For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: પૂજાને USની 14 કોલેજો એડમિશન આપવા છે તૈયાર

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 21 એપ્રિલ: કર્ણાટકના આઇટી પ્રોફેશનલની પુત્રી પૂજા ચંદ્રશેખર અમેરિકાની 14 કોલેજો/વિદ્યાલયોમાં સિલેક્ટ થઇ છે. આ 14માંથી 8 તો વિશ્વવિખ્યાત છે. ખાસ વાત એ છે કે તેણે 8 હવાઇ કોલેજોમાં એટલા માટે એપ્લાઇ કર્યું હતું, કે તેને ઓછામાં ઓછું એકમાં એડમિશન મળી જાય. પરંતુ પૂજાએ દરેક કોલેજમાં બાજી મારી લીધી.

હવે પૂજાની પાસે પ્રવેશ લેવા માટે 14 વિકલ્પ છે - બ્રાઉંન યૂનિવર્સિટી, કોલંબિયા યૂનિવર્સિટી, કોલંબિયા યૂનિવર્સિટી, કર્નલ યૂનિવર્સિટી, સ્ટેનફોર્ડ, એમઆઇટી, ડ્યૂક, યૂનિવર્સિટી ઓફ વર્જીનિયા, યૂનિવર્સિટી ઓફ મિશિગન અને જોર્જિયા ટેક.

ભારતની આ ઉત્તમ દીકરી સાથે વનઇન્ડિયાએ વાત કરી. પ્રસ્તુત છે પૂજા ચંદ્રશેખર સાથેની વાતચીના મુખ્ય અંશો...

pooja
1. આ ઉપલબ્ધિથી આપને કેવું મોટીવેશન મળ્યું?
આ સિદ્ધિ બાદ સૌથી મોટું મોટીવેશન એ છે કે જે પ્રોજેક્ટ પર હું કામ કરી રહી છું, તે નિશ્ચિતપણે પરિવર્તન લાવશે. પરકિંસન બિમારી અને માઇલ્ડ ટ્રોમેટિક બ્રેન ઇંજરી પર જે મે શોધ કરી છે, તેને હું વધું આગળ લઇ જવા ઇચ્છીશ, જેથી સામાન્ય લોકોને તેનો ફાયદો મળી શકે.

2. હવે આપ કંઇ યુનિવર્સિટીને પસંદ કરશો?
હજી મેં નક્કી કર્યું નથી. હાવર્ડ અથવા તો સ્ટેનફોર્ડમાંથી કોઇ એકની પસંદગી કરવાનું વિચારી રહી છું. મેં આ બંને વિશ્વવિદ્યાલયોમાં જઇ આવી છું, ત્યાંના વાતાવરણને પણ સમજું છું અને વિદ્યાર્થીઓને પણ. મને લાગે છે કે ત્યાં મારા સંશોધનને નવું મોમેંટમ મળશે.

3. અભ્યાસ માટે કેટલો સમય ફાળવો છો? તે ઉપરાંત શેમાં રૂચિ છે?
એ નિર્ભર કરે છે કે શું વાંચવાનું છે. સામાન્ય રીતે સાંજે ત્રણ કલાક વાંચુ છું. શાળાના કાર્યો ઉપરાંત એક્સ્ટ્રા કરિકુલરમાં પ્રોજેક્ટ ગર્લ્સ છે. તે ઉપરાંત ટેનિસ, સંગીત સાંભળવું, બોલીવુડ મૂવી જોવાનો શોખ છે. મોજ મસ્તી અને અભ્યાસની વચ્ચે સંતુલન બનાવવું જરૂરી હોય છે.

4. પ્રોજેક્ટ સ્કૂલ ગર્લ્સ શું છે?
તેના પાછળની વાર્તા મારો એ અનુભવ છે જે મને કમ્પ્યુટર સાયન્સના રૂમમાં પ્રાપ્ત થયો. હું પહેલીવાર કમ્પ્યુટર સાયન્સની ક્લાસમાં ગઇ તો જોયું ત્યાં માત્ર ત્રણ યુવતીઓ જ હતી. હું શોક્ડ થઇ ગઇ. બસ ત્યાંથી જ પ્રેરણા લઇને મેં એક ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટ એસ ગર્લ્સ શરૂ કર્યો. તેનો ઉદ્દેશ્ય યુવતીઓનું શિક્ષણ પ્રત્યે મનોબળ વધારવાનું હતું.

