For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્દિરા ગાંધીના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી તે વાતો જે તમે જાણતા નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્ય તિથિ 31 ઓક્ટોબર એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. દેશભરમાં શ્રદ્ધાંજલિ સભાઓ, સેમિનાર અને તેમના જીવન પર સંગોષ્ઠિઓ આયોજિત કરવામાં આવી છે. ઇન્દિરાજીના જીવન વિશે તો તમે ઘણું બધુ વાંચ્યું હશે, પરંતુ અમે અહીં તમને જણાવવા જઇ રહ્યાં છીએ તેમના અંતિમ સંસ્કાર સાથે તે તથ્યો જે તમે કદાચ જાણતા નહી હોવ.

કેમ આવ્યા ન હતા રીગન અને કાસ્ત્રો?
ક્યૂબના શિખર નેતા ફિદેલ કાસ્ત્રો કે ઇન્દિરા ગાંધીના અંતિમ સંસ્કારમાં સામેલ ન થતાં ભારત નિરાશ હતું. બીજી તરફ અમેરિકી ટોળીમાંથી રોનાલ્ડ રીગન ન હતા અને ના તો ઉપરાષ્ટ્રપતિ જોર્જ શુલ્જ. ફક્ત ઉપરાષ્ટ્રપતિ જોર્જ બુશના નેતૃત્વમાં એક નાની ટોળકી આવી હતી 3 નવેમ્બરના રોજ થયેલા અંતિમ સંસ્કારમાં લાગ લેવા માટે.

બુશ આગળ જતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. કાસ્ત્રે કે આ ગમગીન અવસર પર આશ્વર્ય એટલા માટે આશ્વર્ય વ્યક્ત કર્યું હતું કારણ કે ઇન્દિરા ગાંધી અને ક્યૂબાના નેતા ગુટનિરપેક્ષ આંદોલનના શિખર નેતા હતા. એક વર્ષ પહેલાં એટલે કે 1983માં રજધાનીના વિજ્ઞાન ભવનમાં ગુટનિરપેક્ષ શિખર સંમેલનના શ્રીગણેશ દરમિયાન કાસ્ત્રોએ ઇન્દિરા ગાંધીને ગળે લગાવ્યા હતા. આ પળની તસવીરને બધા સમાચાર પત્રોએ શાનાદાર રીતે છાપી હતી.

જો કે કાસ્ત્રો કેનું ન આવવાનું કારણ એ જણાવ્યું હતું કે તે હવાનામાં ચાલી રહેલા એક મહત્વપૂર્ણ સંમેલનમાં ભાગ લેવાના કારણે ઇન્દિરજીના અંતિમ સંસ્કારમાં સામેલ ન થઇ શક્યા.

એક સરદાર પર હતી અંતિમ સંસ્કાર સ્થળની જવાબદારી
ઇન્દિરા ગાંધી ગુટ નિરપેક્ષ આંદોલનની શિખર નેતા હતી, એટલા માટે આંદોલનના 127 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ, ઉપ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન અંત્યોષ્ટિમાં પહોંચ્યા. બધા જાણે છે કે એક સરદાર સુરક્ષાગાર્ડ (બેઅંત સિંહ અને સતવંત સિંહ)એ ઇન્દિરા ગાંધીની હત્યા કરી. પરંતુ શું તમે જાણો છો કે અત્યોષ્ટિ સ્થળ શક્તિ સ્થળને તૈયાર કરવાની જવાબદારી પણ એક સરદારના ખભા પર હતી. તે છે કેન્દ્રિય મંત્રી બૂટ સિંહ. તેમણે દિવસ-રાત એક કરીને શક્તિ સ્થળને તૈયાર કરાવી.

એક જ વ્યક્તિએ કરાવી નેહરુ-ઇન્દિરાની અંતોષ્ટિ
ડૉ. ગોસ્વામી ગિરધારી લાલ, તે નામ છે, જેમની દેખરેખમાં ઇન્દિરા ગાંધીની અંત્યોષ્ટિ થઇ. તમને જાણીને આશ્વર્ય થશે કે આ તે જ વ્યક્તિ છે જેમણે ઇન્દિરા ગાંધીના પિતા જવાહર લાલ નહેરુની પણ અંત્યોષ્ટિ કરાવી હતી. તે રાજધાનીના બિડલા મંદિર સાથે જોડાયેલા હતા.

