For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1965ના યુદ્ધમાં અદનાન સામીના પિતાએ ભારત પર ફેંક્યા હતા બોમ્બ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: દેશ જ્યારે પાકિસ્તાન સાથે 1965ના યુદ્ધમાં જીતના 50 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ભારત પાક યુદ્ધમાં પાક તરફથી યુદ્ધમાં ભાગ લેનાર શખ્સ ફ્લાઈટ લેફ્ટનન્ટ અરશદ સામી ખાનના પુત્રને ભારતમાં દીર્ઘકાલીન સુધી રહેવાની પરવાનગી આપી રહ્યો છે.

જી હા વાત થઈ રહી છે અદનાન સામીની.., અદનાન સામીને મોદી સરકારે પાછલા દિવસોમાં દીર્ઘકાલીન સુધી ભારતમાં રહેવાની પરવાનગી આપી દીધી છે. ત્યારે રક્ષા વિશેષજ્ઞોએ એક સવાલ કર્યો છે કે શું પાકિસ્તાન એવા કોઈ ભારતીય વ્યક્તિને નાગરિક્તા આપશે જેના પિતાએ યુદ્ધમાં પાકિસ્તાન પર બોમ્બ ફેંક્યા હોય.

જંગમાં લીધો હતો ભાગ

જંગમાં લીધો હતો ભાગ

વર્ષ 1965 અને 1971ના યુદ્ધમાં પાકિસ્તાની ફૌજના નાયક હતા અદનાન સામીના પિતા...ફ્લાઈટ લેફ્ટનેન્ટ અરશદ સામી ખાન. પાકિસ્તાન તેમને પોતાના સૌથી મોટા નાયક તરીકે જોવે છે.

નિયમીત ભારત આવતા હતા

નિયમીત ભારત આવતા હતા

અરશદ સામી ખાન નિયમીત રૂપે ભારત આવતા હતા. તેમના પુસ્તકનું વિમોચન વર્ષ 2008માં રાજધાનીના ઈન્ડીયા હેબિટાટ સેન્ટરમાં થયું હતુ. જેમા તત્કાલીન પ્રધાનમંત્રી આઈ.કે.ગુજરાલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમરિંદર સિંહ પણ હાજર રહ્યાં હતાં.

પાકિસ્તાન ભારતના નબળા મનોબળનો ફાયદો ઉઠાવવા માંગતુ હતું

પાકિસ્તાન ભારતના નબળા મનોબળનો ફાયદો ઉઠાવવા માંગતુ હતું

અહીં મહત્વપૂર્ણ છે કે વર્ષ 1962માં ભારત-ચીન યુદ્ધમાં ભારતની હાર થઈ હતી. જેનાથી ભારતીય સેનાનું મનોબળ થોડું નબળું પડ્યું હતુ. તેવામાં પાકિસ્તાન ભારતના આ મનોબળનો ફાયદો ઉઠાવીને કાશ્મીર પર કબ્જો કરવા માંગતુ હતુ. બસ પાકિસ્તાને પોતાની તમામ તાકતો સાથે ભારત પર હુમલો કરી દીધો.

15 ઓગસ્ટનો દિવસ શુભ રહ્યો

15 ઓગસ્ટનો દિવસ શુભ રહ્યો

પાકિસ્તાને યુદ્ધના માત્ર એક અઠવાડિયામાં ટીથવાલ, ઉરી, અને પૂંછના કટેલાક મહત્વપૂર્ણ વિસ્તારોમાં કબ્જો કરી લીધો હતો. ભારતીય સેના મુશ્કેલીમાં જણાતી હતી. અને તમામ તાકત લગાવીને ભારતીય સેનાએ 15 ઓગસ્ટના દિવસે યુદ્ધની દિશા જ બદલી નાખી. ભારતીય સેના પાકિસ્તાનને ખદેડતા ખદેડતા પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં 8 કિલોમીટર અંદર ઘુસી ગઈ અને હાજી પીરની દરગાહ પર ઝંડો લહેરાવી દીધો.

ફ્લાઈટ લેફ્ટનન્ટ અરશદ સામી ખાન

ફ્લાઈટ લેફ્ટનન્ટ અરશદ સામી ખાન

ફ્લાઈટ લેફ્ટનન્ટ અરશદ સામી ખાનનું મોત કેટલાક વર્ષો પહેલા મુંબઈની કોકીલાબહેન હોસ્પિટલમાં થયું હતુ. તેઓ સારવાર માટે અદનાનની પાસે હતા. મહત્વપૂર્ણ છે કે તેઓ ઘણાં દેશોમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે અદનાનનો જન્મ લંડનમાં થયો છે.

English summary
Pakistan’s war veteran son Adnan Sami is a well-known name in India. He is a noted singer. Indian government has given him the permission to stay in India for indefinite period of time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X