For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, કેવી રીતે આસુમલ બન્યો સંત આસારામ

|
Google Oneindia Gujarati News

યૌન શોષણથી લઇને જમીનના અતિક્રમણ સુધીના આરોપોથી ઘેરાયેલા આસારામ બાપુનો સાચો ચહેરો કયો છે? તેને જાણવાની દરેકે મથામણ શરૂ કરી દીધી છે. જેમાં આસારામ બાપુ એટલે કે આસુમલનો અતિત સામે આવ્યો. આઇબીએન 7ના એક એહેવાલ અનુસાર આસુમલે ચાની દૂકાનથી લઇને દૂધની દૂકાન સુધી નોકરી કરી. આસારામના અતિતને જાણનારાઓ અનુસાર આસુમલ અને આસારામમાં એક સમાનતા પણ છે. આસારામ પર પણ ગંભીર આરોપો લાગેલા છે અને આસુમલ પર પણ અનેક ગંભીર આરોપો લાગેલા હતા.

17 એપ્રીલ 1942ના બરાની ગામ, નવાબશાહ(આજનું પાકિસ્તાન)માં વ્યવસાયે વ્યાપારી થિઉમલ સિરુમલાની અને મેંહગી બાના ઘરે એક બાળકનો જન્મ થયો. માં-બાપે પુત્રનું નામ આસુમલ રાખ્યું. આસુમલે થોડોક જ સમય પાકિસ્તાનમાં વિતાવ્યો. વિભાજન સમયે ઉજડનારા લાખો પરિવારોમાં થિઉમલનો પરિવાર પણ હતો.

પુત્ર આસુમલને લઇને પરિવાર અમદાવાદ પાસે મણિનગરમાં આવીને વસ્યો, પરંતુ થિઉમલ પરિવારનો સાથ લાંબો સમય સુધી આપી શક્યા નહીં અને તેમનું નિધન થઇ ગયું. થિઉમલના નિધન બાદ બાળપણમાં જ પરિવારની જવાબદારી આસુમલના ખભા પર આવી ગઇ. આસુમલ મેહસાણાના વિજાપુર ગામે જતા રહ્યાં, જે સમયે બૃહદ મુંબઇ હતું. ગુજરાત પણ આ રાજ્યનો ભાગ હતું.

આઇબીએન 7ના અહેવાલ અનુસાર વાત 1958-59ની છે, પરંતુ મેજિસ્ટ્રેટ ઓફિસની બહાર એક ચાની દૂકાન આજે પણ છે, આસુમલને જાણનારાઓનું કહેવું છે કે ક્યારેક આ દૂકાન પર આસુમલ બેસતાં હતા. આ દૂકાન આસુમલના સંબંધી સેવક રામની હતી. જાણકારો અનુસાર, આસુમલે લાંબા સમય સુધી ચાની દૂકાન ચલાવી. તે સમયે તે લાંબી દાઢી રાખતા હતા. અતિત જાણકારાઓની વાત માનીએ તો આસારામનો વિવાદો સાથેનો નાતો જૂનો છે. આઇબીએન 7એ સ્થાનિક લોકોના હવાલાથી જણાવ્યું છે કે, 1959માં આસુમલ અને તેમના સંબંધીઓ પર દારૂના નશામાં હત્યાનો આરોપ પણ લાગ્યો હતો. જો કે, પુરાવા નહીં મળવાના કારણે આસુમલને છોડી મુકવામાં આવ્યા હતા.

60ના દશકાની વાત

60ના દશકાની વાત

60ના દશકામાં આસુમલ વિજાપુર છોડીને અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવીને વસ્યા. અહીં પણ આસુમલના અતિત સાથે જોડાયેલી ચોંકાવી દે તેવી વાતો જાણવા મળી. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આસુમલ એક સમયે તેમનો મિત્ર હતો અને તે અન્ય ચાર ભાગીદારો સાથે મળીને દારૂ વેચવાનો ધંધો કરતો હતો. તે તેમની દૂકાનેથી જ દારૂ ખરીદતો હતો અને બજારમાં વેચીને મોટો નફો રળતો હતો. ત્રણેક વર્ષ સુધી દારૂનો ધંધો કર્યા બાદ આસુમલ દૂધની દૂકાન પર કામ કરવા લાગ્યો અને થોડાક સમય બાદ તે ક્યાંક ગાયબ થઇ ગયો.

