For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે નક્કી કરશો કે 500ની નોટ અસલી છે કે નકલી!

|
Google Oneindia Gujarati News

નકલી નોટોનો ગોરખ ધંધો બોર્ડર પારથી દેશમાં ચાલી રહ્યો છે, અથવા એમ કહો આપની મહેનતની કમાણી પર પાણી ફેરવી રહી છે આ પ્રવૃત્તિ. જોકે નકલી નોટોને લઇને સરકાર ખૂબ જ જરૂરી પગલા ભરી રહી છે. સાથે જ આરબીઆઇએ આના માટે નિયમોને સખત કરવા તરફ બીડું ઝડપ્યું છે. આરબીઆઇએ તેના માટે 2005 પહેલા છપાયેલી 500ની ચલણી નોટોને ઝલદીથી બદલી લેવા જણાવ્યું છે, નહીંતર તે નકામી થઇ જશે. પરંતુ આની સાથે સાથે તમારે પણ સાવધાન રહેવાની જરૂરી છે.

નકલી નોટો માટે આરબીઆઇએ તમામ બેંકો દિશાનિર્દેશ જારી કર્યા છે કે જો કોઇ ગ્રાહકની પાસે નકલી નોટ મળે છે તો તેના નોટ પર રિઝેક્ટેડ લખી દેવામાં આવે જેનાથી તે નોટ ફરીથી બજારમાં ફરતી ના થાય. એવામાં જરૂરી છે જ્યારે પણ આપ કોઇની પાસેથી નોટ લો તો આ સાવચેતીઓ ચોક્કસ રાખો.

  • નકલી નોટના કાગળને અડવાથી તે અસલી નોટથી અલગ તરી આવે છે.
  • નકલી નોટમાં વધારે K00, BH00, K00 ની સીરિઝની હોય છે.
  • નોટોને ચેક કરવા માટે તેને પ્રકાશમાં જોઇ શકાય છે.
  • પ્રકાશમાં જોવા પર ખાલી જગ્યામાં ગાંધીજીની તસવીરને સ્પષ્ટરીતે જોઇ શકાય છે, જે લાઇટ અને શેડ બંને પ્રકારની હોય છે.
  • નોટની જમણી બાજુ ગાંધીજીની તસવીરની નીચે ગોળ બનેલા ચિહ્નમાં આરબીઆઇની સીલ લાગેલી હોય છે જે ઉભરેલી હોય છે.
  • નોટના ખાલી જગ્યામાં વૉટર માર્ક હોય છે જે સરળતાથી જોઇ શકાય છે.
  • પાંચસોની નોટ પર ગોળ નિશાન, એક હજારની નોટ પર ચતુર્ભુજનું નિશાન હોય છે.

સ્લાઇડરમાં જુઓ કેવી રીતે નક્કી કરશો નોટ અસલી છે કે નકલી....

નકલી નોટ કેવી રીતે ઓળખશો?

નકલી નોટ કેવી રીતે ઓળખશો?

નકલી નોટને કેટલીંક જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે, જેનાથી નકલી નોટથી બચી શકાય છે.

અડધુ લખેલું હોય છે

અડધુ લખેલું હોય છે

નોટની ડાબી તરફ બનેલ ફૂલમાં 500 લખેલું હોય છે, જે અડધૂ સ્પષ્ટ વાંચી શકાય છે, જ્યારે અડધુ વોટરમાર્ક હોય છે.

તસવીરની ઉપર 500 લખેલું હોય છે

તસવીરની ઉપર 500 લખેલું હોય છે

નોટ પર ખાલી જગ્યા પર ગાંધીજીની તસવીર બનેલી હોય છે, જેની પર 500 લખેલું હોય છે, જેને સરળતાથી વાંચી શકાય છે.

લીલા અને વાદળી રંગની શ્યાહીથી લખેલું હોય છે 500

લીલા અને વાદળી રંગની શ્યાહીથી લખેલું હોય છે 500

નોટની વચ્ચે 500 લખેલું હોય છે, જેમાં લીલા અને વાદળી રંગની શ્યાહીનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. જે ત્રાસું કરવાથી જોઇ શકાય છે.

સુરક્ષા નિશાન અલ્ટ્રા વાયલેટ પ્રકાશમાં દેખાય છે

સુરક્ષા નિશાન અલ્ટ્રા વાયલેટ પ્રકાશમાં દેખાય છે

નોટની ડાબી બાજુ એક નંબર હોય છે જેની પર સુરક્ષા નિશાન બનેલ હોય છે, જેને અલ્ટ્રા વાયલેટ લાઇટમાં સરળતાથી જોઇ શકાય છે.

પટ્ટી પર આરબીઆઇ

પટ્ટી પર આરબીઆઇ

નોટ પર લીલા રંગની એક પટ્ટી બનેલી હોય છે જેને આરબીઆઇ અને ભારત લખેલું હોય છે જેને જેને ત્રાસુ કરીને જોવાથી વાદળી રંગનું દેખાય છે.

અડવાથી અનુભવી શકાય છે

અડવાથી અનુભવી શકાય છે

નોટ પર વચ્ચે પાંચસો રૂપિયા લખેલા હોય છે જેને અડવાથી ઉપસેલું અનુભવી શકાય છે.

બોર્ડર પર લખેલ 500ને નજીકથી વાંચી શકાય છે

બોર્ડર પર લખેલ 500ને નજીકથી વાંચી શકાય છે

નોટની જમળી બાજુ ગાંધીજીની તસવીરની પાસે લીલા રંગની બોર્ડર બનેલી હોય છે જેની પર 500 લખેલું હોય છે, જેને નજીકથી જોવાથી સ્પષ્ટપણે જોઇ શકાય છે.

અત્રે આરબીઆઇ, 500 લખેલું હોય છે

અત્રે આરબીઆઇ, 500 લખેલું હોય છે

નોટ પર બનેલી ગાંધીજીની તસવીરમાં કાન પાસે આરબીઆઇ અને 500 લખેલું હોય છે જેને મેગ્નિફાયર ગ્લાસથી જોઇ શકાય છે.

હાથથી અડકવાથી અનુભવાય છે

હાથથી અડકવાથી અનુભવાય છે

નોટની જમણી તરફ ગોળ નિશાન બનેલું હોય છે જેને આંખ બંધ કરીને અડવાથી પણ અનુભવી શકાય છે.

નોટના છાપવાનું વર્ષ લખેલું હોય છે

નોટના છાપવાનું વર્ષ લખેલું હોય છે

નોટની પાછળ નીચેની બાજું નોટ છપાયાનું વર્ષ લખેલું હોય છે.

દૂરથી જોતા ફૂલ આખું દેખાય છે

દૂરથી જોતા ફૂલ આખું દેખાય છે

નોટ પર બનેલ ફૂલનો હિસ્સો જે અડધો દેખાય છે તેને દૂરથી જોવાથી આખું 500 દેખાય છે.

English summary
By giving some extra attention while taking notes you can avoid to become the victim of fake notes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X