FBIએ રજૂ કર્યું લિસ્ટ, જાણો તમે કેવા પ્રકારના અપરાધી છો?

By:
Subscribe to Oneindia News

વ્યક્તિની રાશિ અને ગુનો કરવાની પ્રવૃતિમાં ખરેખર કોઈ કનેક્શન હોઈ શકે? એફબીઆઈનું માનીએ તો તેનો જવાબ 'હા' છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યૂરો ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ) તરફથી લિસ્ટ રજૂ કરવામાં આવ્યુ છે. અને આ લિસ્ટમાં વ્યક્તિની રાશિ અને તેની અપરાધી પ્રવૃતિ વિશે જણાવવામાં આવ્યુ છે.

જેમાં જણાવ્યું છે કે રાશિને આધારે વ્યક્તિના અપરાધ વિશે જાણી શકાય છે. એફબીઆઈ પ્રમાણે જો કોઈ વ્યક્તિ કર્ક છે તો તે સૌથી ખતરનાક પ્રવૃતિનો અપરાધી હોય છે. આજ રીતે તુલા રાશિના લોકોનો ગુનાનો રેકોર્ડ સૌથી વધારે હોય છે. એફબીઆઈએ જે લિસ્ટ રજૂ કર્યુ છે તે પ્રમાણે કોઈ વ્યક્તિની રાશિને આધારે જાણી શકાય છે કે તે કેવી ગુનાહિત પ્રવૃતિમાં જોડાયેલો કે નહીં. વિગતવાર આ અંગે જાણો અહીં...

ચાર શ્રેણીમાં

એફબીઆઇના આ લિસ્ટ મુજબ તમામ રાશિઓને ચાર શ્રેણી મુજબ દર્શાવામાં આવી છે. તમામ રાશિઓ પંચમહાભૂતથી બને છે અને તેમાં જ વિલન થાય છે તે વાત તો બધા જ જાણે છે. ત્યારે રાશિ મુજબ ચાર શ્રેણી અંગે શું કહ્યું છે જાણો.

તુલા, મિથુન અને કુંભ હવાનું પ્રતિક

એફબીઆઈનું કહેવું છે કે તુલા રાશિના લોકોની તુલના બીજી રાશિઓ સાથે કરવામાં આવે તો જાણી શકાય છે કે તુલા રાશિના લોકો પાસે ઘણા હથિયારો હોય છે અને અને તે બહું ખતરનાકહોય છે. ત્યાં જ મિથુન રાશિના લોકો દગો આપવા જેવી ગુનિહાત અપરાધમાં જોડાયેલા હોય છે. તેવી જ રીતે કુંભ રાશિના લોકો બદલો લેવા માટે ગુનો કરતા હોય છે.

મકર, કન્યા અને વૃષભ રાશિ

આ રાશિના લોકો પૃથ્વીનું પ્રતિક હોય છે. વૃષભ રાશિના લોકો ઘણા છટકેલ મિજાજના હોય છે. પરિણામે તેઓ ખતરનાક હોય છે. કન્યા રાશિના લોકો હથિયાર મુદ્દે ઉસ્તાદ સાબિત થયા છે. મકર રાશિના લોકોમાં ઉપરોક્ત તમામ લક્ષણો થોડા ધણાં રૂપે હોય છે.

કર્ક, વૃશ્ચિક, મીન

આ ત્રણે રાશિઓનો સંબંધ પાણી સાથે હોય છે. કર્ક રાશિના લોકો ખૂબ જ હિંસક હોય છે. વૃશ્ચિક અને મીન રાશિના લોકો ઘણા ચીડચિડિયા સ્વાભાવના હોય છે. કર્ક રાશિ વિષે તેવું પણ કહેવામાં આવ્યું છે કે જો તેમનું છટકે તો તે સગીનમાં સગીન ગુનો પણ સરળતાથી કરી લે.

કોણ કેટલું ખતરનાક?