5. પ્રોજેક્ટ સ્કૂલગર્લ્સ વિશે વધુ જણાવશો?
આ પ્રોજેક્ટ હેઠળ યુવતીઓને કમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે. આ વર્ષે 500 યુવતીઓ સુધી હું પહોંચી છું. આ ઉપરાંત કમ્પ્યુટર વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. ખુશીની વાત એ છે કે મને તેના કારણે વ્હાઇટ હાઉસથી પણ આમંત્રણ મળ્યું.

6. આ નાનકડી ઉંમરમાં આટલા બધા કામોને કરવામાં શું સમસ્યા આવે છે?
શાળાનું કામ, એક્સ્ટ્રા કરિકૂલર અને રિસર્ચ વર્ક એક સાથે ત્રણેયને આગળ ધપાવવું મુશ્કેલીભર્યું તો હોય જ છે. પરંતુ મારુ માનવું છે કે જો કોઇ કામ પ્રત્યે પેશન હોય તો તેને કરવું સરળ બની જાય છે.

7. પરકિંસન બીમારીવાળી એપ અંગે કંઇ જણાવશો?
મે જે એપ બનાવી છે, તેમાં કોઇપણ વ્યક્તિની અવાજ સાંભળીને બીમારીની ભાળ મેળવી શકાય છે. એપ કોઇ પણ વ્યક્તિની 10થી 15 સેકેંડ સુધી અવાજ સાંભળીને 96 ટકા સટીક પરિણામ આપી શકે છે, કે વ્યક્તિને બીમારી છે કે નહીં. સીમેન્સ કંપનીએ પણ મારા આ પ્રોજેક્ટની સરાહના કરી અને હું મારી આ એપને સોસાયટી ફોર ઇન્ડસ્ટ્રિયલ એન્ડ એપ્લાઇડ મેથમેટિક્સ ઓફ ડાયનેમિકલ સિસ્ટમ કોન્ફ્રેન્સમાં પ્રસ્તુત કરશે.

8. આ એપને ક્યાંથી ડાઉનલોડ કરી શકાય છે?
આ એપ હજી પબ્લિક માટે ઉપલબ્ધ નથી. આવતા વર્ષ સુધી આપ તેને સરળતાથી મેળવી શકશો.

9. અંડર-ગ્રેજ્યુએશન દરમિયાન શું આપ એપ બનાવવાનું કામ ચાલું રાખશો?
હા ચોક્કસ. હું કોલેજની સાથે સાથે ઉદ્યમના વિકલ્પ શોધું છું, મારી પાસે એટલો સમય તો રહેશે જ કે હું નવી એપ અંગે વિચારી શકું.

10. શું આપને ક્યારેય ફ્રસ્ટ્રેશન થયું છે, હા તો ક્યારે?
જ્યારે મેં પ્રોજેક્ટ ગર્લ્સ શરૂ કર્યું ત્યારે મને કોઇ અનુભવ ન્હોતો, કેવી રીતે રજિસ્ટર કરવાનું છે, કેવી રીતે વેબસાઇટ બનશે, કેવી રીતે લોકો સાથે જોડાઇશું. ત્યારે મને થોડું ફસ્ટ્રેશન થયું હતું, પરંતુ મેં તેના માટે એક એક મિનિટ સમર્પિત કરી અને માર્ગ નિકળી આવ્યો.

11. આપની ભવિષ્યની યોજના શું છે?
અંડર-ગ્રેડ્યુએટ કર્યા બાદ હું મેડિકલ ફીલ્ડ સાથે જોડાવા માંગુ છું. ખાસ કરીને દવાઓ અને ઇનોવેટિવ હેલ્થકેર ટેકનોલોજીમાં. હું આગળ ચાલીને એમબીએ કરી શકું છું. મારા સંશોધન હું ચાલુ રાખીશ.

English summary
Pooja Chandrashekar, daughter of IT immigrants to US from Bengaluru, was recently in news all over India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X