For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિનામાં વજન ઓછું કરવાની બેસ્ટ ડાઇટ ટિપ્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વજન ઓછું કરવા માટે તમે ભલે ગમે એટલી આકરી કસરત કરી લો, પરંતુ તમારું વજન ત્યાં સુધી ઓછું થશે નહી જ્યાં સુધી તમે યોગ્ય આહાર ન લેતા નથી. વજન ઓછું કરવા માટે યોગ્ય ખાનપાન અને નિયમિત દિનચર્યાનું હોવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં દિવસભર ભૂખ્યાં રહે છે, પરંતુ તેનાથી ઉલટી અસર પડે છે. આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે વજન ઓછું કરવા માટે સૌથી બેસ્ટ ડાયટ ટિપ્સ શું હોવી જોઇએ.

તમે આ ડાયટ ટિપ્સને નિયમિત ફોલો કરો અને તમે પોતે જોશો કે તમારું વજન કેવી રીતે ધીરે-ધીરે ઓછું થવા લાગે છે. જો કે તમરા વ્યાયામ કરવાનું પણ ચૂકવાનું નથી. વધુ નહી પણ થોડો વ્યાયામ કરશો તો પણ ચાલશે. આવો જાણીએ 8 રીત વજન ઓછી કરવાની.

નાસ્તો

નાસ્તો

જો તમારું વજન ઓછું કરવું છે તો નાસ્તો પેટ ભરીને કરો કારણ કે જો નાસ્તો નહી કરો તો તમારા શરીરનો મેટાબોલિઝ્મ રેટ ઓછો થઇ જશે, તેનાથી વજન ઓછું થઇ શકશે નહી.

પાણી

પાણી

પાણી પીને તમારા શરીરની દરેક કોશિકાઓ હાઇડ્રેટ રહેશે. એટલા માટે દિવસમાં 3 લીટર સુધી પાણી જરૂર પીવો.

નાસ્તામાં પ્રોટીન ખાવ

નાસ્તામાં પ્રોટીન ખાવ

વેટ લૉસ માટે પ્રોટીનનું સેવન જરૂરી હોય છે. તેનાથી ફેટ બર્ન થાય છે. નાસ્તામાં તમે ઇંડા, આમલેટ કે સાબુત અનાજ જેવા પ્રોટીન યુક્ત આહાર ખાઇ શકો છો.

વચ્ચે-વચ્ચે જમો

વચ્ચે-વચ્ચે જમો

કસરતની સાથે વચ્ચે-વચ્ચે કંઇને કંઇ ખાતા રહ્યો. દર બે કલાકમાં ખાવ પરંતુ વધુ ન ખાવ. તમારી શાકભાજી અને તાજા ફળ વગેરે ખાવા જોઇએ.

કાર્બોહાઇડ્રેટથી અંતર જાળવો

કાર્બોહાઇડ્રેટથી અંતર જાળવો

કાર્બોહાઇડ્રેટના સેવનથી શરીરમાં ચરબી જામી જાય છે. એટલા માટે ખાંડ અને ચોખાથી દૂર રહો.

ભારે ડિનર ન કરો

ભારે ડિનર ન કરો

ક્યારેય ભારે ડિનર ન કરવું જોઇએ. આ દરમિયાન કાર્બોહાઇડ્રેટનું સેવન પણ ન કરવું જોઇએ. બાફેલી શાકભાજીઓ બેસ્ટ ભોજન છે.

મીઠું

મીઠું

મીઠું ખાવાથી શરીરમાં પાણી જામી જાય છે, જેથી વજન વધતું રહે છે. મીઠાનું સેવન ઓછું કરો અથવા તેને બિલકુલ ત્યાગી દો. તમે સીંધાલુણ મીઠાનો ઉપયોગ કરી શકો છો.

ફાઇબરવાળા આહાર

ફાઇબરવાળા આહાર

જાડીયાપણું ઘટાડવા માટે ફાઇબર એટલે કે રેશાવાળા ખોરાક ખાવ. તેમને તમારા રોજાના પોતાની ડાઇટમાં સામેલ કરવા પડશે. લંચના સમયમાં જરૂર ફાઇબર યુક્ત ભોજન કરો.

English summary
In this article, we look at the best diet tips for weight loss. By following these diet tips, you can be assured of losing weight in just one month. This diet, however, requires some bit of exercise if not too much of it. Let us go ahead and look at these diet tips for weight loss.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X