એફબીઆઈની વેબસાઈટનું માનીએ તો કર્ક રાશિના લોકો સૌથી ખતરનાક અપરાધી હોય છે. ત્યારબાદ વૃષભ રાશિના લોકોનો નંબર આવે છે. ત્રીજા નંબર પર ધન અને ત્યારબાદ મેષ રાશિના લોકો આવે છે. મકર, કન્યા, મીન, વૃશ્ચિક, કુંભ અને મિથુન રાશિના લોકોનો નંબર લિસ્ટમાં સૌથી છેલ્લો આવે છે. તેમના ગુનાઓમાં સામાન્ય રીતે હિંસક અપરાધ નથી હોતા પણ દગો કરવો કે ચિટિંગ જેવા અપરાધમાં જોડાયેલા હોય છે.

કર્ક

આ રાશિના લોકો જનૂની હત્યારા હોય છે. તેઓ કોઈની પણ હત્યા કરી શકે છે. જો કે તે પીડિતાના શરીરે પોતાના અપરાધને દર્શાવતુ કોઈ ચિન્હ પણ છોડી જાય છે. તેમને પોલીસને થાપ આપવી ગમે છે.

વૃષભ

તેઓ કોઈ પણ અપરાધને પોતે અંજામ આપે છે. ખાસ કરીને મની લૉન્ડિંગ જેવા ગુનાઓમાં તેઓ જોડાયેલા હોય છે. ગુનો કરવું તેમના માટે રમત વાત હોય છે. તે સરળતાથી આવું કરી શકે છે.

ધન

ધન રાશિના લોકો મોટેભાગે ચોર હોય છે. તેઓ પીડિતને કોઈ નુકશાન નથી પહોંચાડતા. પણ આવું તે ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી તેમને પોતાના જીવન પર ખતરો ન જણાય.

મેષ

તેઓ ભાગ્યે જ કોઈ અપરાધ કરે છે. સામાન્ય રીતે આ લોકો અપરાધ કરવા માટે કોઇ બીજા વ્યક્તિને પૈસા આપી પોતાનું કામ કરાવે છે. તે જાતે આવી ગુનાહિત વસ્તુનાં પડવાનું ઓછું પસંદ કરે છે.

મકર

મકર રાશિના જાતકો પણ ગુનાહિત પ્રવૃત્તિમાં પડવું ઓછું પસંદ કરે છે. જો કે તે ગુનાહિત પ્રવૃત્તિમાં ફંડિગ કરવા મામલે આગળ પડતા હોય છે. વળી જે પણ કરી છે પૂરા પ્લાનિંગ સાથે કરે છે. માટે પોલીસ માટે તેમને પકડવા મુશ્કેલ બની જાય છે.

વૃશ્ચિક

આ જાતકો સૌથી વધારે દુઃખી હોય છે. મોટેભાગે તેઓ ખૂનના કેસમાં શામેલ હોય છે. તે લોકો આવેશમાં આવી કે દુઃખીના કારણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વધુ ફંટાય છે.

કન્યા

હેકિંગ જેવા અપરાધો ઉપરાંત ચોરી અને ધાડ પાડવાના અપરાધોમાં આ રાશિના લોકો વધુ શામેલ હોય છે.

તુલા

સામાન્ય રીતે ભ્રષ્ટાચાર અને ડ્રગ્સના અપરાધોમાં શામેલ હોય છે. આ લોકોએ હથિયારો રાખવાના પણ શોખીન હોય છે.

મિથુન

નાણાંકીય છેતરપીંડી કે ભ્રષ્ટાચારમાં આ રાશિના જાતકો સંડોવાયેલા હોય છે. તે હત્યા જેવા ગુના કરવાના બદલે મોટી છેતરપીંડી કરી લોકોના પૈસા પર પૈસાદાર થવામાં માને છે.

સિંહ

સિંહ રાશિના લોકો એવા ગુના કરે છે જેમાંથી તેમને નામના મળી શકે અને તેમની ઓળખ વધી શકે. એક રીતે વિચારીએ તો ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની રાશિ પણ આ જ નીકળે છે. કારણ કે 14 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનનો જન્મ થયો હતો.

કુંભ

કુંભ રાશિના લોકો હેકિંગ કે ચોરીના અપરાધોમાં શામેલ હોય છે. તેમને હત્યા જેવા ગંભીર ગુના કરવા ઓછા પસંદ છે. સામાન્ય રીતે તે નાના અને ઓછી સજા મળે તેવા ગુના સાથે જોડાય છે.

English summary
FBI's list of most dangerous Zodiac signs: What type of criminal are you. Read heere more.
Please Wait while comments are loading...