For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરો યોગ, રહો નિરોગ.. 12 સૂર્ય નમસ્કાર છે 'પૂર્ણ યોગ'!

સૂર્ય નમસ્કારમાં તમામ આસનોનો સમવાશે થતો હોવાથી તેને પૂર્ણ યોગ કહે છે. આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે જાણીએ સૂર્ય નમસ્કારના કેટલાક ફાયદા.

|
Google Oneindia Gujarati News

યોગ અને સૂર્ય નમસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે આપણે ત્યાં સૂર્ય નમસ્કારનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંન્ને રીતે ખૂબ મહત્વ છે. સૂર્ય નમસ્કારમાં મોટાભાગના આસનોનો સમાવેશ થઇ જતો હોવાથી તેને પૂર્ણ યોગ પણ કહે છે. સૂર્ય નમસ્કાર આપણને સ્વસ્થ અને ફિટ રાખે છે. કઇ રીતે, આવો જાણીએ...

શું છે સૂર્ય નમસ્કાર?

શું છે સૂર્ય નમસ્કાર?

સૂર્ય નમસ્કાર યોગની પહેલી ક્રિયા છે. આ કોઇ સામાન્ય નમસ્કારના સ્ટેપ નથી. સૂર્ય નમસ્કાર એ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક થેરાપીનું શ્રેષ્ઠ મિશ્રણ છે. સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ તમારા શરીરને સ્વસ્થ રાખે છે અને સૂર્ય નમસ્કાર કરતી વેળાએ જ્યારે તમે મંત્રોનું ઉચ્ચારણ કરો છો ત્યારે એની સીધી અસર તમારા શરીરના ચક્રો પર પડે છે.

સૂર્ય નમસ્કાર શા માટે કરવા જોઇએ?

સૂર્ય નમસ્કાર શા માટે કરવા જોઇએ?

  • તમારી પાસે સમય ઓછો હોય, પરંતુ તમે સ્વસ્થ અને ફિટ રહેવા માંગતા હોવ, તો એ માટેનો સૌથી સરળ રસ્તો છે સૂર્ય નમસ્કાર.
  • મંત્રો સાથે કે મંત્રો વિના રોજ સૂર્ય નમસ્કાર કરવાથી શરીર સ્વસ્થ અને ઊર્જાવાન રહે છે.
  • સૂર્ય નમસ્કારના ફાયદા

    સૂર્ય નમસ્કારના ફાયદા

    • હકારાત્મક ઊર્જા - સૂર્ય નમસ્કાર યોગ્ય રીતે અને નિયમિત કરવામાં આવે તો શરીરમાં ઊર્જા આવે છે, નકારાત્મક વિચારો, ઊર્જા દૂર થઇ તે હાકારાત્મકમાં ફેરવાય છે.
    • પાચનશક્તિ - સૂર્ય નમસ્કારના આસનો પેટના અંગો પર અસર કરે છે, જેના કારણે અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે અને પાચનશક્તિ સુધરે છે.
    • બોડી ડિટોક્સ - લોકો બોડી ડિટોક્સ કરવા માટે અલગ-અલગ નુસખા અજમાવતા હોય છે. સૂર્ય નમસ્કાર બોડી ડિટોક્સ કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. સૂર્ય નમસ્કાર દરમિયાન ઊંડા શ્વાસ લેવાથી ઓક્સિજન લોહી સુધી પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઇડથી છૂટકારો મળે છે.
    • યાદશક્તિ - નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી યાદશક્તિ વધે છે, નર્વ સિસ્ટમ મજબૂત થાય છે અને તાણ દૂર થાય છે.
    • નિયમિત માસિક - મહિલાઓ કે યુવતીઓની અનિયમિત માસિક ધર્મની ફરિયાદ સૂર્ય નમસ્કારથી દૂર થાય છે.
    • થાઇરોઇડ - થોઇરોઇડના દર્દીઓ માટે પણ સૂર્ય નમસ્કાર ખૂબ લાભાદાયી અને અકસીર છે. આનાથી થાઇરોઇડ ગ્લેંડની ક્રિયા નોર્મલ થાય છે.
    • વજન ઘટાડો - સૂર્ય નમસ્કારથી શરીર માપસરનું અને સુડોળ બને છે. સૂર્ય નમસ્કારથી ડાયેડિંગ કરતાં વધુ ઝડપથી વજન ઘટે છે.
    • સૂર્ય નમસ્કાર કોણ ન કરી શકે?

      સૂર્ય નમસ્કાર કોણ ન કરી શકે?

      • હાર્નિયા અને હાઇ બીપીના દર્દીઓએ સૂર્ય નમસ્કાર ન કરવા જોઇએ
      • ગર્ભવતી મહિલાઓ ગર્ભના ત્રીજા મહિનાથી સૂર્ય નમસ્કાર ન કરી શકે
      • મહિલાઓ અને યુવતીઓ માસિક દરમિયાન સૂર્ય નમસ્કાર ન કરે એ સલાહભર્યું છે
      • જેને બહુ વધારે કમરનો દુખાવો રહેતો હોય, એ લોકો ડૉક્ટર કે નિષ્ણાંતની સાલહ લીધા બાદ જ સૂર્ય નમસ્કાર કરે.
      સૂર્ય નમસ્કાર કરતાં પહેલાં આ વાતોનું ધ્યાન રાખો

      સૂર્ય નમસ્કાર કરતાં પહેલાં આ વાતોનું ધ્યાન રાખો

      • સૂર્ય નમસ્કાર કરતાં પહેલાં ઠંડા પાણીએ સ્નાન કરી લેવું, આમ કરવાથી રોમ છિદ્ર ખુલે છે, કોશિકાઓ ઊર્જાવાન બને છે.
      • સૂર્ય નમસ્કાર બાદ જે પરસેવો થાય તે શરીર પર ચોળી લેવો, એનાથી શરીરને ઊર્જા મળે છે.
      • જો તમે નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરતા હોવ તો યોગ્ય પ્રમાણમાં પાણી પીને શરીરને સ્વસ્થ રાખવું.
      સૂર્ય નમસ્કારના 12 આસન

      સૂર્ય નમસ્કારના 12 આસન

      • પ્રણામાસન
      • હસ્તઉત્તાનાસના
      • હસ્તપાદાસન
      • અશ્વસંચાલાસન
      • અધોમુખશ્વાનાસન
      • અષ્ટાંગનમસ્કારાસન
      • ભુજંગાસન
      • અધોમુખશ્વાનાસન
      • અશ્વસંચાલાસન
      • હસ્તપાદાસન
      • હસ્તઉત્તાનાસન
      • પ્રણામાસન

English summary
International Yoga Day: Surya Namaskar is a Purna Yog. Benefits of Surya Namaskaar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X