For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યાઉંની આંખોથી કંઇક આવી દેખાય છે દુનિયા!

|
Google Oneindia Gujarati News

બિલાડીની આંખો ખૂબ જ ઝડપી હોય છે પરંતુ માત્ર રાત્રે જ. પરંતુ દિવસમાં આપ અંદાજો પણ નહીં લગાવી શકો કે બિલાડીની આંખો કેટલી નબળી થઇ જાય છે. આર્ટિસ્ટ નિકોલ લૈમે 3 એક્સ્પર્ટોની સાથે મળીને બિલાડી અને માણસોની આંખોના અંતરને તસવીરોના માધ્યમથી સમજાવાનો પ્રયત્ન કર્યો છે.

બિલાડી અને માણસોની આંખોમાં સૌથી મોટું અંતર હોય છે તેમના રેટિનામાં. રેટિના એટલે કે આંખોમાં એક સેલનું લેયર જેને આપણે ફોટોરિસિપ્ટર કહીએ છીએ. આ લેયર લાઇટના ઇલેક્ટ્રિક સિગ્નલમાં બદલાઇને તેને નર્વ સેલમાં મોકલે છે અને જેનાથી આપણા દિમાગમાં એક તસવીર પડે છે.

આ ફોટોરિસિપ્ટર બે પ્રકારના હોય છે. રોડ્સ અને કોન્સ. રોડ્સ રાત્રે સ્પષ્ટ દેખવામાં મદદ કરે છે અને કોન્સ દિવસમાં દેખવા માટે મદદ કરે છે. બિલાડીની આંખોમાં રોડ રિસિપિટર વધારે હોય છે જેનાથી તેઓ રાત્રે પણ ક્લિયર જોઇ શકે છે. આવો તસવીરોના માધ્યમથી જોઇએ અને સમજીએ કે બિલાડી અને માણસોની આંખો વચ્ચે શું અંતર છે.

બિલાડીની આંખે જુઓ દુનિયા

બિલાડીની આંખે જુઓ દુનિયા

ઉપર દેખાતી સ્પષ્ટ તસવીર એ માણસોની આંખો દ્વારા દેખાતી છે અને નીચેની ઝાંખી તસવીર બિલાડીની આંખે દેખાતી છે. બંનેમાં જમીન આસમાનનો અંતર જોઇ શકાય છે.

મ્યાઉંની આંખે જુઓ દુનિયા

મ્યાઉંની આંખે જુઓ દુનિયા

આ ખૂબ જ ઉંચાઇ પરંથી લેવામાં આવેલી તસવીર છે જેમાં નીચે આપેલી તસવીરમાં બિલાડીને સંપૂર્ણપણે ઝાંખૂ દેખાતું હોય છે

રંગોને જોઇ નથી શકતી

રંગોને જોઇ નથી શકતી

આ તસવીરને જોતા તમને માલૂમ પડશે કે બિલાડીની આંખો રંગોને જોઇ શકતી નથી. જ્યારે માણસોની આંખો રંગોને જોઇ શકે છે

રંગોને જોઇ નથી શકતી

રંગોને જોઇ નથી શકતી

આ તસવીર ન્યૂયોર્કની છે, જેમાં નીચે આપેલી બિલાડીની આંખો લાલ રંગને ઓળખી નથી શકતી, જ્યારે માણસોની આંખો રંગને સ્પષ્ટ જોઇ શકે છે.

બિલાડી વધારે વિસ્તાર જોઇ શકે છે

બિલાડી વધારે વિસ્તાર જોઇ શકે છે

બિલાડીની આંખો આપડા કરતા વધારે એરિયાને જોઇ શકે છે જ્યારે આપણી આંખો ઓછું, આપ કિનારાના એરિયાને જોઇને અંદાજો લગાવી શકો છો.

રાત્રે સ્પષ્ટ જુએ છે

રાત્રે સ્પષ્ટ જુએ છે

રાત્રીના અંધારામાં આપ જોઇ શકો છો કે આપણી આંખો પ્રકાશવાળા વિસ્તારને જ સ્પષ્ટ જ જોઇ શકે છે. જ્યારે બિલાડીની આંખો અંધારામાં સ્પષ્ટ જોઇ શકે છે.

એકદમ અંધારુ

એકદમ અંધારુ

ગાઢ અંધારામાં પણ બિલાડીની આંખો નાઇટ વિઝનની જેમ કામ કરે છે.

English summary
Artist Nickolay Lamm consulted three experts to hypothesize how cats view the world compared to humans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X