For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વાંચ્યા બાદ આપ ક્યારેય નહીં પીવો કાગળના કપમાં ચા!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 માર્ચ: જો આપ આપની ઓફિસ અથવા તો લગ્ન-પાર્ટીઓમાં પેપર કપમાં ચા કે કોફી પીતા હોવ તો જરા અત્રે આપેલી માહિતીને જરા ધ્યાનથી વાંચજો. બની શકે છે કે આ માહિતીને વાંચ્યા બાદ આપ પેપર કપનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશો.

હા જે કપને આપ પેપર અથવા કાગળનો માનીને નિશ્ચિંતપણે તેનો ઉપયોગ કરો છો, તે અસલમાં ખૂબ જ ખતરનાખ છે. તાજા અહેવાલ અનુસાર આ પેપરના કપોમાં ચા અથવા કોઇ પણ ગરમ પીણાનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હકિકત એ છે કે આ કાગળના કપને બનાવવા માટે તેમા વપરાતો ગુંદર અને કેમિકલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

paper cup
વિશ્લેષકો અનુસાર આ પ્યાલાને બનાવવામાં રિસાયકલ કરીને પેપરનો પ્રયોગ કરવામાં આવે છે. એવામાં પેપર પર પહેલાના ઘણા ઘાતકી કેમિકલ લાગેલા હોય છે. વિશ્લેષકો અનુસાર આ કપમાંથી કેમિકલને સાફ કરવાની કોઇપણ વિધિ હજી સુધી પ્રચલનમાં નથી.

આ પેપર કપોમાં લગાવવામાં આવેલ ગુંદર અને કેમિકલ્સમાં જ્યારે ગરમ ચા કે કોફી નાખવામાં આવે છે તો તે કેમિકલ પીણામાં ભળી જાય છે. અને આ કેમિકલ આપણા આંતરડામાં સોઝા, કેંસર, ગળામાં એલર્જી, કિડનીમાં સોઝા, જેવી ઘણી બિમારીઓને પેદા કરી શકે છે. એટલું જ નહીં તેમાં બ્લડ કેંસર, ટીબી અને બ્રેઇન એટેકની સંભાવના પણ વધી જાય છે.

English summary
People are using Paper Cup for tea and Coffee, but Here We show how these Paper cups are harmful for your health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X