For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વશ્રેષ્ઠ PM બનવા તરફ મોદી, એક નજર તેમની 10 સિદ્ધિઓ પર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા) કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આ 26 મેના રોજ પોતાની પહેલી વર્ષગાંઠ મનાવવા જઇ રહી છે. આ દરમિયાન મોદી સરકારને લઇને ઘણા ક્યાસ કાઢવામાં આવે છે. મોદી એક વર્ષ દરમિયાન ખૂબ જ એક્ટિવ જોવા મળ્યા, તેમણે ઘણા વિદેશ પ્રવાસો પણ ખેડ્યા. તેમની હાજરી દરેક સ્તર પર દેખાઇ.

અહીં એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે તેઓ ખુદને સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન સાબિત કરવા તરફ જઇ રહ્યા છે. હજી પણ નહેન્દ્ર મોદી પાસે દેશને ઘણી બધી આશાઓ છે. દેશની જનતા ઇચ્છે છે કે મોદી દેશને વિકાસના માર્ગ પર લઇ જાય.

1

1

દેશમાં કૌભાંડના દૌરનો મોટાભાગે અંત આવ્યો છે. હવે વાત થઇ રહી છે સ્કિલ ઇન્ડિયાની

2

2

તેમણે મેક ઇન ઇન્ડિયાના પોતાના સપનાને પૂર્ણ કરવા માટે અમેરિકા, ચીન, સાઉથ કોરિયા જેવા દેશોની યાત્રા કરી. ત્યાંથી મોટા રોકાણો આવવાની આશા બંધાઇ છે.

3

3

મોદીએ પડોશી દેશો જેવા કે નેપાળ, ભૂતાન, શ્રીલંકા સાથે પણ સંબંધ સુધારવાની દિશામાં પહેલ કરી છે. પાકિસ્તાન સાથે પણ કોશિશો થઇ છે, પરંતુ તેનું વલણ વિશ્વાસ લાયક નથી રહ્યું.

4

4

હવે સરકારનું હોવું દેખાય છે. કાશ્મીરમાં વરસાદથી લઇને નેપાળમાં ભૂકંપ પીડિતોને રાહત આપવા માટે સરકારે જરા પણ મોડુ નથી કર્યું.

5

5

સરકારી ઓફીસોમાં કામકાજમાં સુધાર આવ્યો છે. ગૃહસચિવ પદના અધિકારી અનિલ ગોસ્વામીને ગંભીર આરોપ લાગવાથી પદથી હટાવવામાં આવ્યા.

6

6

વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના. તે અંતર્ગત 330 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર બે લાખ રૂપિયાનો વીમો મળશે. 18થી 50 વર્ષના લોકો માટે આ યોજના છે.

7

7

વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મોદીએ જે ભગીરથ કામ હાથ ધર્યું હતું, એ છે ગંગા સફાઇ અભિયાન. મોદીની આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

8

8

દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવવાની યોજના. શહેરી વિકાસ મંત્રાલયે દેશના અલગ અલગ વિસ્તારમાં સ્માર્ટ સિટી વિકસિત કરવા માટે માપદંડ નક્કી કરવાનું સરૂ કરી દીધું છે.

9

9

સ્વચ્છતાને એક રાષ્ટ્રીય અભિયાનના રૂપમાં શરૂ કર્યું. આ અભિયાનમાં મોદીએ એવો સંકલ્પ કર્યો છે કે ગાંધીજીના 150મી જન્મજયંતિ પર ભારતને સ્વચ્છ બનાવવામાં આવે.

10

10

અટલ પેંશન યોજના. જે લોકો કોઇ સામાજિક સુરક્ષા યોજનાનો ભાગ નથી તે આનો લાભ લઇ શકે છે. યોજનામાં 60 વર્ષની ઉંમરમાં 1000થી 5000 રૂપિયાનું પેંશન મળશે.

English summary
Narendra Modi root out corruption. He has shown that things can improve even in India. He is a pro-active PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X