For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ પ્રદેશોમાં માતા-પિતા જ કરાવે છે દીકરીઓને વેશ્યાવૃત્તિ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જૂન: વેશ્યાવૃત્તિ એક એવો વ્યવસાય છે જે ખૂબ જ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. ઇતિહાસના પાનાઓમાં એવી ઘણી વાર્તાઓ આપને મળી જશે જેમાં રાજાઓના દરબારમાં વેશ્યાઓની સંખ્યાનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો. પરંતુ હવે સમય બદલાવવાની સાથે આ વ્યવસાયે નવું રૂપ ધારણ કરી લીધું છે. પહેલા આ વ્યવસાય ખુલ્લેઆમ થતો હતો, અને તેને રાજા મહારાજાઓના શોખ સાથે કરખાવવામાં આવતો હતો, જોકે હવે ભદ્ર સમાજમાં તેને એક બદી તરીકે ગણાવમાં આવે છે. ભારતમાં હજી પણ આ વ્યવસાય પર્દાની પાછળ જોર-શોરથી ચાલે છે.

વેશ્યાવૃત્તિમાં આવનાર મહિલાઓ મોટાભાગે પારિવારિક અથવા સામાજિક મજબૂરીયોના પગલે આવે છે. ભારતમાં ગરીબી આ વ્યવસાયની પાછળની સૌથી મોટું કારણ છે જ્યાં કોઇ મરજી વગર પણ મહિલાઓ પોતાનું ઘર ચલાવવા માટે આ ધંધાને મજબૂરીમાં અપનાવે છે.

આજે અમે આપને એ કાળી હકીકતથી રૂબરૂ કરાવીશું જ્યાં વેશ્યાવૃત્તિ હવે એક પારંપરિક વ્યવસાય બની ગઇ છે. દેશના આ મુખ્ય સ્થળો પર વેશ્યાવૃત્તિ જ ઘર ચલાવવા અને કમાણીનું સૌથી મોટું સાધન છે.

આવો જોઇએ દેશના કયા ભાગોમાં થાય છે સ્વ-વેશ્યાવૃત્તિનો ધંધો....

ઉત્તર પ્રદેશનું નાતપુરવા ગામ

ઉત્તર પ્રદેશનું નાતપુરવા ગામ

ઉત્તરપ્રદેશનું નાતપુરવા ગામમાં વેશ્યાવૃત્તિ અત્રેના લોકોનો સદીયોથી ચાલતો મુખ્ય વ્યવસાય છે. અત્રે રહેનારા લોકો આ વ્યવસાયમાં 400 વર્ષ કરતા પણ વધારે સમયથી આ ધંધામાં લિપ્ત છે. અત્રે આ જાતિના લોકોની કૂલ વસ્તી 5000 છે. આ ગામમાં રહેનારા બાળકો પોતાની માતાની સાથે રહે છે અને ભાગ્યે જ તેમને તેમના પિતા અંગેની જાણકારી રહે છે.

કર્ણાટકનો દેવદાસીસ વિસ્તાર

કર્ણાટકનો દેવદાસીસ વિસ્તાર

કર્ણાટકના દેવદાસીસમાં યુવતીઓના કોમાર્યની નીલામી થાય છે. ત્યારબાદ યુવતીઓ પોતાનું આખુ જીવન એક વેશ્યા તરીકે વિતાવે છે અને પોતાના પરિવાર માટે રૂપિયા રળે છે. દેવદાસિસ હિન્દુ દેવી યેલમ્માની પૂજા કરે છે, દેવદાસીસનો અર્થ થાય છે ભગવાનના ગુલામ. અત્રેની પરંપરા અનુસાર યુવતીઓના વિવાહ દેવી સાથે થાય છે, ત્યારપછી તે પોતાનું આખું જીવન ધર્મને સમર્પિત કરી દે છે.

ગુજરાતનું વાડિયા ગામ

ગુજરાતનું વાડિયા ગામ

ગુજરાતના વાડિયા ગામમાં પરંપરા અનુસાર અત્રેના પુરુષ જ મહિલાઓ માટે ગ્રાહકોની તપાસ કરે છે. અત્રે આ પરંપરા સદીઓથી ચાલી આવે છે કે ભરણ-પોષણ માટે વેશ્યાવૃત્તિ મુખ્ય વ્યવસાય છે.

મધ્ય પ્રદેશનો બછરા વિસ્તાર

મધ્ય પ્રદેશનો બછરા વિસ્તાર

મધ્ય પ્રદેશના બછરામાં જે એક આદિવાસી વિસ્તાર છે અત્રેની પરંપરા અને નીરાળી છે. અત્રે પરિવારની સૌથી મોટી યુવતીને પરિવારના પુરુષ જ વેશ્યાવૃત્તિના વ્યવસાય માટે મોકલે છે, જેનાથી પરિવારનું ભરણ પોષણ થાય છે. એટલું જ નહીં અત્રે પિતા અને ભાઇ જ ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલે છે.

English summary
Know the top four places of India Where prostitution is still the main source of income. Here father and brother negotiate with customers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X