For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આપ ભૂત-પ્રેતને મળવા માંગો છો, તો કરો આ કામ..!

|
Google Oneindia Gujarati News

હંમેશા ભૂત, પ્રેત અને ચૂડેલને મળવાની વાર્તાઓ આપણે સાંભળતા આવ્યા છીએ શું આપ વાસ્તવિક જીવનમાં ક્યારેય કોઇ ભૂતને મળ્યા છો. તંત્ર-મંત્રના જાણકારો અનુસાર કેટલાંક સરળ ઉપાયો અને ટોટકાઓ કરવાથી ભૂત-પ્રેતો સાથે મુલાકાત થઇ શકે છે. જોકે વાતમાં કેટલો દમ છે એની ગેરંટી લઇ શકાય નહીં.

આપણા સમાજમાં બે પ્રકારની માન્યતા ધરાવતા લોકો વસે છે. એક એવા લોકો જે સ્પષ્ટ મત ધરાવે છે કે ભૂત-પ્રેત જેવું કંઇ હોતું જ નથી, જ્યારે બીજા એવા પ્રકારના લોકો છે જેઓ ભૂત-પ્રેતમાં વિશ્વાસ રાખે છે અને તેમનું પણ માનવું એવું છે કે અમૂક તાંત્રિક વિદ્યા દ્વારા ભૂતો સાથે ભેટો થઇ શકે છે. અત્રે અમે એવી કેટલીંક રીતોની વાત કરવા જઇ રહ્યા છીએ. જોકે એનો અર્થ એ નથી કે વનઇન્ડિયા આવી તાંત્રિક વિદ્યામાં માને છે કે તેને સમર્થન કરે છે...

ઉઇજા બોર્ડ બનાવો:
આવા પ્રકારનું બોર્ડ બનાવવું પશ્ચિમી દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે, અને બનાવવામાં તે ખૂબ જ સરળ પણ છે. ઉઇજા બોર્ડ બનાવવા માટે એક પ્લેન પેપર પર એથી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરો તથા શૂન્યથી નવ સુધીના અંકો એક ગોળ સર્કલમાં લખી લો. ત્યારબાદ એક શાંત અંધારા ઓરડામાં રાત્રિના નવ વાગ્યા બાદ પોતાના કોઇ મિત્રની સાથે બેસી જાવ. પ્રકાશ માટે માત્ર એક મીણબત્તી અથવા દીપક સળગાવી લો અને જે પણ આત્માને બોલાવવા ઇચ્છતા હોવ તેને ઉઇજા બોર્ડ પર આવવાનું નિમમંત્રણ આપો. થોડી જ વારમાં આત્મા ત્યાં હાજર થઇને આપના પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપવાનું શરૂ કરી દેશે. પાછી મોકલવા માટે આત્માને પ્રણામ કરી પાછા જવાની વિનંતિ કરો અને ઊભા થઇ જાવ.

સ્મશાનમાં પ્રેતોના આહ્વાન દ્વારા:
રાત્રે કોઇ પણ સ્મશાન અથવા કબ્રસ્તાનમાં જાવો અને ત્યાં કંઇક મીઠું સાથે લઇ જાવ. ત્યાં આવેલા કોઇ વૃક્ષના મૂળીયા બાજું તે ગળ્યા પદાર્થને મૂકીને વૃક્ષ પર પ્રેતાત્માને તેને સ્વીકાર કરવાનો આગ્રહ કરો. જો પ્રેતાત્મા તેને સ્વીકાર કરી લેશે તો તે સાક્ષાત આપની સામે આવીને આપને દર્શન આપશે, અને આપની સાથે વાતચીત કરશે. પરંતુ આ પ્રયોગ અત્યંત ખતરનાક સાબિત થઇ શકે છે કોઇ અનુભવી ગુરુની ઉપસ્થિતિમાં જ કરવું યોગ્ય રહેશે.

મંત્રોના પ્રયોગ દ્વારા:
તાંત્રિક ગ્રંથોમાં કેટલાંક એવા મંત્રોનો પ્રયોગ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ કરવાથી પ્રેતાત્મા તુરંત આપની સામે હાજર થઇને આપનું કાર્ય કરશે. પરંતુ આ પ્રયોગોમાં અત્યંત સાવધાની રાખવાની જરૂર છે, નહીંતર એ પ્રેતાત્મા આપની પર પણ હુમલો કરીને આપને પણ પ્રેત લોકમાં લઇ જશે.

ધ્યાન-યોગ દ્વારા:
પ્રાણાયામ અને ધ્યાન યોગ દ્વારા પણ ભૂતો સાથે સાક્ષાત્કાર કરવો સંભવ છે. વાસ્તવિકતામાં ભૂત-પ્રેત અતિન્દ્રિય ચેના સંમ્પન શક્તિ બને છે. તેમના લોકમાં પ્રવેશ કરવા અથવા તેમને જોવા માટે તેમની જ ચેતનાના સ્તર પર આવવું પડે છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી પ્રાણાયામ તથા ધ્યાનનો અભ્યાસ કરે છે તો તે સહજતાથી જ ભૂત-પ્રેતને જોવામાં સક્ષમ બની જાય છે.

hanuman
પોતાની જાતને ભૂત-પ્રેતોથી કેવી રીતે બચાવશો:

જો આપનો ભૂત-પ્રેતોથી સાક્ષાતકાર થઇ જાય અને તે આપના કંટ્રોલની બહાર થઇ જાય તો તે નિશ્ચિતપણે ખૂબ જ ખરાબ સ્થિતિ બની રહેશે. બની શકે છે કે તે આપની પર પણ હુમલો કરી દે. એવામાં તમારી જાતને બચાવવા માટે નીચે આપેલા કોઇ એક ઉપાય કરવો જોઇએ.

1. તાત્કાલિક હનુમાનચાલિસાનો પાઠ શરૂ કરી દો. હનુમાનચાલિસા પૂરી થતા પહેલા ગમે તેવી પ્રેત આત્મા ભાગી જશે.
2. ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરી દો કોઇ પણ ભૂત-પ્રેત આપની પાસે નહીં આવે.
3. તમારા ઇષ્ટ દેવને યાદ કરો તથા માતા દૂર્ગાનો મંત્ર "ॐ એ હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચૈ"નો જાપ શરૂ કરી દો.

English summary
If you are interested to talk with ghost, Use these tantrik mantra methods.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X