For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી અજીબ લગ્નો: 9,999 ગુલાબથી લઇને 100 કિલોના ધૂંધટ સુધી

|
Google Oneindia Gujarati News

લગ્નનો દિવસ એક તેવી વસ્તુ છે જે નવ વરવધૂથી લઇને પરિવારના તમામ સદસ્યો માટે હોય છે ખાસ દિવસ. લગ્ન ભલે રંકના હોય કે રાજાના તે દિવસ તમામ માટે ખાસ હોય છે. અને સાથે જ લગ્નની સાથે જ આપણે એક નવુ જીવન પણ શરૂ કરીએ છીએ. માટે જ આપણે આ દિવસને ખૂબ જ ખાસ અને જીવનનો સૌથી સુખી દિવસ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.

લગ્ન કરી રહ્યા છો? તો ચોક્કસથી પૂછો તમારા મનથી આ સવાલો!

પણ ધણા લોકો આ વાતને ખૂબ જ સિરીયસલી લઇ લેતા હોય છે અને તેવું કંઇક કરી બેસતા હોય છે જે આજ પહેલા કદી કોઇએ ના કર્યું હોય. ત્યારે આજે અમે તમને આવા જ કેટલાક અજીબો ગરીબ લગ્નો વિષે જણાવાના છીએ. જ્યાં કેટલાક કિસ્સા વાંચીને તમે કહેશો "વાહ! કેટલો પ્રેમ છે" તો કેટલાક કિસ્સા વાંચીને કહેશો "આ લોકોનું છટકી ગયું છે કે શું?" જુઓ આ તસવીરો...

99,999 ગુલાબ

99,999 ગુલાબ

ચીનમાં એક ભાઇને પોતાની આખા વર્ષની કમાણી ખર્ચી પોતાની થનારી પત્ની માટે 99,999 ગુલાબો લાવ્યા. એટલું જ નહીં આ ગુલાબોને લઇ જવા માટે 30 જેટલી કારની જરૂર પડી. અને કંઇક આ રીતે તેમણે આ લગ્ન કર્યા. નોંધનીય છે કે 999 નંબર ચીનમાં લકી નંબર માનવામાં આવે છે.

ઝીરો ગ્રેવીટી

ઝીરો ગ્રેવીટી

ન્યૂયોર્કના એક કપલે બોઇંગ 727-200 એરકાફ્ટમાં વેટલેસ વાતાવરણ સર્જીને હવામાં લગ્ન કર્યા હતા.

જાન નીકળી સાયકલ પર

જાન નીકળી સાયકલ પર

આ સાયકલ પ્રેમીઓએ આખા શહેરમાં સાયકલ પર પોતાના જાનૈયા સાથે જાન નીકાળી અને પછી કંઇક આ રીતે સાયકલ સાથે જ કર્યા લગ્ન.

લગ્ન અને શાર્ક

લગ્ન અને શાર્ક

કોઇ શાર્કો આજુબાજુ ફરતી હોય અને વચ્ચે આવા તાબુદમાં બંધ થઇને લગ્ન કરતું હશે. અરે ભાઇ કરવા વાળા બધુ જ કરે છે. કારણ કે આ બન્ને નવવરવધૂ હતા એક્સપર્ટ ડ્રાઇવર્સ

100 કિલોનો ધૂંધટ

100 કિલોનો ધૂંધટ

ચીનમાં એક દંપતીએ રેકોર્ડ તોડવા માટે કરીને 100 કિલોનો અને 600 ફૂટ લાંબો આવો ડ્રેસ પહેર્યો હતો.

મેક્સના શોરૂમમાં લગ્ન

મેક્સના શોરૂમમાં લગ્ન

લીઝા નામની આ મહિલાને Maxxનો આ શોરૂમ એટલો ગમતો હતો કે તેણે લગ્ન પણ આ જ શોરૂમમાં કર્યા.

બર્થ ડે શૂટમાં

બર્થ ડે શૂટમાં

ઓસ્ટ્રેલિયાના આ દંપતીએ 250 જેટલા મહેમાનોની સામે નિર્વસ્ત્ર થઇને લગ્ન કર્યા.

લગ્ન પછી માર્યો કૂદકો

લગ્ન પછી માર્યો કૂદકો

બન્જી જમ્પિંગના શોખીન તેવા આ કિપ્પર્સ દંપતીએ હવામાં હોટ એર બૂલનમાં લગ્ન કર્યા અને પછી 160 ફૂટની ઊંચાઇ પરથી બન્જી જમ્પિંગ કરીને તેના લગ્ન જીવનની શરૂઆત કરી.

English summary
These are the weddings that have taken place either at a unique venue or have had an unusual feel/theme to it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X