વિદેશી નેતા પોક મુકીને રડ્યા અને કહ્યું મારી બહેન ન રહી
દેશ રડ્યો હતો એ તો આખો દેશ જાણે છે પર6તુ એક વિદેશી નેતા તેમની અંત્યોષ્ટિ પર રડ્યા તે કદાચ જ કોઇ જાણતું હશે. ડૉ. ગોસ્વામી ગિરધારી લાલે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ફિલીસ્તીન લિબરેશન ફ્રંટના નેતા યાસર અરાફાત શક્તિસ્થળ પર પોક મૂકીને રડ્યા હતા. જામ્બિયાના રાષ્ટ્રપતિ કૈનેથકોંડા પણ પોતાના આંસૂ રોકી શક્યા ન હતા.

અરાફત ઇન્દિરા ગાંધીનું ખૂબ સન્માન કરતા હતા કારણ કે તે ફિલીસ્તીન મુદ્દે તેમનો સાથ આપતી હતી. તે વારંવાર કહી રહ્યાં હતા, 'મારી બહેન ન રહી.'. શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે.આર.જયવર્ધને પણ અંત્યોષ્ટિમાં ભાગ લેવા પહોંચ્યા. ઇન્દિરા ગાંધીએ તેમને પશ્વિમી દેશોના કઠપૂતળીક કહ્યા હતા. ઇન્દિરા ગાંધીએ તેમને લઇને ઘણીવાર કંઇક આ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી, જેના લીધે બંને નેતાઓના સંબંધોમાં ક્યાંક ને ક્યાંક ખટાસ આવી ગઇ હતી. પરંતુ આ અવસર પર તેમની આંખો ભરાઇ ગઇ.

પાક નેતાના આવવાથી મચી હલચલ
અંત્યોષ્ટિ સ્થળ પર અચાનક જ પાકિસ્તાનના સૈનિક તાનાશાહ અને રાષ્ટ્રપતિ જિયા ઉલ હકના આવવાથી શોકાકુલ લોકો વચ્ચે હલચલ મચી હતી. ઇન્દિરા ગાંધીને શક હતો કે તે આ સમયગાળામાં ખાલિસ્તાન આંદોલનને ગતિ આપવામાં પાકિસ્તાનની ભૂમિકા છે. જિયા પહેલાં ત્રણ મૂર્તિ ભવન પણ ગયા હતા ઇન્દિરાજીની લાશ પર ફૂલ ચઢાવવા માટે.

ગુસ્સામાં હતી બ્રિટનથી પ્રથમ મહિલા વડાપ્રધાન
બ્રિટનની પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગરેટ થૈચર પણ ત્રણ મૂર્તિ ભવન ગઇ હતી ઇન્દિરાજીના શોકાતુર પરિવારને મળવા માટે. તે સાંજે શક્તિ સ્થળ પર હાજર હતી. થૈચરે અહીં પહોંચતા પત્રકારો સાથે વાતચીત દરમિયાન પોતાના દેશમાં તે લોકોની આકરા શબ્દોમાં નિંદા કરી હતી જેમણે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ જશ્ન મનાવ્યો હતો. માર્ગરેટ રેત સમયે હત્યારાઓ ઉપર ગુસ્સો બતાવી રહી હતી.

બિમાર હતી મધર ટેરેસા તેમછતાં આવી
અંત્યોષ્ટિનો કાર્યક્રમ શરૂ થતાં પહેલાં મધર ટેરેસા શક્તિ સ્થળ પહોંચી ગઇ હતી. 1979ના નોબેલ પુરસ્કાર વિજેતા અસ્વસ્થતા હોવાછતાં આવી હતી. જુબિન મેહરા પણ હતા.

