For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 વખત ગયા મનમોહન અમેરિકા પણ ઓબામાને 26 જાન્યુ.એ ના બોલાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાના કાર્યકાળમાં બીજી વાર ભારત આવી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિના ભારત પ્રવાસની સાથે જ દુનિયાના બે મોટા લોકતંત્રોની વચ્ચે સંબંધોમાં મજબૂત શરૂઆત થઇ રહી છે. જાણકારોનું માનીએ તો આ પ્રસાવથી બંને દેશોના સંબંધ આગળ વધશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમેરિકાનો પ્રવાસ ખેડી ચૂક્યા છે.

જે ઝડપે ભારત અને અમેરિકાના સંબંધો આગળ વધી રહ્યા છે તેનાથી અમેરિકા-ભારત રણનીતિક ભાગીદારીની ગતિ ઝડપી બની છે. જોકે એવું નથી કે માત્ર મોદી જ આ સંબંધોની પહેલ કરી રહ્યા છે. અત્યાર સુધી ભારતના 9 વડાપ્રધાન દુનિયાના સૌથી શક્તિશાળી દેશનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમાંથી સૌથી વધારે વખત અમેરિકાના પ્રવાસનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામ પર છે.

મનમોહન સિંહે પોતાના શાસનકાળમાં 8 વખત અમેરિકા પ્રવાસ કર્યો છે. આપને અમે એ 9 ભારતીય વડાપ્રધાન અંગે માહિતી આપીશું જેમણે અમેરિકા પ્રવાસ કરીને બંને દેશોની વચ્ચેના સંબંધોને મજબૂતી આપી છે.

કયા વડાપ્રધાને કેટલીવાર કર્યો અમેરિકા પ્રવાસ...

પહેલા વડાપ્રધાન જેમણે ખેડ્યો અમેરિકાય પ્રવાસ

પહેલા વડાપ્રધાન જેમણે ખેડ્યો અમેરિકાય પ્રવાસ

પંડિત જવાહરલાલ નેહરુ પહેલા વડાપ્રધાન હતા જેમણે અમેરિકા વડાપ્રધાન તરીકે ગયા. સૌથી પહેલીવાર 11 ઓક્ટોબર 1949ના રોજ નેહરુ અમેરિકા પ્રવાસ પર ગયા. તે સમયે અમેરિકન રાષ્ટ્રપતિ હૈરી એસ ડૂમાને તેમને આમંત્રિત કર્યા હતા. ત્યારબાદ 1956 અને 26 સપ્ટેમ્બર 1960ના રોજ નેહરુ ત્રીજીવાર અમેરિકા પ્રવાસ પર ગયા.

ત્રણવાર પીએમ તરીકે ગયા અમેરિકા

ત્રણવાર પીએમ તરીકે ગયા અમેરિકા

દેશના પહેલા મહિલા વડાપ્રધાન બન્યા બાદ ઇન્દિરા ગાંધી ત્રણવાર અમેરિકાના પ્રવાસ પર ગયા છે. પહેલીવાર 1966માં તેમણે અમેરિકાનો પ્રવાસ ખેડ્યો અને બંને દેશોની વચ્ચે મજબૂત સંબંધ સ્થાપિત કરવાની કોશીશ કર્યો. 1976માં તેમણે બીજીવાર પ્રવાસ ખેડ્યો. તેમનો છેલ્લો પ્રવાસ 27 જુલાઇ 1982ના રોજ રહ્યો હતો.

માત્ર એક વાર કર્યો અમેરિકાનો પ્રવાસ

માત્ર એક વાર કર્યો અમેરિકાનો પ્રવાસ

પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ એકવાર અમેરિકાના પ્રવાસ પર ગયા. તેમનો અધિકારીક અમેરિકન પ્રવાસ 1978માં થયો હતો.

મિત્રતાનો વધાર્યો હાથ

મિત્રતાનો વધાર્યો હાથ

રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે 1985માં અમેરિકાના પ્રવાસ પર ગયા. અમેરિકા પ્રવાસ દરમિયાન તેમણે દુનિયાની સામે ભારત-અમેરિકાની વચ્ચે સંબંધને મજબૂતીથી રાખ્યો. તેમણે બંને દેશોની વચ્ચે વ્યાપાર સંબંધોના માર્ગને મોકળો કરી દીધો.

બંને દેશો વચ્ચે સંબંધ વધાર્યો

બંને દેશો વચ્ચે સંબંધ વધાર્યો

વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે 1992માં પહેલી વાર અમેરિકન પ્રવાસ કર્યો. ત્યાર બાદ બીજીવાર 1994માં તેઓ ફરીથી અમેરિકાના પ્રવાસ પર ગયા. પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન તેમણે બંને દેશોની વચ્ચે મિત્રતાનો સંબંધ સ્થાપિત કર્યો. 1995માં જ્યારે પીવી નરસિમ્હા રાવે વડાપ્રધાન હતા ત્યારે બંને દેશોની વચ્ચે પરમાણુ પરીક્ષણ સૌથી મહત્વનો મુદ્દો બન્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની મીટીંગમાં થયા સામેલ

સંયુક્ત રાષ્ટ્ર સંઘની મીટીંગમાં થયા સામેલ

ઇંદ્ર કુમાર ગુજરાલે 1997માં ન્યૂયોર્કનો પ્રવાસ ખેડ્યો. તેઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં હાજરી આપવા ગયા હતા. તેમણે એ સમયે અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન સાથે મુલાકાત કરી.

4 વાર કર્યો અમેરિકાનો પ્રવાસ

4 વાર કર્યો અમેરિકાનો પ્રવાસ

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ 4 વખત અમેરિકાનો પ્રવાસ ખેડ્યો. તેમણે 2000, 2002, 2003માં અમેરિકાનો પ્રવાસ કર્યો. 13 સપ્ટેમ્બર 2000માં વાજપેઇએ અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશની સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘની જનરલ એસેમ્બલીને સંયુક્ત રૂપથી સંબોધિત કરી હતી.

સૌથી વધારે વખત અમેરિકા પ્રવાસનો રેકોર્ડ

સૌથી વધારે વખત અમેરિકા પ્રવાસનો રેકોર્ડ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામ પર સૌથી વધારે વખત અમેરિકા પ્રવાસ ખેડવાનો રેકોર્ડ છે. મનમોહન સિંહે 8 વખત અમેરિકા પ્રવાસ કર્યો છે. જોકે બંને દેશોની વચ્ચે સારા સંબંધો બનાવવામાં તેમના આ પ્રવાસ મહત્વના રહ્યા છે. મનમોહન સિંહે સપ્ટેમ્બર 2004, જુલાઇ 2005, સપ્ટેમ્બર 2008, એપ્રિલ 2010, સપ્ટેમ્બર 2013માં અમેરિકાનો પ્રવાસ કર્યો. આ ઉપરાંત જી-20 સમ્મેલનમાં તેઓ બે વખત સામેલ થયા.

English summary
Here goes the list of Indian Prime Ministers who toured United States of America on an official visit before Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X