For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરતા પહેલા આટલું જરૂર વાંચી લેજો!

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] ભારતની લગભગ 13 ટકા વસતી ખુલ્લામાં જ શૌચક્રિયા માટે જાય છે. જો ક્યાંય સાર્વજનિક શૌચાલય એટલે કે પબ્લિક ટોયલેટ્સ છે તો તેની હાલત પણ ખરાબ જ છે. આ શૌચાલયોમાં અતિશય ગંદકી હોય છે અને તેની સાફ-સફાઇ પણ કરવામાં આવતી નથી. આવામાં નાછૂટકે જેને જરૂરીયાત પડે છે તે લોકો જ ગંદા ટોયલેટ્સનો ઉપયોગ કરે છે.

પરંતુ શું સાર્વજનિક શૌચાલય ઉપયોગ કરવા લાયક હોય છે. નહીં, સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કરવા માટે બિલકૂલ પણ યોગ્ય નથી હોતા. કારણ કે તે સંપૂર્ણપણે સંક્રમણથી ભરાયેલા હોય છે. તેનો ઉપયોગ કરવાથી આપને તમામ પ્રકારની જીવલેણ બીમારીઓ થઇ શકે છે. તેમાં રહેલા રોગાણુઓ આપના સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

પબ્લિક ટોયલેટમાં જ્યાં બેક્ટેરિયા પોતાનું ઘર બનાવે છે તે, ટોયલેટ શીટ, ફ્લશ લીવર, નળ વગેરે... ટોયલેટનો ઉપયોગ કર્યા બાદ તુરંત પોતાના હાથોને સાબુથી ધોઈ લેવા જોઇએ.

આવો હવે જાણીએ સાર્વજનિક શૌચાલયમાં જવાથી કઇ કઇ બીમારીઓ થઇ શકે છે...

ડાયેરીયા

ડાયેરીયા

પબ્લિક ટોયલેટમાં મળી આવતા બેક્ટેરિયાના કારણે પેટમાં દુ:ખાવો અને લોહીયાળ ડાયેરિયા થઇ શકે છે. જેનાથી આપના પેટના સિસ્ટમને બગાડી શકે છે.

સંક્રમણ

સંક્રમણ

જો પબ્લિક ટોયલેટને કોઇ સંક્રમિત વ્યક્તિ પ્રયોગ કરે, તો આંતરડાનું સંક્રમણ થવાની સંભાવના હોઇ શકે છે.

શરદી અને ફ્લૂ

શરદી અને ફ્લૂ

ભીડ-ભાડ અને ગંદા ટોયલેટમાં સ્વસ્થ વ્યક્તિને પણ શરદી અને ફ્લૂ જેવી બીમારી પકડી શકે છે. એટલે પ્રાથમિક સાવચેતી રૂપે મોઢે રૂમાલ બાંધી લેવો હિતાવહ છે.

યોન રોગ/એસ ટી ડી

યોન રોગ/એસ ટી ડી

ગંદા ટોયલેટને જો કોઇ એસ ટી ડીનો રોગી પ્રયોગ કરી લે તો આ રોગ ફેલાવાની સંભાવના વધી જાય છે. જો આપે આ રોગથી બચવું હોય તો ટોયલેટનો ઉપયોગ કર્યા બાદ પોતાના હાથોને ધોવાનું ભુલશો નહીં. આ ઉપરાંત ટોયલેટની વસ્તુઓને માત્ર ટીસ્યૂ અથવા ટોયલેટ પેપરથી જ અડો.

અન્ય સંક્રમણ

અન્ય સંક્રમણ

આના પ્રયોગથી આપને ગળા અને ચામડીનું સંક્રમણ પણ લાગી શકે છે.

યૂટીઆઇ

યૂટીઆઇ

ગંદા ટોયલેટને યૂઝ કરવાથી મૂત્ર સંક્રમણ ખૂબ જ ઝડપથી વધે છે. અને ખાસ કરીને આ મહિલાઓમાં ઝડપથી ફેલાય છે. ટોયલેટ સીટ પર બેસતા પહેલા એકવાર ફ્લશ જરૂર કરી લેવું.

English summary
Germs in public toilets can affect health. So, is it safe to use public toilets? Well, read on to know...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X