For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી અને કલ્યાણ સિંહ વચ્ચે શું છે સમાનતા?

|
Google Oneindia Gujarati News

(નવીન નિગમ), 17 જુલાઇઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહમાં શું સમાનતા છે, તો તમને આ પ્રશ્ન થોડોક અટપટો લાગશે, પરંતુ હવે યુપીના રાજકારણમાં આ અટપટો પ્રશ્ન જ સૌથી મોટો ઉત્તર બની રહ્યો છે. ભાજપના આ બન્ને દિગ્ગજોમાં કઇ સમાનતાઓ છે. એક સમાનતા એ પણ છે કે 2002માં જ્યારે વાજપાયી પ્રધાનમંત્રી હતા ત્યારે અડવાણીની ટોળકીના આ બન્ને નેતા ભાજપના મજબૂત સેનાપતિ હતા અને તેના કારણે અટલ બિહારી વાજપાયીના નિશાના પર હતા.

મોદી તો મુખ્યમંત્રી હોવાના કારણે પોતાનું પદ અને પ્રતિષ્ઠા બચાવવામાં સફળ રહ્યાં, પરંતુ કલ્યાણ સિંહને ભાજપ છોડવું પડ્યું હતું. બન્નેમાં બીજી સમાનતા એ પણ છે કે, બન્ને પછાત વર્ગમાંથી આવે છે અને લાંબા સમય સુધી આ જ કારણે તેમના ભાજપના અનેક નેતાઓ સાથે સારા સંબંધો નહોતા. આજે મોદીને કલ્યાણની અને કલ્યાણને મોદીની જરૂર છે. કલ્યાણ ભાજપમાં પોતાની ખોવાઇ ચૂકેલી રાજકીય જમીન શોધે છે, તો નરેન્દ્ર મોદીને પીએમ બનવા માટે યુપીની. બન્ને એક સાથે આવે તો આ બન્ને બાબતો પૂરી થઇ શકે છે.

કલ્યાણ મોદીને આગળ કરે તો યુપીમાં ચાલશે જાદૂ

કલ્યાણ મોદીને આગળ કરે તો યુપીમાં ચાલશે જાદૂ

કેટલાક લોકો માને છે કલ્યાણ સિંહની અસર હવે યુપીના રાજકારણમાં નથી, એ સાચું પણ છે અને મોદી માટે નથી, કારણ કે, અહીં કલ્યાણ સિંહે મોદીનો પોતાના મત બેન્કને પરિચય કરાવવાનો છે. વિચારો પશ્ચિમી યુપીમાં જ્યાં સત્તામાં યાદવોનાં વર્ચસ્વથી અન્ય પછાત જાતિઓને કલ્યાણ સિંહ, નરેન્દ્ર મોદીના પક્ષમાં એમ કહે કે મોદી પીએમ બને છે તો સમજો કે કલ્યાણ પીએમ બની ગયા, તો જાદૂ ચાલશે અને અમિત શાહ દરેક પ્રવાસે કલ્યાણને વ્યક્તિગત રીતે મળવા જાય છે તે આ દિશામાં જ સંકેત કરે છે.

કલ્યાણસિંહ કહ્યું હતું મોદી યુપીમાંથી લડે ચૂંટણી

કલ્યાણસિંહ કહ્યું હતું મોદી યુપીમાંથી લડે ચૂંટણી

થોડાક દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં કલ્યાણ સિંહે કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશથી લોકસભાની ચૂંટણી લડે, કારણ કે આમ કરવાથી ભાજપને ઘણો ફાયદો થશે. કલ્યાણે કહ્યું કે તે પોતાના અનુભવ અને જાણકારીના આધારે કહી શકે છે કે શહેરોની લોકપ્રિયતાથી અનેકગણું આગળ જઇને મોદીના નામનો ડંકો હવે ગામેગામ વાગવા લાગ્યો છે. તેમણે કહ્યું કે, મુજફ્ફરનગરના એક ગ્રામીણ વિસ્તારના લોકોએ ભાજપ સમર્થકોને કહીં દીધું છેકે જો મોદીને પીએમ બનાવવા હોય તો જ મત માગવા આવજો.

મોદીની ઉમેદવારી અંગે સ્પષ્ટતા

મોદીની ઉમેદવારી અંગે સ્પષ્ટતા

મોદી લખનઉથી ચૂંટણી લડશે એ વાતની પૃષ્ટિ પણ કલ્યાણ સિંહની એ વાત પરથી થાય છે, જ્યારે તેમણે કહ્યું કે, તે નથી ઇચ્છતાં કે મોદી કોઇ સિટિંગ એમપીની બેઠક પરથી ચૂંટણી લડે. તેનો અર્થ સ્પષ્ટ છે કે કલ્યાણ નથી ઇચ્છતા કે મોદી લખનઉની બેઠક જ્યાંથી લાલજી ટંડન એમપી છે, ત્યાંથી લડે, કારણ કે તેમના દિલમાં હજું પણ એ દર્દ છૂપાયેલું છે, જેમાં અટલ અને તેમના વચ્ચે મતભેદનું કારણ તેઓ ટંડનને પણ માને છે, ત્યારે તેઓ કહે છે કે તેઓ એમ નથી કહીં શકતા કે મોદી ભાજપના કોઇ સિટિંગ એમપીની બેઠક પરથી ચૂંટણી લડે, પરંતુ કલ્યાણ સિંહે કહ્યું કે, પ્રદેશમાં ગ્રામીણ પૃષ્ઠભૂમિની કોઇ એવી બેઠક પરથી ચૂંટણી લડે, જ્યાં લોકો મોદીના નામના નારા લગાવી રહ્યાં છે, તેમને વિશ્વાસ છે કે મોદી આવશે તો દેશ બચશે.

English summary
Narendra Modi is in Odisha and BJP has set Rs. 5 as fee to listen Modi. All knows that he is very important, now check out how he is similar to Kalyan Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X