For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદ, કેરળમાં અનેક સ્થળે પાણી જ પાણી

|
Google Oneindia Gujarati News

કોચી, 7 ઑગસ્ટઃ ગુજરાત સહિત દેશ ભરમાં વરસાદી માહોલ છવાયો છે. દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે. આ માહોલથી કેરળ પણ બચી શક્યું નથી. કેરળમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોવાના અહેવાલ સાપડ્યાં છે. કેરળમાં ભારે વરસાદના પગલે 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવના અહેવાલ પણ મળ્યા છે. તેમજ સોમવારથી અત્યારસુધીમાં 126 જેટલી ફ્લાઇટને વરસાદના કારણે રદ કરી દેવામાં આવી છે. તેમજ 11 હજાર જેટલા લોકોને વરસાદની માઠી અસર પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ભારે વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન પેરિયર નદી પણ ગાંડી બની છે અને ડેન્જર માર્ક પર પહોંચી ગઇ છે. જેના પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. કેરળમાં પડેલા વરસાદની કેટલીક તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે, જે કેરળમાં કેવી સ્થિતિ સર્જાઇ છે તેનો ચીતાર આપે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ભારે વરસાદને સહી રહેલા કેરળને.

પૂરનો શિકાર બન્યુ એરપોર્ટ

પૂરનો શિકાર બન્યુ એરપોર્ટ

કોચીના એરપોર્ટ પાસે પૂરનું પાણી પહોંચી ગયું હતું. તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલી બસ.

પાણીમાં ગરકાવ મંદિર

પાણીમાં ગરકાવ મંદિર

કોચી નજીક એક શિવ મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.

 મંદિર પાસે ભક્તોજનો

મંદિર પાસે ભક્તોજનો

કોચીમાં આવેલું શિવ મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. તે સમયે ભક્તજનો ત્યાં આવી પહોંચ્યા હતા.

કોઝીકોડેમાં પૂર

કોઝીકોડેમાં પૂર

કોઝીકોડેમાં મુક્કુમમાં પૂરના પાણી શેરીઓમાં ઘુસી ગયા હતા ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલો પરિવાર.

ભારે વરસાદ

ભારે વરસાદ

કોચીમાં ભારે વરસાદ દરમિયાન પસાર થઇ રહેલી મહિલા

 રસ્તા ધોવાયા

રસ્તા ધોવાયા

ગયા મહિને કોઝીકોડેના કક્કાયમ ખાતે પડેલા ભારે વરસાદના કારણે રસ્તા ધોવાઇ ગયા હતા.

કોઝીકોડેનો પૂરગ્રસ્ત વિસ્તાર

કોઝીકોડેનો પૂરગ્રસ્ત વિસ્તાર

કોઝીકોડેનો માર્કેટ વિસ્તાર પૂરનો ભોગ બન્યો હતો.

English summary
Incessant rain over the last four days and subsequent landslides have claimed 14 lives in Kerala and the toll is likely to rise. The Kochi airport remained closed for the second consecutive day on Tuesday due to water logging, leading to the cancellation of 126 flights since Monday. Nearly 11,000 people were affected because of this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X