For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સેલરી?

|
Google Oneindia Gujarati News

જો તમે સાત વર્ષથી કોઇ જગ્યાએ નોકરી કરતા હોવ અને છેલ્લા સાત વર્ષમાં તમને ક્યારેય સેલરી હાઇક ના મળી હોય તો દુખી ના થતા કારણ કે તમારી અને મુકેશ અંબાણીની સ્થિતિ એક જેવી જ છે. મુકેશ અંબાણીને પણ રિલાયન્સ કંપનીના ચેરમેન હોવા છતા છેલ્લા સાત વર્ષથી હાઇક નથી મળી.

જો કે તે વાત અલગ છે કે મુકેશ અંબાણીનો પગાર આપણા બધાના પગાર કરતા થોડોક વધુ પડતો, વધારે છે. શું તમને ખબર છે મુકેશ અંબાણીની સેલરી કેટલી છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક અને દુનિયાના પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણીની વાર્ષિક આવક છે 15 કરોડ રૂપિયા.

આજે અમે તમને રિલાયન્સ કંપનીમાં કામ કરતા ઉચ્ચ પદાધિકારીઓ જેવા કે નીતા અંબાણી, મુકેશ અંબાણી, તેના ડાયરેક્ટર પી એસ.એમ પ્રસાદની સેલરી વિષે જણાવીશું. આ અહેવાલ અમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના વાર્ષિક રિપોર્ટ મુજબ તૈયાર કર્યો છે. તો જાણો રિલાયન્સ કંપનીના કર્તાધર્તાઓ કેટલી કમાણી કરે છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

નો સેલરી હાઇક

નો સેલરી હાઇક

પાછલા સાત વર્ષથી રિલાયન્સ કંપનીના ચેરમેન અને 20.2 બિલિયન ડોલરની સંપત્તિના માલિક એવા મુકેશ અંબાણીને સેલરી હાઇક નથી મળી. તેમના પગાર છેલ્લા સાત વર્ષથી 15 કરોડ રૂપિયા જ છે.

કંપનીનો ફાયદો

કંપનીનો ફાયદો

જો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ કેપ 290,245.66 કરોડ છે. પણ કંપનીના સીઇઓ તેમાંથી પોતાનો હિસ્સો નથી વધાર્યો. જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે મુકેશ અંબાણીની પાંચેય આંગળીઓ ઘીમાં છે.

TCSના CEOનો પગાર

TCSના CEOનો પગાર

જો કે તેવું નથી કે અન્ય કંપનીના સીઇઓ પોતાના હિસ્સો નથી લેતા. ટીસીએસની માર્કેટ કેપ 500,974.06 કરોડ છે. અને તેના સીઇઓ એચ. ચંદ્રશેખરની સેલેરી 18.18 કરોડ રૂપિયા છે.

HDFC ના CEOની સેલરી

HDFC ના CEOની સેલરી

તો બીજી તરફ એચડીએફસી બેંકની માર્કેટ કેપ 257,104.39 કરોડ રૂપિયા છે. અને તેના સીઇઓ આદિત્ય પુરીની સેલરી 6.07 કરોડ રૂપિયા છે.

મુકેશ અંબાણીનો સેલરી બ્રેક-અપ

મુકેશ અંબાણીનો સેલરી બ્રેક-અપ

2013-14માં મુકેશ અંબાણીનો સેલરી બ્રેક-અપ
આ પ્રમાણે છે.
વેતન ભથ્થુ- 4.16 કરોડ રૂપિયા
સેવાનિવૃત્તિ લાભ- 83 લાખ રૂપિયા
કમીશન અને લાભ- 9.41 કરોડ રૂપિયા

નીતા અંબાણીનો પગાર

નીતા અંબાણીનો પગાર

રિલાયન્સ કંપનીની કો ફાઉન્ડર નીતા અંબાણીની 5 લાખ રૂપિયા સિટીંગ ફી છે સાથે જ તેમને 78.64 લાખ કમીશન મળે છે.

રિલાયન્સના ડાયરેક્ટરનો પગાર

રિલાયન્સના ડાયરેક્ટરનો પગાર

રિલાયન્સ કંપનીના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પી. એમ.એસ પ્રસાદનો પગાર 6.03 કરોડ રૂપિયા છે.

રિફાઇનરી ચીફનો પગાર

રિફાઇનરી ચીફનો પગાર

રિલાયન્સ કંપનીના રિફાઇનરી ચીફ પવન કુમાર કપિલનો પગાર છે 2.41 કરોડ રૂપિયા.

હિતલ અને આર. મેસવાનીનો પગાર

હિતલ અને આર. મેસવાનીનો પગાર

મુકેશ અંબાણીના કઝિન આર. મેસવાની અને હિતલ મેસવાનીનો પગાર 12 કરોડ રૂપિયા છે

નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર્સ

નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર્સ

વધુમાં, રિલાયન્સ કંપનીના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરને વર્ષે 1 કરોડ રૂપિયાનું કમીશન મળે છે.

English summary
Reliance Industries' Chairman and Managing Director Mukesh Ambani has kept his annual salary unchanged for the seventh year in a row.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X