For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો પથારીવશ થવા ના માંગતા હોવ તો ચોક્કસ વાંચો...

|
Google Oneindia Gujarati News

[ધર્મ] આપણા દેશમાં આદિકાળથી કેટલીક પરંપરાઓ ચાલતી આવે છે. દેશના લોકો તેને પોતાના પૂર્વજોની આદત માનીને તેનું સતત નિયમન કરે છે. જેનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવામાં આવે તો માલૂમ પડે છે કે ભલે વિકાસની ગતિ વધી હોય પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે આપણા પૂર્વજો દ્વારા બનાવવામાં આવેલી આ પરંપરાનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે, જો આપણે સાચે જ એ વસ્તુઓ વિશે જાણીશું તો આપણે ક્યારેય ડોક્ટર પાસે જવાની જરૂરીયાત નહીં પડે અને કોઇ દવા ખાવાની જરૂર નહીં પડે.

આજે અમે આપને જણાવવા જઇ રહ્યા છીએ કે કેટલીંક પરંપરાઓ અંગે જે માત્રને માત્ર આપણને ખુશી જ નહીં પરંતુ આપણું સ્વાસ્થ્ય પણ સુધારે છે. એટલા માટે તો દાદી-નાનીના નુસ્ખા હંમેશા કારગર હોય છે, જેને આપ પણ આ આર્ટિકલને વાંચીને સાચા માનવા લાગશો.

આવો એક નજર કરીએ આવી આવી ભારતીય પરંપરાઓ પર...

કેળાના પત્તા પર ભોજન

કેળાના પત્તા પર ભોજન

સાઉથમાં લોકો કેળાના પત્તા પર ભોજન કરે છે, કેળાના પત્તા ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે, જેની સીધી અસર આપણા દિમાગ પર થાય છે, કેળાના પત્તાની હરિયાળી આંખોને શાતા અને ઠંડક ભોજન પચાવવામાં મદદ કરે છે.

ઊઘાડા પગે ચાલવું

ઊઘાડા પગે ચાલવું

ઊઘાડા પગે ચાલવાથી માણસનું શરીર સીધી રીતે જમીનના સંપર્કમાં આવે છે, જે વજન અને નર્વસ સિસ્ટમને બરાબર કરે છે.

ખાવાનું ખાતી વખતે પાણી ના પીવો

ખાવાનું ખાતી વખતે પાણી ના પીવો

ભોજન કરતી વખતે પાણી પીવું જોઇએ નહીં કારણ કે તેનાથી બે નુકસાન થાય છે, પહેલું એ કે આપનું ખાવાનું પચશે નહીં અને બીજું એ કે પાણીથી પેટ ભરી લેશો તો ઓછું ખવાશે જે મેટાબોલિઝમ માટે બરાબર નથી.

કાન-નાક છેદન

કાન-નાક છેદન

કાન-નાક છેદન કરવાથી યુવતીઓમાં માસિક ધર્મ નિયમિત રહે છે અને યુવકોમાં હાર્નિયાની ફરિયાદ નથી રહેતી.

રંગોલી બનાવવી

રંગોલી બનાવવી

રંગોલી બનાવવાથી મહિલાઓની અંદરથી સ્ટ્રેસ રિલીઝ થાય છે જે સ્વસ્થ જીવન માટે ખૂબ જ જરૂરી છે.

હાથથી ખાવું જોઇએ

હાથથી ખાવું જોઇએ

હાથથી ખાવાની આદત રાખવી જોઇએ જેનાથી આપની અંદર બહારના બેક્ટેરિયા પેટમાં નથી જતા અને ત્યાં જ બીજી બાજું હાથ અને આંગળીઓ એક્ટિવ રહે છે.

ઘી ખાવું

ઘી ખાવું

ઘી ખાવાથી દિમાગ મજબૂત થાય છે, સાથે જ વજન ઓછું થાય છે, એ ભ્રાંતિ છે કે ઘીથી વજન વધે છે, જો આપ ઘી ખાવ છો તો આપને વારંવાર ભૂખ નથી લાગતી, અને ઓછું ખાવ છો જેના કારણે મેદસ્વીપણું નથી આવતું.

મહેંદી લગાવવી

મહેંદી લગાવવી

મહેંદી હાથ અને વાળ બંને માટે સારી હોય છે, તેનાથી દિમાગ શાંત અને માઇગ્રેન જેવા રોગોથી છૂટકારો મળે છે.

English summary
Indian customs and rituals enrich the nation with culture and customs which have been followed over centuries. Some Ritual are very good for health and mind.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X