For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મળો રોહિત ઉર્ફે નાના બાબા રામદેવને જે જાણે છે 150 આસન

|
Google Oneindia Gujarati News

હરિદ્વાર, 23 નવેમ્બરઃ બાબા રામદેવને તમે દરરોજ સવારે ટીવી પર યોગ આસન કરતા જોતા હશો અને સાંજે તેમના રિપીટ ટેલીકાસ્ટ પણ. અનેક યોગ આસાન જોઇને તમે ચોંકી પણ જતા હશો. આ તો બાબા છે અને દેશમાં તેમની બરોબરી કદાચ કોઇ કરી શકે નહીં, પરંતુ હાં તેમને પડકાર જરૂરથી આપી શકે છે. અમે વાત કરી રહ્યાં છીએ એ નાના રોહિતની જે બાબાને યોગના મામલે સહેલાયથી પડકારી શકે છે. એટલે જ તો તેમને ‘નાના રામદેવ' બોલાવવામાં આવે છે.

વાત તો એકદમ યોગ્ય છે, અભ્યાસથી કંઇ પણ સંભવ છે, આ વાતને સાબિત કરે છે 10 વર્ષનો નાનો રોહિત. લોકોને જાણીને અને જોઇને આશ્ચર્ય થાય છેકે રોહિત 150થી વધુ આસન સહેલાયથી કરી લે છે. તે એવા આસન પણ કરી લેછે, જેને શીખવામાં અનેક લોકોને પરસેવો છૂટી જાય છે.

એકથી એક કપરા આસન રોહિત માટે આસાન
રોહિત શિરપીડાસન, મૂઠ ગર્ભાસન, હસ્તબદ્ધ શિરપાદાસન, શકૂનિ આસન, વિપરીત પાદાંગુષ્ઠશીષા સ્પર્શાસન, કંદપીડ ઉર્ધ્વનમસ્કારાસન, લિકારાસન સહિત અનેક કપરા આસન સહેલાયથી કરી લે છે. એવું લાગે છેકે જેમકે તેના હાડકા રબરની છે. રોહિત રાજકપોટ આસન, હનુમાનાસન, વિપરીત શલભાસન, મયૂરાસન, ભીષણાસન, કૂર્માસન સહિત 150થી વધારે આસન કરે છે. ડીંબાસન અને ટીટ્ટીભાસન તો તેના માટે રમત જેવી વાત છે.

રોહિત જ્યારે બે વર્ષનો હતો, ત્યારથી તેના યોગ શિક્ષક પિતા રવિન્દ્ર યાદવના યોગ અને આસન કરતા જોઇ સ્વતઃસ્ફૂર્ત યોગ કરવાનું શરૂ કરી દીધું હતુ. રવિન્દ્ર યાદવ ગાયત્રી તીર્થ શાંતિકૂંજમાં સ્વયંસેવી કાર્યકર્તા છે. શાંતિકૂંજ સ્થિત દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વાતાવરણ અને યોગ વિભાગનો સહયોગ રોહિતની પ્રગતિનું કારણ છે.

બિહારના શેખપુરા જિલ્લાના નિવાસી રવિન્દ્ર યાદવ ગાયત્રી તીર્થ શાંતિકૂંજમાં વર્ષ 1987થી સેવા આપી રહ્યાં છે. તેઓ કહે છેકે રોહિતને યોગ પ્રત્યે નાનપણથી લગાવ હતો. જે આસનને કરવામાં મને પણ મુશ્કેલી પડતી હતી, તેને તે સહજતાથી કરી લેતો હતો. તેની લગન જોઇને તેને વિધિવત પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું અને ધીરે-ધીરે તે યોગમાં પારંગત થવા લાગ્યો.

તો ચાલો રોહિતની કેટલીક તસવીરો જોઇએ અને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો આપણે જાણીએ.

2004માં થયો જન્મ

2004માં થયો જન્મ

30 સપ્ટેમ્બર 2004માં જન્મેલા રોહિત અનેક રાજ્યસ્તરીય અને રાષ્ટ્રીય યોગ પ્રતિયોગિતામાં ભાગ લઇ ચૂક્યો છે અને અનેક પદક પણ તેના નામે કરી ચૂક્યો છે.

ભણતરમાં અવ્વલ રોહિત

ભણતરમાં અવ્વલ રોહિત

રોહિત યોગમાં જ નહીં, પઢાઇમાં પણ અવ્વલ છે. ગાયત્રી વિદ્યાપીઠ શાંતિકૂંજના પાંચમા ધોરણનો વિદ્યાર્થી છે.

તાઇક્વાંડો માસ્ટર પણ

તાઇક્વાંડો માસ્ટર પણ

રોહિત ઉત્તરાખંડના રાજ્યસ્તરીય તાઇક્વાંડો પ્રતિયોગિતામાં પણ કોઇ પદક પ્રાપ્ત કરી ચૂક્યો છે.

નિઃશુલ્ક પ્રશિક્ષણ પણ આપે છે

નિઃશુલ્ક પ્રશિક્ષણ પણ આપે છે

તે નિત્ય યોગાસનમાં અડધા કલાકનો સમય લાગે છે. કેટલાક પોતાની ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રશિક્ષણ પણ આપે છે.

બે વર્ષની ઉમરથી યોગ

બે વર્ષની ઉમરથી યોગ

રોહિત જ્યારે બે વર્ષનો હતો, ત્યારથી તેણે પોતાના યોગ શિક્ષક પિતા રવિન્દ્ર યાદવનો યોગ અને આસન કરતા તે સ્વતઃસ્ફૂર્ત યોગ કરવાનું શરૂ કરી દીધું હતું.

English summary
Meet Rohit, who belongs to Shekhpura of Bihar. He is just 10 years old and he can challenge Yoga Guru Baba Ramdev.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X