સાવિત્રીબાઇ ફુલેઃ ક્યારેક પડતા હતા પથ્થર,આજે ગૂગલે કરી સલામ

Written By:
Subscribe to Oneindia News

આજે આપણા દેશની પહેલી મહિલા શિક્ષિકા, સમાજ સુધારક અને મરાઠી કવયિત્રી સાવિત્રીબાઇ ફુલેની જન્મજયંતિ છે. દેશની આ મહાન મહિલાને આજે ગૂગલે પણ સલામ કરી છે.

savitribai phule

ગૂગલે આજે ડૂડલના માધ્યમથી સાવિત્રીબાઇ ફુલેની તસવીર બનાવી તેમને તેમના 186મા જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. ડૂડલમાં સાવિત્રીબાઇની ખૂબ સચોટ તસવીર રજૂ કરાઇ છે, જેમાં સાવિત્રીબાઇને પોતાના પાલવમાં મહિલાઓને આવરી લેતાં બતાવવામાં આવ્યા છે.

google doodle

દેશની આ મહાન મહિલા વિશેની કેટલીક ખાસ વાતો..

  • સાવિત્રીબાઇ ફુલેનો જન્મ 3 જાન્યૂઆરી, 1831ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો.
  • વર્ષ 1840માં જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલે સાથે તેમના લગ્ન થયા હતા, જ્યોતિરાવ જે બાદમાં મહાત્મા જ્યોતિબા તરીકે ઓળખાયાં તે મહારાષ્ટ્ર અને ભારતમાં સામાજીક સુધારા આંદોલનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે જાણીતા ઓળખાયા હતા.
  • સાવિત્રીબાઇ ફુલેએ એ સમયમાં સમાજની રૂઢિચુસ્ત માન્યતાઓ તોડી પોતાના પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળીને સ્ત્રીઓના અધિકાર માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યાં હતા.
  • સાવિત્રીબાઇ ફુલે ભારતની પહેલી કન્યા વિદ્યાલયના પહેલા પ્રિન્સિપાલ હતા તથા પહેલી ખેડૂત શાળાના સંસ્થાપક હતા.
  • ઇ.સ.1848માં તેમણે પૂનેમાં પહેલી મહિલા શાળા શરૂ કરી હતી.
  • સાવિત્રીબાઇ માટે પોતાનું જીવન જાણે એક મિશન હતું, જેનો હેતુ હતો વિધવા પુનર્વિવાહ, છૂત-અછૂતનો ભેદભાવ કાઢવો, મહિલાઓની મુક્તિ અને દલિત મહિલાઓને શિક્ષણ આપવું.
  • તેઓ મરાઠી ભાષાની આદિ કવયિત્રી તરીકે પણ ઓળખાય છે.

સમગ્ર દેશની મહાનાયિકા
સાવિત્રીબાઇ સમગ્ર દેશના મહાનાયિકા હતા. કહેવાય છે કે સાવિત્રીબાઇ જ્યારે કન્યાઓને ભણાવવા જતા ત્યારે રસ્તામાં વિરોધીઓ તેમની પર પથ્થર મારતા, ગંદકી, કદાવ, છાણ ફેંકતા. સાવિત્રીબાઇ પોતાની ઝોળીમાં એક સાડી લઇને નીકળતા અને શાળાએ પહોંચીને ગંદી થયેલી સાડી બદલી લેતા.

English summary
Tech giant Google on Tuesday honored social reformer Savitribai Phule on her 186th birth anniversary. Here is some interesting facts about her.
Please Wait while comments are loading...