For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાથી ઉડીને આવશે બરાક ઓબામાની કાર, જાણો શું છે ખાસિયત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: દુનિયાના સૌથી શક્તિશાળી શખ્સ અને એટલો જ શક્તિશાળી તેમનો અંદાજ. જેનું નામ છે બરાક ઓબામા અને તેમના શક્તિશાળી હોવાની ઝલક છે તેમની અધિકારીક કાર બીસ્ટ. બીસ્ટનો અર્થ થાય છે જંગલી અથવા પાગલ જાનવર અથવા તો સૌથી ક્રૂર વ્યક્તિ. આજે જાણો એ જ બીસ્ટ અંગે જે અંગે એક્સપર્ટ કહે છે કે તે કોઇ બૈટલ ટેંકથી ઓછી નથી. એક એવી કાર જેને ટ્રાંસપોર્ટ કરવા માટે દુનિયાના સૌથી હેવી ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટનો પ્રયોગ કરવામાં આવે છે.

શું છે બીસ્ટ

  • એરફોર્સ વન અને મરીન વનની જેમ જ આ કારને કેડિયલિક વન પણ કહેવામાં આવે છે.
  • અમેરિકન રાષ્ટ્રપતિની આધિકારિક કારને શેવરલેટ કંપનીએ તૈયાર કરી છે.
  • બીસ્ટ અમેરિકન રાષ્ટ્રપતિની અધિકારિક કાર છે.
  • બીસ્ટ પહેલા ઘણી કારોને અમેરિકન રાષ્ટ્રપતિ પોતાની ઓફિશિયલ કાર તરીકે પ્રયોગ કરી ચૂક્યા છે.
  • વર્ષ 1930થી અમેરિકાની ફેડરલ સરકારે રાષ્ટ્રપતિ માટે એક અધિકારિક કારના ઉપયોગને મંજૂરી આપી દીધી.
  • માત્ર એજ કારોનો ઉપયોગ થાય છે ડે એડવાન્સ કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ, આર્મર પ્લેટિંગ અને એડવાન્સ ડિફેંસ ઇક્વિપમેન્ટ્સથી સજ્જ હોય.
  • બીસ્ટ રાષ્ટ્રપતિની એ કાર છે જેને હાલમાં જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કસ્ટમાઇઝ કરવામાં આવી છે.

ફેક્ટ ફાઇલ
કિંમત- 1.5 મિલિયન ડોલર
લંબાઇ- 18 ફૂટ
ઊંચાઇ- 5 ફૂટ 10 ઇંચ
વજન- આઠ ટન
એન્જિન- 6.5 લીટર ડીઝલ
ટોપ સ્પીડ- માત્ર 15 સેકેંડમાં 60 માઇલની સ્પીડ
સીટ્- રાષ્ટ્રપતિની સાથે સાત લોકો તેમાં બેસી શકે છે.

આવો જાણીએ શું છે ઓબામાની બીસ્ટની ખાસીયત...

તેના વગર નથી ચાલી શકતા ઓબામા

તેના વગર નથી ચાલી શકતા ઓબામા

રાષ્ટ્રપતિ બરાક ઓબામાને બીસ્ટ ઉપરાંત કોઇ અન્ય કારમાં બેસીને જવાની જરા પણ પરવાનગી નથી. તેઓ અન્ય દેશની મુલાકાતે જાય છે ત્યારે પણ તેઓ આ જ કારમાં મુસાફરી કરે છે.

સીક્રેટ સર્વિસ એજેન્ટ્સ આપે છે પરવાનગી

સીક્રેટ સર્વિસ એજેન્ટ્સ આપે છે પરવાનગી

બીસ્ટને અમેરિકાથી બીજા દેશોમાં ટ્રાંસપોર્ટ કરવા માટે સીક્રેટ સર્વિસ એજેન્ટ્સ સી-17 ગ્લોબમાસ્ટરનો પ્રયોગ કરે છે. સી-17ના રોજ દુનિયાનું સૌથી ભારે ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ છે.

