For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri Special : પહેલા નોરતે કરો માં શૈલપુત્રીની પૂજા આ રીતે

નવલી નવરાત્રીના પહેલા દિવસે થાય છે શૈલપુત્રીની પૂજા. જાણો કેવા મંત્ર અને પૂજાવિધિથી કરવી શૈલપુત્રીની પૂજા. નવ દિવસો દરમિયાન કેવી રીતે નવ અલગ અલગ દેવીઓની પૂજા કરશો જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

માં દુર્ગાનું પ્રથમ આદિ સ્વરૂપ શૈલપુત્રી તરીકે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ લેવાથી ભગવતીને શૈલપુત્રી કહેવામાં આવે છે. ભગવતીનું વાહન વૃષભ છે. અને માં ના જમણાં હાથણાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ પુષ્પ બિરાજમાન છે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની અનુષ્ઠા કરી પૂજન કરવામાં આવે છે.

વધુમાં જ્યોતિષની દ્રષ્ટ્રિ પણ આજના દિવસ ખૂબ જ શુભ છે. આજના દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી તમારી રિદ્ધ સિદ્ધિમાં વધારા થશે તેવું જાણકારોનું કહેવું છે.

shelputri

હવે અમે તમને જણાવીશું કેવી રીતે શૈલપુત્રીની પૂજા કરાય અને કયા શ્ર્લોકનું પૂજન વખતે ધ્યાન ધરવું જોઇએ.

કોઇ એકાંત સ્થળ પર માટિથી વેદી બનાવી તેમાં જવ, ધઉં મૂકી તેની કલશ સ્થાપિત કરો. કળશ પર માતાની મૃર્તિનું સ્થાપન કરો. કળશની પાછળ સ્વસ્તિક અને બીજી બાજુ ત્રિશૂલ બનાવો.

ધ્યાન :
वंदे वांच्छितलाभायाचंद्रार्धकृतशेखराम्
वृषारूढांशूलधरांशैलपुत्रीयशस्विनीम्
पूणेंदुनिभांगौरी मूलाधार स्थितांप्रथम दुर्गा त्रिनेत्रा पटांबरपरिधानांरत्नकिरीटांनानालंकारभूषिता
प्रफुल्ल वदनांपल्लवाधरांकांतकपोलांतुंग कुचाम् कमनीयांलावण्यांस्मेरमुखीक्षीणमध्यांनितंबनीम्

સ્તોત્ર:-
प्रथम दुर्गा त्वहिभवसागर तारणीम्। धन ऐश्वर्य दायिनी शैलपुत्रीप्रणमाभ्यहम्॥ त्रिलोकजननींत्वंहिपरमानंद प्रदीयनाम्। सौभाग्यारोग्यदायनीशैलपुत्रीप्रणमाभ्यहम्॥ चराचरेश्वरीत्वंहिमहामोह विनाशिन। भुक्ति, मुक्ति दायनी,शैलपुत्रीप्रणमाभ्यहम्॥ चराचरेश्वरीत्वंहिमहामोह विनाशिन। भुक्ति, मुक्ति दायिनी शैलपुत्रीप्रणमाभ्यहम्॥

કવચ:-
ओमकार:में शिर: पातुमूलाधार निवासिनी। हींकार,पातुललाटेबीजरूपामहेश्वरी॥ श्रीकार:पातुवदनेलज्जारूपामहेश्वरी। हूंकार:पातुहृदयेतारिणी शक्ति स्वघृत॥ फट्कार:पातुसर्वागेसर्व सिद्धि फलप्रदा।

શૈલપુત્રીના પૂજનથી મૂલાધાર ચક્ર જાગૃત થાય છે. જેનાથી અનેક પ્રકારની ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે.

English summary
During the festival of Navratri, Goddess Durga Devi is worshiped in nine avatars. During these nine holy days, each day of goddess Durga Mata is worshiped in different avatara. On the first day of navratri, we will tell to how to worship Shelputri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X