For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદો! હવે આપને માત્ર 10 દિવસમાં મળી જશે પાસપોર્ટ

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 23 ફેબ્રુઆરી: એ લોકો માટે ખુશીના સમાચાર છે જે લોકો પોતાનો પાસપોર્ટ ઓછામાં ઓછા દિવસમાં બનાવવા માગે છે. તે લોકો માટે જે લોકો વારંવાર પાસપોર્ટ ઓફિસના વારંવાર ધક્કા ખાવાથી ડરે છે, અને તે લોકો માટે જે લોકોની પાસે પોતાનું આધાર કાર્ડ છે. હા જો આપની પાસે આપનું આધાર કાર્ડ છે, તો માત્ર 10 દિવસની અંદર આપને પાસપોર્ટ મળી શકે છે.

વિદેશ મંત્રાલાય દ્વારા આ નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ નવી સ્કીમ હેઠળ આપ પાસપોર્ટનું ફોર્મ ભરીને જમા કરો અને તેની સાથે આપના આધાર કાર્ડની ફોટોકોપી જોડી દો. આપને 10 દિવસની અંદર પાસપોર્ટ મળી જશે. આપના સરનામા વેરિફિકેશન, પોલીસ વેરિફિકેશન વગેરે બાદમાં થશે.

passport
આમા આપે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં આપનું સોગંધનામું હશે કે આપની વિરુદ્ધ કોઇ કાયદાકિય કાર્યવાહી નથી ચાલી રહી, આપની વિરુદ્ધ કોઇ વોરંટ નથી. પરંતુ હા પાસપોર્ટ મળ્યા બાદ આપને ખુદથી પોલીસ વેરિફિકેશન માટે પાસપોર્ટ વિભાગનો સહયોગ કરવાનો રહેશે. આ તત્કાલ સેવા પર પણ લાગૂ થશે.

ઓનલાઇન અરજી કરતી વખતે પણ આપ આધાર કાર્ડની સોફ્ટ કોપી એટેચ કરી શકો છો. આવું કરતા જ ત્રણ દિવસની અંદર આપને એપોઇંટમેન્ટ મળી જશે અને તેના પછીના સાત દિવસની અંદર તમામ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. અને પાસપોર્ટ આપના સરનામા પર મોકલી દેવામાં આવશે.

જો આપે કોઇ પણ જાણકારી ખોટી આપી તો આપનો પાસપોર્ટ તુરંત જપ્ત કરી લેવામાં આવશે. અને હા આપને બતાવવા ઇચ્છીશું કે હવે પાસપોર્ટ બનાવવા માટે આધારકાર્ડ ટૂંક સમયમાં ફરજીયાદ કરી દેવામાં આવશે.

એનસીઆરબીએ એક સિસ્ટમ બનાવ્યું છે, જે હેઠળ પાસપોર્ટ મળવા અથવા બનતા સમયે એક એક અઠવાડીએ પોલીસ વેરિફિકેશન કરી લેવામાં આવશે. તેના માટે અરજદારે તે પોલીસ સ્ટેશનનું સરનામુ આપવાનું રહશે જે વિસ્તારમાં તે રહે છે.

English summary
Heres good news for owners of Aadhaar card. If you have it, you can now get your passport in 10 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X