For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Wearing: સન સ્ટ્રોક (લુ લાગવા)થી બચજો! કેવી રીતે જાણો અહીં

ગુજરાતમાં રહેતા તમામ લોકોએ આ ઉનાળામાં સનસ્ટ્રોક વિષે આ તમામ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. સાથે જ આ આર્ટીકલને શેયર કરવાનું ના ભૂલતા. જેથી લોકો આ જીવલેણ અસરથી બચી શકે.

|
Google Oneindia Gujarati News

ગરમી આવવાની સાથે જ ગુજરાતમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવે છે. ગરમી વધતા જ તાપમાનનો પારો 45 ડીગ્રી સુધી ચાલ્યો જાય છે. આ વર્ષે પણ હવામાન ખાતાના પહેલાથી સ્પષ્ટ કરી દીધું છે કે આવનારા દિવસોમાં ગુજરાતની પ્રજાને કાળજાળ ગરમી સહન કર્યા વગર છૂટકો નથી. ત્યારે ઉનાળામાં વધુ પડતી ગરમી અને હીટ વેવ મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક છે. ચાલુ વર્ષે ધીરે-ધીરે દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે ગરમીના વધારાના કારણે સન સ્ટ્રોકના (લુ લાગવાના) કેસો વધી જાય છે. જેમાં સમયસર સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.

sun

Read also: નવી શોધમાં ફાસ્ટ ફૂડ અંગે બહાર આવ્યો આ ચોંકવનારો ખુલાસો!Read also: નવી શોધમાં ફાસ્ટ ફૂડ અંગે બહાર આવ્યો આ ચોંકવનારો ખુલાસો!

તે વાત તો સ્પષ્ટ છે કે આપણે ગરમીને કાબુ નહીં કરી શકીએ પણ સન સ્ટ્રોક એટલે કે લુ લાગવાથી બચવાના તમામ પ્રયાસો આપણે હાથે ધરી જ શકીએ છીએ. સન સ્ટ્રોક (લુ લાગવા ) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધુ જાય છે વાતાવરણનું તાપમાન ઊચું અને હીટ વેવ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શારીરનું તાપમાન ઘટી શકતું નથી જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. ત્યારે જાણો તે તમામ વસ્તુ જે તમારે સન સ્ટ્રોક કે લુ લાગવા વિષે જાણવી જરૂરી છે...

સન સ્ટ્રોકની અસર

સન સ્ટ્રોકની અસર

સન સ્ટ્રોક કે લુ લાગવામાં વ્યક્તિને નીચે મુજબ અસરો થયા છે.

  • શરીર અને હાથપગમાં અસહ્ય દુખાવો થવો
  • પાણીની ખુબ તરસ લાગવી
  • ગભરામણ થવી
  • ચક્કર આવવા
  • શ્વાસ ચઢવો
  • હૃદયના ધબકારા વધી જવા
સૌથી વધુ અસર

સૌથી વધુ અસર

ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કરીને જીવન ગુજારતા મજૂરો અને ખેતરમાં કામ કરતા લોકો પર સન સ્ટ્રોકની અસર વધુ થાય છે અને ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે. શહેરી વિસ્તારમાં સેલ્સમેન જેવા તે લોકો જેને વધુ વાર તડકામાં બહાર રહેવાનું થાય છે તેમને પણ સન સ્ટ્રોકની વધુ અસર થાય છે. ગત વર્ષોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

કેવી રીતે બચશો?

કેવી રીતે બચશો?

ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે આટલું કરો

  • ઉનાળાના ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ,સુતરાઉ કાપડ પહેરો.
  • દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું, અને શક્ય હોય તો લીબુનો શરબત કે શેરડીનો રસ બનાવીને પીવો
  • ગરમીમાં બને ત્યાં સુધી લાંબા સમય સુધી તરસ્યા અને ભૂખ્યા ન રહેવું.
  • ગરમીમાં બને ત્યાં સુધી બપોરના સમયે ખાસ બહાર જવાનું ટાળવું

કેવી રીતે બચશો લુ લાગવાથી..

કેવી રીતે બચશો લુ લાગવાથી..

  • ભીના કપડાની શરીર અને માથું ઢાંકીને રાખવું અને જરૂર જણાય ત્યારે અવાર - નવાર ભીના કપડાથી શરીર લૂછવું.
  • બાઈક પર જાવ ત્યારે હીટ વેવથી બચવા માથે અવશ્ય હેલ્મેટ પહેરવું અને મોઢે કપડું બાંધવું
  • નાના બાળકો, સગર્ભા મહીલાઓ, વૃધ્ધો અને અશક્ત વ્યક્તિઓએ તડકામાં ખાસ ન ફરવું.
  • માથાનો દુખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તાત્કાલિક નજીકના દવાખાનામાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી.

વૃક્ષ છે તો જ જીવન છે

વૃક્ષ છે તો જ જીવન છે

આ બધાના ટૂંકા સમયના ઉપાય છે પણ તમે ખરેખરમાં ઇચ્છો છો કે તમારી જેમ તમારી આવનારી પેઢી આનાથી પણ અસહ્ય ગરમીથી બચે તો ઉનાળાની ગરમી થી બચવા માટે શક્ય હોય તો એક - એક વૃક્ષ વાવો. અને તેનું જતન કરી મોટું કરો. કારણ કે વૃક્ષ છે તો જ જીવન છે.

English summary
Sunstroke : How to save yourself from Sunstroke in Gujarat. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X