For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Must Read: આ જીવલેણ ગરમીમાં શું કરવું શું ના કરવું જોઇએ...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 મે: આ સમયે આખો દેશ કાળજાળ ગરમીની માર જેલી રહ્યો છે. લૂના કારણે મરનારાઓનો આંકડો 1000ને પાર થઇ ગયો છે. હવામાન વિભાગે તો આવનારા દિવસોમાં પણ ગરમીની હાલત આવી જ રહેવા દેવાની જાહેરાત કરી છે. સુરજ આગ વરસાવી રહ્યો છે જેના કારણે સામાન્ય જનમાનસનું ઘરેથી નિકળવું જ મુશ્કેલ થઇ ગયું છે.

સૌથી વધારે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા પર વધારે ગરીમનો પ્રકોપ છે, અત્રે ગરમીના કારણે 551 લોકોના મોત થયા છે. જ્યારે તેલંગાણામાં 215 લોકોના મોતની ખરાઇ કરવામાં આવી છે. હૈદરાબાદ હવામાન વિભાગે લૂનો પ્રકોપ ચાલુ રહેવાની આગાહી કરી છે.

આ હાલ યૂપી, એમપી, બિહાર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાનનો પણ છે જ્યાં ગરમીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઉત્તરપ્રદેશ સરકારે તો એવી જાહેરાત પણ કરી છે કે બહાર નિકળતા ખુદને યોગ્ય રીતે ઢાકી લો.

આવો જાણીએ કે ગરમીના પ્રકોપથી બચવા માટે શું કરવું જોઇએ...

શર્દી, માથાનો દુ:ખાવો, પરસેવો આવવો..અર્થાત લૂ લાગવી

શર્દી, માથાનો દુ:ખાવો, પરસેવો આવવો..અર્થાત લૂ લાગવી

જો આપને અચાનક લૂ લાગી જાય અથવા માથાનો દુ:ખાવો થવા લાગે અથવા ખૂબ જ તરસ લાગે તો સમજવું કે આપને લૂ લાગી ગઇ છે.

ઘણુ બધુ પાણી પીવો

ઘણુ બધુ પાણી પીવો

ગરમીમાં પાણી વધારે પીવું જોઇએ. એક સાથે વધારે પાણી ના પી શકો તો થોડી-થોડી વારે પીવો.

હંમેશા છાયડામાં જ ઊભા રહેવું

હંમેશા છાયડામાં જ ઊભા રહેવું

જો આપ તડકામાં કામ કરતા હોવ તો વચ્ચે વચ્ચે છાયડામાં પણ ઊભા રહેવું જોઇએ. સતત તડકામાં ઊભા ના રહો.

કોટનના કપડા

કોટનના કપડા

હળવા, ઢીલા અને ખુલ્લા કોટનના કપડ઼ા પહેરવાથી આપને રાહતની અનુભૂતી થશે.

ખુદને સંપૂર્ણ રીતે ઢાંકી દો

ખુદને સંપૂર્ણ રીતે ઢાંકી દો

જ્યારે પણ બહાર નિકળો કોટનના રૂમાલ અથવા દુપટ્ટાથી આપના મોઢા અને માથાના ભાગને ઢાંકી દો.

આંખો પર ચશ્મા

આંખો પર ચશ્મા

જ્યારે પણ આપ બહાર નિકળો આંખો પર સનગ્લાસ ચોક્કસ પહેરો, અને બને તો છત્રીનો પણ ઉપયોગ કરો.

માથાના ભાગને પણ ઢાંકી દો

માથાના ભાગને પણ ઢાંકી દો

જ્યારે પણ બહાર નિકળો કોટનના રૂમાલ અથવા દુપટ્ટાથી આપના મોઢા અને માથાના ભાગને ઢાંકી દો.

માથાને તકડાથી બચાવો

માથાને તકડાથી બચાવો

ખુલ્લા માથે તડકામાં ફરવું જોઇએ નહીં, નહીંતર ગરમીની અસર આપના મગજ પર થઇ શકે છે.

તડકામાં કસરત

તડકામાં કસરત

ઘણા લોકો તડકામાં પણ કસરત કરતા હોય છે, જે હિતાવહ નથી.

બાળકો અને પ્રાણીઓનો ખ્યાલ રાખો

બાળકો અને પ્રાણીઓનો ખ્યાલ રાખો

બાળકો હંમેશા તડકામાં રમવા જતા રહેતા હોય છે, તેમને રોકવા જોઇએ અને પ્રાણીઓને પણ તડકામાં બાંધી રાખવા જોઇએ નહીં.

દારૂનું સેવન ના કરો

દારૂનું સેવન ના કરો

આવી ગરમીમાં દારૂ અને હાર્ડ ડ્રિંકનું સેવન કરવું જોઇએ નહીં, જેની આડ અસર થઇ શકે છે.

ટાઇટ કપડા ના પહેરો

ટાઇટ કપડા ના પહેરો

ગરમીમાં ટાઇટ, કાળા અને જીન્સ જેવા વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઇએ.

બંદ ઓરડામાં જમવાનું ના બનાવો

બંદ ઓરડામાં જમવાનું ના બનાવો

બંદ ઓરડામાં જમવાનું ના બનાવવું જોઇએ, આ દરમિયાન બારી-દરવાજા ખુલ્લા રાખવા જોઇએ.

English summary
As the nation reels under the intense heat wave, high temperatures throughout the country continue to make Indians uncomfortable. Here Are The Dos And Donts Prescribed By The National Disaster Management Authority.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X