ક્યાં ઉભા હતા અમિતાભ બચ્ચન
બૉલીવુડમાંથી રાજ કપૂર, સુનીલ દત્ત અને અમિતાભ બચ્ચન પણ ત્યાં હાજર હતા. અમિતાભ બચ્ચન તો સતત ઇન્દિરાજીની લાશ પાસે ઉભા હતા, જેમ કોઇ મોટો પુત્ર પોતાની માતાના અંતિમ સમયે ઉભો હોય. જ્યારથી પાર્થિવ શરીરને ત્રણ મૂર્તિ ભવનમાં રાખવામાં આવ્યો હતો જનતાના દર્શન માટે તે સમયે પણ અમિતાભ નિરંતર ત્યાં જ ઉભા હત. અમિતાભ બચ્ચનને તો ઇન્દિરા ગાંધી પુત્ર જ ગણતી હતી. ગાંધી પરિવારના બચ્ચન પરિવારથી સંબંધોને કોણ જાણતું નથી.

nehru-family-4

ઇન્દિરા ગાંધીના સંબંધીઓ જે ત્યાં હાજર હતા
બીજી તરફ નેહરુ-ગાંધી પરિવાર તરફથી અંત્યોષ્ટિ વખતે તેમની ફૂઇ વિજયલક્ષ્મી પંડિત પહોંચી હતી. જો કે બંનેના સંબંધ વરસોથી કુટ ચાલી રહ્યાં હતા. વિજયલક્ષ્મી પંડિતે જનતા પાર્ટીની રચનાના સમયગાળા દરમિયાનમાં ઇન્દિરા ગાંધીની કાર્યશૈલી અને તેમના દેશમાં ઇમરજન્સી થોપવાના નિર્ણયની ઘણા મંચો પરથી કઠોર નિંદા કરી હતી. બી.કે. નેહરુ પણ હાજર હતા. તે મોટા અમલદાર રહી ચૂક્યા હતા. તે સંબંધમાં ઇન્દિરા ગાંધીના ભાઇ હતા.

કત્લેઆમના લીધે લોકો પહોંચી ન શક્યા
ત્રણ મૂર્તિથી ઇન્દિરા ગાંધીની લાશને રાજધાનીના મુખ્ય ચોકથી શક્તિ સ્થળ પર લાવવામાં આવી હતી. આખા રસ્તામાં ઇન્દિરા ગાંધીના દર્શન માટે લાખો લોકો રસ્તાના બંને તરફ ઉભા હતા. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે રાજધાનીમાં શિખો વિરૂદ્ધ થયેલા કત્લેઆમના કારણે ઘણા લોકો સ્મશાન યાત્રના માર્ગ પર પહોંચી શક્યા નહી. ત્રણ મૂર્તિ ભવનથી શક્તિ સ્થળ પર તેમની લાશને સેનાના શબ વાહિનમાં રાખવામાં આવેલા ખભો આપનાર ફિલ્ડ માર્શલ સામ માણેક શહ પણ હતા.

અંત્યોષ્ટિના કાર્યક્રમ 3.55 વાગે શરૂ થયો. શક્તિ સ્થળ પર 'ઇન્દિરા ગાંધી અમર રહો'ના નારા લગાવી રહ્યાં હતા. રાજીવ ગાંધીએ પોતાની માતાની ચિતાને મુખાગ્નિ આપી. ત્યાં રાહુલ ગાંધી પણ ઉભા હતા સફેદ-કુર્તો પાયજામો પહેરીને. યોગ ગુરૂ ધીરેન્દ્ર બ્રહ્મચારી પણ હતા. એનટીરામારાવ પણ અચાનકથી પહોંચી ગયા. તે ઘઉંવર્ણા વસ્ત્રો પહેર્યા હતા. લગભગ સાડા પાંચ વાગ્યા સુધી ચિતા ઠંડી પડી ગઇ હતી. દેશે પોતાની એકદમ લોકપ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી. અંધારું થવા લાગ્યું હતું. હવામાં ઠંડક અનુભવાઇ રહી હતી. ત્યારબાદ શોકમાં ડૂબેલા લોકો પોત-પોતાના ઘર માટે રવાના થઇ ગયા અને ઇન્દિરાજીની અંત્યોષ્ટિ ઇતિહાસના પાનામાં દફન થઇ ગયો.

English summary
Why Ronald Reagen and Castro skipped former Prime Minister Indira Gandhi’s funeral? This is the question for which many people have no answer. Here are some rarely known facts about Indira Gandhi's funeral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X