For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક દિવસમાં દુનિયામાં લેવાય છે 94 મિલિયન સેલ્ફી, રોચક તથ્યો

|
Google Oneindia Gujarati News

શું તમે કદી નોટિસ કર્યું છે કે તમે દિવસમાં કેટલી વાર પોતાની સેલ્ફી લે છો? ધણા લોકો તો દિવસમાં ચારથી પાંચ સેલ્ફી લેતા રહેતા હોય છે તો ધણા અઠવાડિયામાં. વળી ફરવા જતી વખતે અને વીકએન્ડ વખતે સેલ્ફી લેવાના ચાન્સ વધી જાય છે. આજકાલ તો બહાર જાવ તો જે જુઓ તે પોત પોતાની સેલ્ફી લેવામાં જ વ્યસ્ત હોય છે.

અને વાત ખાલી કોમન મેનની જ નથી નરેન્દ્ર મોદીથી લઇને બરાક ઓબામા જેવા જાણીતા નેતાઓ પણ સેલ્ફીના દિવાના છે. એક રિસર્ચ મુજબ લોકો પોતાના પૂરા દિવસમાંથી લગભગ 5 કલાક જેટલો સમય સેલ્ફી ખેંચવામાં વાપરે છે. ત્યારે આ જ કારણે આજે અમે તમારી માટે સેલ્ફી આધારીત કેટલાક રસપ્રદ અને રોચક તથ્યો લાવ્યા છીએ. તો જાણો કેવી કેવા તથ્યો જોડાયા છે સેલ્ફી સાથે....

ઓસ્ટ્રેલિયન શબ્દ છે સેલ્ફી

ઓસ્ટ્રેલિયન શબ્દ છે સેલ્ફી

વર્ષ 2013માં સેલ્ફી શબ્દને ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરીએ "વર્ડ ઓફ ધ યર" જાહેર કરી સન્માન્યો. કહેવાય છે કે આ શબ્દ ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે.

પુરુષો સૌથી વધુ ક્રેઝી

પુરુષો સૌથી વધુ ક્રેઝી

બ્રિટનના કેટલાક રિસર્ચ મુજબ પુરુષો સૌથી વધારે ટાઇમ ઇન્ટરનેટ પર તે શોધવામાં વીતાવે છે કે કેવી રીતે બેસ્ટ સેલ્ફી લઇ શકાય. અને તે આધારિત ટિપ્સ પણ તે સર્ચ કરતા રહેતા હોય.

25,000 સેલ્ફીઝ

25,000 સેલ્ફીઝ

અમેરિકામાં થયેલા એક રિસર્ચ મુજબ જે વ્યક્તિનો જન્મ વર્ષ 1980 બાદ થયો છે તે પોતાના સમગ્ર જીવન દરમિયાન લગભગ 25,000 સેલ્ફીઝ ક્લિક કરે છે.

એક સેલ્ફી બે દિવસ

એક સેલ્ફી બે દિવસ

સરેરાશ એક વ્યક્તિ સેલ્ફી લેવામાં વર્ષના લગભગ 54 કલાક ખર્ચે છે. અને આ દર સામાન્ય દર રજૂ કરે છે.

સેલ્ફીનું મેકઅપ કનેક્શન

સેલ્ફીનું મેકઅપ કનેક્શન

યુકેના કેન્સર રિસર્ચ સેન્ટરે એક મેકઅપ ફ્રી કેમ્પેન ચલાવ્યું હતું. માર્ચ 2014માં ચાલુ કરવામાં આવેલા આ કેમ્પેનમાં 12.5 મિલિયન ડોલરથી વધુ રકમ એકત્રિત કરવામાં આવી હતી.

1920માં પહેલી સેલ્ફી

1920માં પહેલી સેલ્ફી

તમને જાણીને નવાઇ લાગશે પણ ન્યૂયોર્કની એક બિલ્ડિંગની છત પર ડિસેમ્બર 1920માં પહેલો સેલ્ફી ફોટો ક્લિક કરવામાં આવ્યો. જેને વિશેષજ્ઞો પણ પહેલી સેલ્ફી માને છે.

ક્યારે સેલ્ફી લેવું યોગ્ય?

ક્યારે સેલ્ફી લેવું યોગ્ય?

એક સર્વે મુજબ 47 ટકા લોકો માને કે બાળકના જન્મ વખતે સેલ્ફી લેવું સૌથી શ્રેષ્ઠ છે. તો 30 ટકા લોકો સેક્સ દરમિયાન અને 20 ટકા લોકો અંતિમ સંસ્કાર વખત લેવાયેલી સેલ્ફીને બેસ્ટ માને છે.

એક દિવસમાં 94 મિલિયન સેલ્ફી

એક દિવસમાં 94 મિલિયન સેલ્ફી

વર્ષ 2014માં એક દિવસમાં લગભગ 94 મિલિયન સેલ્ફી ક્લિક કરવામાં આવી હતી.

એડિટિંગ જરૂરી

એડિટિંગ જરૂરી

36 ટકા લોકોનું માનવું છે કે સોશ્યલ મીડિયા પર પોતાની સેલ્ફી શેયર કરતા પહેલા સેલ્ફીને એડિટ કરવું ખૂબ જ જરૂરી છે.

કયું સોશ્યલ મીડિયા સૌથી આગળ

કયું સોશ્યલ મીડિયા સૌથી આગળ

જો તમને લાગતું હોય કે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર અને ઇસ્ટ્રાગ્રામ પર સૌથી વધુ સેલ્ફી અપલોડ થાય છે. તો કહી દઉં કે તે ખોટું છે. કારણ કે સૌથી વધુ સેલ્ફી લોકો ફેસબુક પર અપલોડ કરે છે.

English summary
According to a research in 2014, 93 million selfies have been taken per day. You should know about such funny facts about Selfie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X