For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો જાણીએ કેદારનાથ ધામ વિશે કેટલીક ખાસ વાતો...

|
Google Oneindia Gujarati News

કેદારનાથ, 24 એપ્રિલ: આજે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ હિન્દુઓના પ્રાચીન તીર્થસ્થળ બાબા કેદારનાથના દર્શન કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે બાબાના ધામથી કોઇ પણ ખાલી હાથે નથી જતું.

આવો આપને પણ જણાવીએ કેદારનાથ ધામની કેટલીક ખાસ વાતો...

  • આઠમી સદીના ભગવાન શિવનું આ મંદિર સમુદ્ર સ્થળથી 3,581 મીટરની ઊંચાઇ પર સ્થિત છે.
  • આ મંદિર હિમપાતના કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ કરી દેવામાં આવે છે અને એપ્રિલ-મેમાં ફરીથી ખોલવામાં આવે છે.
  • મંદાકિની નદીના શીર્ષ પર શોભાયમાન ગઢવાલ હિમાલયની વચ્ચે આ મંદિર સ્થિત છે.
  • દેશના 12 જ્યોર્તિલિંગોમાં શામેલ કેદારનાથ ધામની પ્રસિદ્ધિ 5માં જ્યોતિર્લિંગના રૂપમાં છે.
  • અત્રેના શિવલિંગને સ્વયંભૂ માનવામાં આવે છે.

વધુ ખાસ વાતો જાણો તસવીરો સાથે...

નિર્માણ

નિર્માણ

પત્થરોથી બનેલ કત્યૂરી શૈલીથી બનેલ આ મંદિર અંગે કહેવામાં આવે છે કે આનું નિર્માણ પાંડવ વંશના જનમેજયે કરાવ્યું હતું.

જિર્ણોદ્ધાર

જિર્ણોદ્ધાર

આદી શંકરાચાર્યએ આ મંદિરનું જિર્ણોદ્ધાર કરાવડાવ્યું હતું.

તો યાત્રા નિષ્ફળ થઇ જાય છે

તો યાત્રા નિષ્ફળ થઇ જાય છે

કેદારનાથના સંબંધમાં લખાયું છે કે જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ થઇ જાય છે.

મુક્તિની પ્રાપ્તિ

મુક્તિની પ્રાપ્તિ

કેદારનાથ સહિત નર-નારાયણ-મૂર્તિના દર્શનનું ફળ તમામ પાપોના નાશપૂર્વક જીવન મુક્તિની પ્રાપ્તિ ગણાવવામાં આવ્યું છે.

ઐતિહાસિક પ્રમાણ

ઐતિહાસિક પ્રમાણ

આ મંદિરની ઉંમર અંગે કોઇ ઐતિહાસિક પ્રમાણ નથી, પરંતુ એક હજાર વર્ષોથી કેદારનાથ એક મહત્વપૂર્ણ તીર્થયાત્રા રહ્યું છે.

કેદારનાથ વિશે ઘણુ બધું

કેદારનાથ વિશે ઘણુ બધું

કેદારનાથ વિશે જાણવા જેવું બધું છે અહીં... એક ક્લિક કરીને જાણો તમામ માહિતી....

English summary
Kedarnath shrine was under snow for 400 years said Scientists. Here are some Interesting Facts about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X