For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Warning : જો દેખાય આ લક્ષણ તો ફાટી શકે છે તમારા ફોનની બેટરી

આ ચાર વાતોનું ધ્યાન રાખશો તો ફોનની બેટરી ફાટવાના અકસ્માતથી તમે બચી જાવ તેવી સંભાવના રહેલી છે. જાણો આ ચાર મહત્વની વાતો.

By Chaitali
|
Google Oneindia Gujarati News

આજકાલ અનેક વાર બેટરી ફાટવાની ઘટનાઓ સામે આવતી હોય છે. હવે તો નાના નાના છોકરા પણ માતા-પિતાનો હાથમાં લઇને ફરતા હોય છે ત્યારે મોબાઇલ ફાટવાની ઘટના કારણે માસૂમ બાળકો મુશ્કેલીમાં મુકાળ છે. હવે તો દરેક પાસે સ્માર્ટફોન આવી ગયો છે. ત્યારે આજે અમે તમને કેટલીક તેવી ધ્યાનમાં રાખવાની વાતો જણાવીશું જેના દ્વારા તમે બેટરી ફાટવા પહેલા જ તે વાતનો અંદાજ લગાવી આ અકસ્માતથી બચી શકો છો. ઉલ્લેખનીય છે કે બેટરી ફાટવાના કારણો અલગ અલગ હોય છે પણ તેમ છતાં સામાન્ય રીતે નીચેના કારણોને લીધે આમ થવાની સંભાવના વધુ હોય છે. તો જાણો આ અંગે વિગતવાર અહીં...

ઓવર હીટ

ઓવર હીટ

સ્માર્ટ ફોનના ઉપયોગ પછી ગરમી એટલે કે હીટ પેદા કરે છે. પણ જો તમારો ફોન સામાન્યથી વધુ ગરમ થાય છે તો તેનો ઉપયોગ ના કરો. જ્યારે તમારો ફોન વધુ ગરમ હોય તો તેની પર ફોન પર વાત કરવી કે ઇન્ટરનેટ સર્ફિંગ કરવું કે પણ ચાર્જ કરવાનું ટાળો. તેને થોડા સમય ઠંડો થવા દો પછી આ કામ કરો.

બેટરી સ્વેલિંગ

બેટરી સ્વેલિંગ

વચ્ચે વચ્ચે તમારી બેટરીને જોતા રહો તે જો તમે ફૂલેલી લાગે તો ચેતી જાવ. વળી તમારા ફોનની પાછળની તરફ કોઇ તિરાડ કે અનઇવન સેપ કે આકાર અચાનક જ ઉભરીને આવે તો સમજો કે તમારી બેટરી ખરાબ થઇ છે. તેને વાપરતા પહેલા ચેક કરાવો.

ચાર્જિંગ

ચાર્જિંગ

ચાર્જિંગ વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે તેને કોઇ ગરમ જગ્યા પર મૂકીને ચાર્જ નથી કરતાને.ઘણા લોકો તેને સીપીયુ કે પછી અન્ય કોઇ ઉપકરણ પર મૂકીને પણ ચાર્જ કરતા હોય છે તે ફોન માટે હાનિકારણ છે. વધુમાં ચાર્જિંગ વખતે ફોન સર્ફિંગ કે ફોનમાં વાતચીત કરવાનું ટાળો.

જાતે રિપેરિંગ

જાતે રિપેરિંગ

ઘણીવાર ફોન પાણીમાં પડી જતા લોકો જાતને મિકેનીક બનીને જાત જાતના અખતરા ફોન સાથે કરવા લાગે છે. ફોનને હીટ કરવાના આ ચક્કરમાં ધણી વાર બેટરી ફાટવાની ઘટના બને છે. થાય તો સારી કંપનીનો ફોન વાપરો. ઘણીવાર સસ્તો ફોન લેવાના ચક્કરમાં અને તે પછી ચાર્જિંગ વખતે પણ ફોનનો ઉપયોગ કરવા જેવી ભૂલો કરીને પણ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે.

English summary
This WARNING Signs says that your mobile is Going to Blast. Read here more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X