70ના દશકાની વાત

70ના દશકાની વાત

અમુક વર્ષો સુધી ગાયબ રહ્યાં બાદ આસુમલ દુનિયાની સામે આસારામ બનીને આવ્યો. એ આસારામ જે પ્રવચન આપે છે, જે ભક્તોની નજરમાં એક આધ્યાત્મિક ગુરુ છે. આસુમલ એક સામાન્ય શહેરીમાંથી આધ્યાત્મિક ગુરુ આસારામ કેવી રીતે બન્યો તે પણ એક રોચક કહાણી છે. આ વાત છે 70ના દશકાની. માહિતી અનુસાર આસુમલના માતાજી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતા હતા. માતાનો પ્રભાવ જ તેમને આધ્યાત્મ તરફ લઇ ગયો. આસુમલ પહેલા કેટલાક તાંત્રિકોના સંપર્કમાં આવ્યો. આ તાંત્રિકોએ આસુમલને સમ્મોહનની કળા પણ શિખવી. તે પ્રવચન પણ આપવા લાગ્યો પરંતુ તેમાં તે સંપૂર્ણપણે માહિર નહોતો થયો.

લગ્નથી બચવા ઘરેથી ભાગી ગયા

લગ્નથી બચવા ઘરેથી ભાગી ગયા

આસુમલ આધ્યત્મ તરફ વળી જતા તેમના પરિવારને ચિંતા થવા લાગી અને તેમના લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા. આસારામની અધિકૃત વેબસાઇટ અનુસાર લગ્નથી બચવા માટે આસારામ ઘરેથી ભાગી ગયા હતા. પરિવારજનો તે આસુમલ આઠ દિવસ બાદ ભરૂચના એક આશ્રમમાંથી મળ્યા. આખરે પરિવારની જીદ સામે તેમને ઝુકવું પડ્યું અને તેમણે લક્ષ્મી દેવી સાથે લગ્ન કરી લીધા.

બનાસકાંઠામાં આસુમલને મળ્યા ગુરુજી

બનાસકાંઠામાં આસુમલને મળ્યા ગુરુજી

લગ્ન પછી પણ આસુમલનો આધ્યાત્મ પ્રમે યથાવત રહ્યો. આસુમલને એક ગુરુની શોધ હતી. કહેવાય છે કે તેમની શોધ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પૂર્ણ થઇ. આસુમલને લીલા શાહ બાપુના રૂપમાં ગુરુ મળ્યા. આસુમલના અતિતને જાણનારાઓના કહેવા અનુસાર તે લીલાશાહ બાપુ પાસે થોડોક સમય રહ્યાં. અહીં જ તેમનું નામ આસુમલથી બદલીને આસારામ થઇ ગયું. એક નવા નામ અને નવી ઓળખ સાથે આસારામ અમદાવાદના મોટેરામાં આવી ગયા.

સાબરમતીના કિનારે બનાવ્યું આશ્રમ

સાબરમતીના કિનારે બનાવ્યું આશ્રમ

આસારામે સાબરમતી નદીના કિનારે એક કાંચુ આશ્ચમ બનાવ્યું. ધીરે-ધીરે પોતાના પ્રવચનોથી આસારામ લોકપ્રિય થઇ ગયા. તેમની સાતે ભક્તો જોડાવા લાગ્યા. પછી એ દોર આવ્યો કે આસારામ ટેલીવિઝન પર પણ આવવા લાગ્યા. ટેલીવિઝન પર આવતા તેમના પ્રવચન લોકપ્રિય થવા લાગ્યા, દેશભરમાં ભક્તોની સંખ્યામાં વધારો થઇ ગયો. દેશભરમાં ફેલાયેલા આશ્રમોની સંખ્યા 400 સુધી પહોંચી ગઇ અને ધીરે-ધીરે તેઓ દેશના મોટા આધ્યાત્મિક ગુરુઓની જમાતમાં સામેલ થઇ ગયા.

English summary
How asaram bapu became a saint
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X