For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના સ્માર્ટફોનને આ રીતે બનાવો ટીવીનું રિમોટ

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] રિમોટ કંટ્રોલ એટલે કે એક એવું ડિવાઇસ જેની મદદથી કોઇ અન્ય ગેજેટને કંટ્રોલ કરી શકો છો. જેમ કે ટીવી રિમોટ, કાર રિમોટ, હોમ એપ્લાઇન્સિસ રિમોટ, પરંતુ અલગ અલગ ડિવાઇસિસને કંટ્રોલ કરવા માટે અલગ અલગ રિમોટ પ્રયોગ કરવા કરતા સારું છે કે એક એવું રિમોટ હોય જેની મદદથી આપણે તમામ ડિવાઇસિસને કંટ્રોલ કરી શકીએ.

જેને આપણે યૂનિવર્સલ રિમોટ કંટ્રોલ પણ કહી શકીએ છીએ. બજારમાં આપને ઘણા યૂનિર્સલ રિમોટ કંટ્રોલ મળી જશે. પરંતુ આપની પાસે એક સારો સ્માર્ટફોન છે તો તેને પણ રિમોટ કંટ્રોલની જેમ પ્રયોગ કરી શકાય છે. બસ તેના માટે આપે સ્માર્ટફોનમાં કેટલીક એપ્લિકેશન ઇંસ્ટોલ કરવી પડશે.

આવો એક નજર કરીએ કેવી રીતે આપના સ્માર્ટફોનને બનાવશો રિમોટ કંટ્રોલ...

હોમ એપ્લાયંસ કંટ્રોલ કરવા માટે

હોમ એપ્લાયંસ કંટ્રોલ કરવા માટે

હોમ ઓટોમેશન બનાવનાર કંપની કેસ્ટ્રોન પણ મોબાઇલ રિમોટ કંટ્રોલ એપ્લીકેશન પ્રોવાઇડ કરે છે. જેની મદદથી આપ આપના સ્માર્ટફોનને રિમોટ કંટ્રોલની જેમ પ્રયોગ કરી શકો છો. એપ્લીકેશન વાઇફાઇની મદદથી કનેક્ટ થઇને હોમએપ્લાઇન્સને કંટ્રોલ કરે છે. એંડ્રોઇડ યૂઝર્સ માટે એપ્લિકેશન બે વર્ઝનમાં ઉપલબ્ધ છે જેમાં પહેલું વર્ઝન ફ્રી છે જ્યારે અન્ય વર્ઝન ફ્રી છે જ્યારે બીજા વર્ઝન પ્રોને ડાઉનલોડ કરવા માટે 5000 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત એપ્લીકેશનને આઇટ્યૂન્સથી પણ ડાઉનલોડ કરી શકાય છે. એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

કમ્પ્યુટરને કંટ્રોલ કરવા માટે

કમ્પ્યુટરને કંટ્રોલ કરવા માટે

પીસીને કંટ્રોલ કરવા માટે આપ આપના સ્માર્ટફોનમાં જીમોટ એપ્લીકેશન ફ્રીમાં ઇંસ્ટોલ કરી શકો છો. તેના માટે સૌથી પહેલા આપે આપના મોબાઇમાં જીમોટ ક્લાઇંટ એપ્લીકેશન ઇંસ્ટોલ કરવી પડશે ત્યારબાદ આપના પીસમાં જીમોટ સર્વર ઇંસ્ટોલ કરવું પડશે. સર્વર ઇંસ્ટોલ કર્યા બાદ આપ આપના ફોનને પીસીને કંટ્રોલ કરી શકશો. એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

Touch mouse application

Touch mouse application

લોજિટેકની નવી એપ્લીકેશનથી આપ આપના આઇફોન અને આઇપૉડ ટચને તમારા પીસીના કીબોર્ડ અને ટ્રેક પેડની જેમ ઉપયોગ કરી શકો છો. ટચ માઉસને વાઇફાઇની મદદથી પ્રયોગ કરી શકાય છે. એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

રિમોટ માઉસ

રિમોટ માઉસ

રિમોટ માઉસ એપની મદદથી આપ આપના ફોનને વાયરલેસ રિમોટ કંટ્રોલમાં બદલી શકો છો. એપમાં ટચ કીબોર્ડ, ટચ પેડ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવેલા છે. એટલે કે રિમોટ માઉસની મદદથી આપ આપના ફોનને પ્રેજેંટેશન માટે પ્રયોગ કરી શકો છો.

એલજી ટીવી રિમોટ

એલજી ટીવી રિમોટ

એલજી ટીવી રિમોટ એપ્લિકેશનને આપ આપના ફોનમાં ઇંસ્ટોલ કરીને એલજી ટીવી ઉપરાંત અન્ય એપ્લાઇંસ કંટ્રોલ કરી શકો છો, એલજી ટીવી રિમોટ આઇઓએસ અને એંડ્રોઇડ બંને પ્લેટફોર્મમાં ડાઉનલોડ કરી શકાય છે.

English summary
Believe it or not, you can actually use your smartphone as a universal remote from the equipment attached to your phone to the device you want to control.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X