ડ્રાઇવર સીક્રેટ સર્વિસ એજેન્ટ

ડ્રાઇવર સીક્રેટ સર્વિસ એજેન્ટ

આ કારને ડ્રાઇવ કરવા માટે ડ્રાઇવર સીક્રેટ સર્વિસ એજેન્ટ જ હોય છે. કારને ડ્રાઇવ કરતા પહેલા તેને ઘણા પ્રકારની ટેસ્ટમાંથી પસાર થવું પડે છે.

મિલિટ્રી સેટેલાઇટથી કનેક્ટ

મિલિટ્રી સેટેલાઇટથી કનેક્ટ

બીસ્ટનું નિકનેમ રોડરનર છે અને આ રોલિંગ કમ્મૂનિકેશન ઓફિસ પણ કહેવામાં આવે છે. આ કાર સીધું મિલિટ્રી સેટેલાઇટથી કનેક્ટ હોય છે.

ગોળી ઓબામાને અડી પણ ના શકે

ગોળી ઓબામાને અડી પણ ના શકે

બીસ્ટમાં આઠ ઇંચની મોટી આર્મર પ્લેટિંગ લાગેલી છે અને તેના દરવાજાને વજન બોઇંગ 757 એરક્રાફ્ટના દરવાજા જેટલું જ છે. પાંચ ઇંચની મોટી બુલેટપ્રૂફ લેયર તેની વિંડો પર છે. એટલે કે કોઇપણ પ્રકારે કોઇ બુલેટ શોટ ઓબામાનું કંઇ બગાડી નહીં શકે.

ડાયરેક્ટ હિટની પણ કોઇ અસર નહીં

ડાયરેક્ટ હિટની પણ કોઇ અસર નહીં

આ ગાડીના ફ્યૂલ ટેંક આર્મર પ્લેટથી ફિટ કરવામાં આવ્યું છે અને સાથે જ તેમાં સ્પેશિયલ રીતે ડિઝાઇન ફોમ પણ લગાવવામાં આવી છે. આના કારણે કાર પર ડાયરેક્ટ એટેક થયા બાદ પણ ફ્યૂલ ટેંક પર કોઇ અસર નહી થાય અને તેના કારણે આ બ્લાસ્ટ ના થઇ શકે.

નાઇટ વિઝન અને પંપ એક્શન શોટ ગન

નાઇટ વિઝન અને પંપ એક્શન શોટ ગન

બીસ્ટમાં ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવેલ નાઇટ વિઝન કેમેરા અને પંપ એક્શન શોટગન હંમેશા રહે છે. આ ઉપરાંત તેમાં ઓક્સીઝન સપ્લાઇ માટે પણ સંપૂર્ણ સુવિધા રહે છે.

ઓબામાના લોહીની બોટલ પણ રહે છે સાથે

ઓબામાના લોહીની બોટલ પણ રહે છે સાથે

બીસ્ટ લગભગ દુનિયાની પહેલી એવી કાર છે જેમાં એક સ્પેશિયલ બોક્સ બનાવવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રપતિના લોહીની બોટલને સુરક્ષિત રાખવામાં આવે. આ કોઇપણ ઇમરજન્સી દરમિયાન રેડી રહે છે.

ટાયર બ્લાસ્ટ થશે તો પણ ઓબામા સુરક્ષિત

ટાયર બ્લાસ્ટ થશે તો પણ ઓબામા સુરક્ષિત

આ કારના ટાયર એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જો તેમાં બ્લાસ્ટ પણ થઇ જાય તો પણ કાર સુરક્ષિત પ્રકારે નિકળી શકે છે.

રોકેટ અને ગ્રેનેડ એટેકથી સુરક્ષિત

રોકેટ અને ગ્રેનેડ એટેકથી સુરક્ષિત

આ ગાડીની ચેસિસ રિઇફોર્સ્ડ સ્ટીલ પ્લેટથી સજ્જ છે એટલે કે જો કાર પર રોકેટ અથવા ગ્રેનેડથી એટેક કરવામાં આવ્યો તો પણ તેમને ઇજા પણ નહીં પહોંચે.

English summary
Things you must know about Barack Obama beast a battle tank. The team of Secret Service makes use of a C-17 Globemaster to haul The Beast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X