For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રુખસાના કૌસર, કાશ્મીરમાં આતંકી સામે લડી આ છોકરી

રુખસાના કૌસર ભારતની તે દિકરી જેણે પિતા માટે આતંકીઓ સામે આપી લડત. એટલું જ નહીં લશ્કર એ તૈયબાના કમાન્ડરને તેણે મોતને ઘાટ પણ ઉતાર્યો.

By Chaitali
|
Google Oneindia Gujarati News

15મી ઓગસ્ટ હવે આવી રહી છે. આ પહેલા અમે ગુજરાતી વનઇન્ડિયા પર તમને રોજ એક એવો લેખ જણાવીશું, જેમાં તેવા ભારતના વીરો કે વીરાંગનાઓની વાત હશે જે પ્રસિદ્ધીથી દૂર રહ્યા હશે પણ તેમની બાહદૂરી અને દેશ માટેનો પ્રેમ તેમને બધાથી અલગ તારવીને મૂકી છે. ત્યારે આવા જ કેટલાક "અનસંગ હિરો"માં સૌથી પહેલા વાત કહીશું રુખસાના કૌસરની. રુખસાના કાશ્મીરની નિવાસી છે. જ્યાં દરરોજ કોઇને કોઇ આંતકી અથડામણ, પથ્થરમારી અને સર્ચ ઓપરેશન ચાલતા રહેતા હોય છે. અહીંના કેટલાક લોકો સેના વિરુદ્ધ વધુ અને આંતકીઓ તરફી વધુ કુણું વલણ ધરાવે છે. પણ આ તમામની વચ્ચે રુખસાના કૌસર એક નવી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે જાણો કોણ છે રુખસાના કૌસર અહીં...

સીમાની પાસે છે રુખસાનાનું ઘર

સીમાની પાસે છે રુખસાનાનું ઘર

રુખસાના કૌસર જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાની કલ્સી ગામની વતની છે. પોતાના માતા રાશિદા બેગમ, પિતા નૂર હસન અને ભાઇ એયાઝની સાથે તેણે રહે છે. સીમાથી તેનું ઘર 30 કિલોમીટરની દૂરીએ છે.

આતંકીઓ સાથે લડત

આતંકીઓ સાથે લડત

27 સપ્ટેમ્બર 2009ના રોજ ત્રણ કથિત પાકિસ્તાની આંતકી હથિયાર સાથે રુખસાનાના ઘરે આવી પહોંચ્યા જ્યાં તેમણે ખાવા પીવા અને રાતે સૂવા માટે આશ્રય માંગ્યો. રુખસાનાના પિતા નૂરે આતંકીઓને મદદ આપવાની ના પાડી તો આંતકીઓ જબરદસ્તી તેમના ઘર પર કબજો કરી લીધો. અને તેમણે નૂર મોહમ્મદને બંદૂકના બૂટથી મારવા લાગ્યા.

આતંકીઓથી લડત

આતંકીઓથી લડત

આ સમગ્ર ઘટના રુખસાના પલંગ નીચે છુપાઇને જોઇ રહી હતી. પણ પિતા પર હુમલો થતા જ તેણે કુલાડી લઇને આતંકીઓને મારવા દોડી. અને એક આતંકીના ગળા પર હુમલો કરી તેની જ એકે-47 છીણવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. રુખસાના અને તેના ભાઇને આંતકીઓ પર વળતો પ્રહાર કરતા આતંકીઓ ત્યાંથી ભાગી છૂટ્યા.

તે પછી શું?

તે પછી શું?

આ ઘટના પછી રુખસાના અને તેનો પરિવાર શાહદરા પોલિસ સ્ટેશન પહોંચ્યો અને ત્યાં હથિયારો જમા કરાવી સમગ્ર ઘટના જણાવી. જે આતંકીને રુખસાનાએ મારી નાંખ્યો હતો તેની ઓળખ લશ્કરન એ તૌયેબાનો કમાન્ડર અબુ ઓસામા તરીકે થઇ હતી. જે બાદ પોતાના અદમ્ય સહાસ માટે રુખસાના કૌસરને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર, સવોત્તમ જીવન રક્ષા પદક, સરદાર પટેલ એવોર્ડ, રાની લક્ષ્મીબાઇ વીરતા પુરસ્કાર, આસ્થા એવોર્ડ જેવા અનેક પુરસ્કારોની સન્માનિત કરવામાં આવી છે.

English summary
independence day rukhsana kausar the braveheart who axed-the terrorist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X