાદ રહે છે.

ઊંઘમાં બોલવું

ઊંઘમાં બોલવું

લગભગ 5 ટકા જનસંખ્યા ઊંઘમાં બોલે છે. પુખ્તવયનાની તુલનામાં બાળકો અને મહિલાઓમાં આ આદત સામાન્ય હોય છે. એક પ્રકારનું સ્લીપ ડિસઓર્ડર છે જે બિલકૂલ પણ ખતરનાખ નથી. જોકે આપને નહીં પરંતુ આપના પાર્ટનરને ચોક્કસ પરેશાન કરી શકે છે. આ ખાસ પ્રકારે ત્યારે થાય છે જ્યારે આપનું દિમાગ તણાવમાં હોય અથવા આપ કોઇ બિમારીથી પરેશાન હોવ.

ઊંઘમાં ચાલવું

ઊંઘમાં ચાલવું

ઊંઘમાં ચાલવું ખૂબ જ ખતરનાખ હોઇ શકે છે. આપ પડી પણ શકો છો અથવા તો આપને ઇજા પણ પહોંચી શકે છે, જ્યારે આપ ઊંઘમાં ચાલો છો ત્યારે આપનું શરીર તો ઊઠી ગયું હોય છે, પરંતુ આપનું દિમાગ હજી પણ ઊંઘની સ્થિતિમાં રહે છે, એટલા માટે આપનું દિમાગ ઊંઘની સ્થિતિમાં રહે છે. એટલા માટે આપને ખબર જ નથી પડતી કે આપ ક્યારે ઊઠીને ચાલવા લાગ્યા.

આપ ફોનમાંથી મેસેજ પણ કરી શકો છો

આપ ફોનમાંથી મેસેજ પણ કરી શકો છો

ઊંઘમાં ફોન પર અન્યોને મેસેજ મોકલવાની આદત આજકાલ ટીનેજર્સમાં ખૂબ જ સામાન્ય થતી જઇ રહી છે. એવરેજ કિશોર 100 ટેક્સ મેસેજ એક દિવસમાં મોકલે છે, જેના કારણે તેને ઊંઘમાં મેસેજ મોકલવાની આદત પડી જાય છે. તેને ખબર પણ નથી પડતી કે તેણે રાત્રે મેસેજ કર્યો હતો કે નહીં.

દાંતોને બિડવા

દાંતોને બિડવા

આ સમસ્યાને બ્રૂકિઝ્મ કહે છે. જો આપને હંમેશા આવું થાય છે તો આપે આપના ડેંટિસ્ટ પાસે જઇને માઉથ ગાર્ડ લગાવી લેવું જોઇએ. આ આદતના કારણે દાંતો પર જોર પડે છે અને તે નબળા પણ પડી શકે છે.

ગળુ ચોક થઇ જવું

ગળુ ચોક થઇ જવું

ઊંઘતી વખતે આપની માંસપેશિયો રિલેક્સ થઇ જાય છે જેના કારણે તે સંકરી થઇ જાય છે. તેનાથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે એટલા માટે ઘણા લોકોને ખર્રાટા આવે છે.

સૂંઘલાની ક્ષમતામાં ઘટાડો થાય છે

સૂંઘલાની ક્ષમતામાં ઘટાડો થાય છે

રાત્રે ઊંઘતી વખતે આપણે આપણી સૂંઘવાની ક્ષમતાને ઘૂમાલી બેસીએ છીએ. જેનાથી ઘરમાં જો કોઇ ગેસ લિકેજ થઇ રહી હોય અથવા ધૂમાળાની મહેક આવે તો આપણને ખબર જ નથી પડતી.

English summary
Have a look at some of the weird and interesting things that happen during sleep.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X