For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાલથી લઇને તાવ સુધી...ડુંગળી પાસે છે બધી બિમારીઓને ઇલાજ

|
Google Oneindia Gujarati News

ડુંગળી ઔષધિય મહત્વ અનોખું છે તે વાત તો બધા જ જાણે છે. શરદી, ખાંસી, કફની બિમારીમાં કાચી ડુંગળી અક્ષીર દવા મનાય છે. પણ આજે અમે તમને ડુંગળીના જે પણ ઉપાયો જણાવાના છીએ તે વિષે પહેલા તમે ભાગ્યે જ જાણતા હશો. ત્યારે કેવી રીતે ડુંગળી તમારી ટાલથી લઇને તાવ સુધીની તમામ બિમારીઓનું નિદાન લાવે છે તે વિષે વધુ જાણો નીચેના આ આર્ટીકલમાં.

નોંધનીય છે કે આજના જમાનામાં આપણી પાસે બિમારી દૂર કરવા માટે અનેક એન્ટીબાયોટિક દવાઓ છે પણ ડુંગળી એક તેવી એન્ટીબાયોટિક છે જે ઉપચાર તરીકે ત્યારે પણ કામમાં આવતી હતી જ્યારે એન્ટીબાયોટિક શબ્દ પણ શોધાયો નહતો. ત્યારે આજના આ આર્ટીકલમાં ડુંગળીથી કયા રોગ દૂર થાય છે. અને તેનો કેવી રીતે ઉપયોગ કરશો અને કેવી કેવી બિમારીઓમાં ડુંગળીનો રસ તમારી બિમારી ભગાડવા માટે મદદરૂપ થઇ શકે છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

દાઝી જવા પર

દાઝી જવા પર

જો તમારો રસોઇ કરતા દાઝી ગયા હોવ અને આ ડાધ નાનો હોય તો તરત જ તાજી સમારેલી ડુંગળીનો એક ટુકડો તેની પર ધસી દો. કે પછી ડુંગળીનો રસ લગાવી દો. ડુંગળીમાં સોજો ન આવે તેવા ગુણ હોય છે જે દાઝ્યા પછી ફોડલો નહીં થવા દે.

મચ્છર કે જીવજંતુના ડંખ

મચ્છર કે જીવજંતુના ડંખ

જો તમને મચ્છર કે અન્ય કોઇ જીવાતના ડંખના કારણે ચામડી પર ચળ આવતી હોય તો તમે ડુંગળીનો રસ લગાવી શકો છો. તેનાથી તમને રાહત મળશે. અને મચ્છર ના કરડે તે માટે તમે ડુંગળીનો રસ લગાવી શકો છો તેનાથી મચ્છર દૂર રહે છે.

માસિક

માસિક

માસિક આવવાના થોડા દિવસ પહેલા જો તમે તમારા ભોજનમાં કાચી ડુંગળીનો ઉપયોગ કરશો તો માસિક વખતે તમને પેટમાં ઓછો દુખાવો થશે.

પગના મસા

પગના મસા

જો તમારા પગમાં મસા પડ્યો હોય અને તેનાથી દુખાવો પણ થતો હોય તો ડુંગળીનો રસ રોજ ધસવાથી તમારા આ મસા જતા રહેશે.

તાવ

તાવ

જો તમને તાવ આવ્યો હોય ફ્લુ થયો હોય તો રાતના સૂતી વખતે કે મોંજામાં ડુંગળીના ટુકડા મૂકો. સવારે તમારો તાવ ઓછો થઇ જશે અને તમને સારું પણ લાગશે.

ઉલ્ટી, ઉબકા

ઉલ્ટી, ઉબકા

જો તમને ઉલ્ટી કે ઉબકા આવી રહ્યા હોય તો બે ચમચી ડુંગળીનો રસ પીવો આમ કરવાથી તમને રાહત રહેશે.

ટાલ પર વાળ ઉગાડશે ડુંગળી

ટાલ પર વાળ ઉગાડશે ડુંગળી

જો તમારા વાળ ઓછા ઉગતા હોય તો તમે તમારી ટાલ પર ડુંગળીનો રસ લગાવી શકો છો. તેનાથી વાળ જલ્દી ઉગે છે.

English summary
seven surprising health facts about onions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X