For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પર કરો આ અચૂક ઉપાય, બની રહેશે માતા લક્ષ્મીની કૃપા

|
Google Oneindia Gujarati News

દિવાળી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. આ દિવસોમાં ધનતેરસનું આગવું મહત્વ છે. લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આનાથી સારો દિવસ આખા વર્ષમાં ક્યારેય નથી આવતો, આ ભૌતિક યુગમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યા માતા લક્ષ્મીની કૃપા વગર સંભવ નથી. લક્ષ્મી માથી સંસારની વિવિધ ક્રિયાઓમાં ગતિ બનેલી છે.

લક્ષ્મી માતાની ઉત્પત્તિના સંબંધમાં અમારા વેદો, ઉપનિષદો, પુરાણો અને સંહિતાઓમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પૌરાણિક ગ્રંથો અનુસાર લક્ષ્મીની ઉપ્તત્તિ સમુદ્રથી થી છે. દેવો અને દાનવોએ મળીને જ્યારે સમુદ્ર મંથન કર્યું તો તેમાં ચૌઉદ રત્ન પ્રાપ્ત થયેલ, લક્ષ્મીજી તેમાથી એક છે. અત્રે આપણે સૌભાગ્ય, સફળતા અને મનવાંછિત ફળોની પ્રાપ્તિ માટે કેટલાંક સરળ ઉપાય બતાવી રહ્યા છીએ જેને કરવાથી દિવાળીના પાંચ દિવસનો સમય સર્વોત્તમ માનવામાં આવ્યો છે.

અત્રે આપવામાં આવેલ સરળ ઉપાયોમાંથી જે યોગ્ય લાગે તેને પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ, અને સાચા મનથી કરશો તો આપના જીવનમાં ચોક્કસ સ્થાઇ સુખ સંપતિની પ્રાપ્તિ થશે. ઉપાયો નીચેના સ્લાઇડરમાં આપવામાં આવેલા છે, આ ઉપાયોને આપ આપના મિત્રો, સંબધીઓ અને પ્રિયજનો સાથે પણ વહેંચી શકો છો...

#1

#1

દિવાળીના પાંચ પર્વ હોય છે, ધનતેરસ, રૂપ ચૌદસ, દિવાળી, નવુ વર્ષ, ભાઇ બીજ. આ પાંચ દિવસ દિવડા ચોક્કસ પ્રગટાવો. દીપક સળગાવતા પહેલા તેમનું આસન બિછાવો અને પછી ખીલ, ચોખાની ઉપર દિવડો મૂકી દો. આનાથી ઘરમાં ધનની સદા આવક બની રહેશે.

#2

#2

દિવાળીના દિવસે સવારે વહેલા માતા લક્ષ્મીજીના મંદિરે જઇને પોશાક ચઢાવો, અગર બત્તી સળગાવો, ધન પ્રાપ્તિના માર્ગ ખૂલશે.

#3

#3

દિવાળી પૂજનના સમયે જો આપ પોતાની પત્નીને કોઇ લાલ વસ્ત્ર ઉપહારમાં આપશો તો નિશ્ચિતપણે આપ પર માતા લક્ષ્મીજીની સ્થાઇ કૃપા હંમેશા બની રહેશે.

#4

#4

દિવાળીના દિવસે રાત્રિમાં ઘરના પ્રત્યેક ઓરડા અને મુખ્ય દ્વારમાં ઘઉનો ઢેર બનાવીને તેની પર શુદ્ધ ઘીનો દીવડો પ્રગટાવવો જોઇએ, આ ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે.

#5

#5

દિવાળીના દિવસે સવારે શેરડી સાંઠા લાવીને રાત્રિમાં લક્ષ્મી પૂજનની સાથે સાંઠાની પણ પૂજા કરવાથી ધનની સંપત્તિમાં વૃદ્ધિ થશે.

#6

#6

દિવાળીના દિવસે રાત્રે કાળા તલ પરિવારના સભ્યોના માથા પરથી સાત વખત વાળીને તેને ઘરના ઉત્તર દિશામાં ફેંકી દો તો ધન હાનિ બંધ થઇ જશે.

#7

#7

દિવાળીની રાત્રિએ માતા લક્ષ્મીની પૂજન પછી ઘરના તમામ ઓરડાના ખૂણેખૂણેમાં શંખ અને ડમરૂ વગાડવું જોઇએ એવું કરવાથી અલક્ષ્મી/દરિદ્રતા ઘરથી બહાર નિકળી જાય છે છે અને માતા લક્ષ્મીના ઘરમાં પ્રવેશ થાય છે.

#8

#8

દિવાળીના સમયે ઘરના મુખ્ય દ્વાર પર કુમકુમથી સ્વસ્તિક બનાવો અને બાસમતી ચોખાની ઢેર બનાવીને તેની પર એક સોપારી કપડામાં બાંધીને રાખી દો, આ ધન પ્રાપ્તિનો અચૂક પ્રયોગ છે.

#9

#9

રાત્રે પૂજન બાદ નવ ગોમતી ચક્ર તિજોરીમાં સ્થાપિત કરવાથી સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે છે.

#10

#10

દિવાળીના દિવસે પોતાના પૂર્વજોને ચોક્કસ યાદ કરો, દિવસમાં તેમનું તર્પણ કરો અને કોઇ વૃદ્ધ અને ગરીબ વ્યક્તિને ભોજન કરાવો અથવા યથા શક્તિ દાન કરો.

#11

#11

દિવાળી પર સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે તેલનો દિવો સળગાવીને પીપળાને પ્રણામ કરી પોતાની મનોકામના કહો, માતા લક્ષ્મીનું પણ ધ્યાન કરો અને પાછા ફરતી વખતે પાછળ વળીને ના જુઓ. આ પ્રયોગ બિલકૂલ ચુપચાપ કરો.

#12

#12

જો ધન ના રોકાતું હોય, તો નરક ચતુર્દશીના દિવસે શ્રદ્ધા અને વિશ્વાસની સાથે લાલ ચંદન, ગુલાબના ફુલ રોલી લાલ કપડામાં બાંધીને પૂજા કરો અને પછી પોતાની તિજોરીમાં રાખો, ધન ઘરમાં રોકાશે અને બરકત પણ બની રહેશે.

#13

#13

દિવાળીના દિવસે એક નવું ઝાડું ખરીદી લાવો પૂજા પહેલા તેનાથી થોડી સફાઇ કરી લો બાદમાં તેને એક તરફ મૂકી દો, બીજા દિવસથી તેનો પ્રયોગ શરૂ કરી દો તેનાથી દરિદ્રતા દૂર થશે અને લક્ષ્મીનું આગમન થશે.

#14

#14

રાત્રે પાંચ સોપારી કાળી હળદર, પાંચ કોડી લઇને ગંગાજળમાં ધોઇને લાલ કપડામાં બાંધીને દિવાળી પૂજનના સમયે ચાંદીની કટોરી અથવા થાળીમાં રાખીને પૂજા કરો, બીજા દિવસે સવારે પોતાની તિજોરીમાં રાખો. માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

#15

#15

દુકાનદાર, વ્યવસાયી દિવાળીની રાત્રિએ આખી સોપારીના ટુકડા લઇને તેને દુકાનના ચારેય તરફ ફરાવો અને કોઇ ચાર રસ્તા પર જઇને તેને ઉત્તર દિશા તરફ ફેંકી દો. એવું કરવાથી વધારે ગ્રાહકો આવશે અને ધનમાં લાભ થશે.

English summary
Follow this Tips for Worshiping to Maa Lakshmi on Diwali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X