For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇડિયાએ લૉંચ કર્યું બેટરી ઓપરેટેડ 3જી ડોંગલ 'smartwifi hub'

|
Google Oneindia Gujarati News

આઇડિયા સેલ્યુલર છે સ્માર્ટવાઇફાઇ હબ નામથી નવું વાઇ-ફાઇ ડોંગલ લોંચ કર્યું છે જેમાં એક સાથે 10 ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે. આ ડોંગલની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 1500 એમએએચ બેટરી આપવામાં આવેલી છે એટલે કે આપ લેપટોપમાં કનેક્ટ કર્યા વગર જ ડોંગલથી વાઇફાઇ કનેક્ટ કરી શકો છો. જોકે આઇડિયાએ હજી ડોંગલમાં આપવામાં આવેલ બેટરી બેકપ અંગે કોઇ જાણકારી આપી નથી.

2,999 રૂપિયાના સ્માર્ટવાઇફાઇ હબમાં 1 મહિનાની વેલિડીટીની સાથે 6 જીબી 3જી ડેટા આપવામાં આવી રહ્યો છે. જેને વિંડો એક્સપી, વિંડો વિસ્ટા, વિંડો 7 અને વિંડો 8ની સાથે કનેક્ટ કરી શકાય છે.

idea
સ્માર્ટવાઇફાઇ હબ ડોંગલમાં 900 મેગાહર્ટથી લઇને 2100 મેગાહર્ટ બેંડ સપોર્ટ આપવામાં આવેલો છે. 10 ડિવાઇસીસમાં યૂઝર ઇચ્છે તો લેપટોપ, ટેબલેટ અથવા તો સ્માર્ટફોન કનેક્ટ કરી શકે છે.

આઇડિયાની માનીએ તો નવું 3જી વાઇફાઇ ડોંગલ ભારતમાં આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને તેલંગાણા સિવાય કેરળ, જમ્મુ, કાશ્મીર, ગોવા, હરિયાણા, ગુજરાતમાં તમામ 3જી સ્ટોરમાં ઉપલબ્ધ છે.

આ પહેલા સપ્ટેમ્બરમાં આઇડિયા મેગના અને મેગના એલ નામથી બે ડ્યુઅલ સિમ 3જી સ્માર્ટફોન લોંચ કરી ચૂકી છે. જેની કિંમત 4,999 રૂપિયા અને 6250 રૂપિયા હતી. બંને સ્માર્ટફોન એંડ્રોઇડ કિટકેટ પર રન કરે છે જે આઉટ ઓફર બોક્સ થઇ ચૂકી છે.

English summary
Idea Cellular on Wednesday launched the 'Smartwifi Hub' a 3G Wi-Fi dongle or hub that can connect up to 10 devices, and comes with a built-in 1500mAh battery for portability.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X