For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય બજારમાં 2013માં આ કારો મચાવશે ધૂમ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજાર દિવસેને દિવસે વિકાસી રહ્યું છે. દર વર્ષે સ્થાનિક નિર્માતાઓની સાથે અન્ય વિદેશી વાહન નિર્મતાઓ પણ સતત પોતાના વાહનોને રજૂ કરી રહ્યાં છે. આગામી વર્ષ 2013 પણ ભારતીય ઓટોમોબાઇલ બજારમાં ઘણી શ્રેષ્ઠ કારોનું સ્વાગત કરવા તૈયાર છે. જેમાં કેટલીક નવી કારો રજૂ થશે અથવા તો કેટલીક નવા વેરિએન્ટ સાથે બજારમાં રજૂ કરવામાં આવશે.

ચાલું વર્ષે(2012) ભારતીય ઓટોમોબાઇલ બજાર પર સૌથી મોટો માર પેટ્રોલની ઉંચી કિંમતનો પડ્યો જેના કારણે તમામ વાહન નિર્માતાઓની નજર ડિઝલ વેરિએન્ટની કારો પર પડી. ઉપરાંત હવે ભારતીય ગ્રાહક વાહનોની કિંમત બાદ સૌથી વધારે ધ્યાન કારની માઇલેજ પર આપી રહ્યાં છે. જેના કારણે વાહન નિર્માતા શ્રેષ્ઠ માઇલેજવાળી કારોને રજૂ કરવામાં લાગી ગયા છે.

આગામી વર્ષ 2013માં ભારતીય બજારમાં ઘણી શાનદાર કારો રજૂ થશે. કારોની આ લાંબી યાદીમાં ડિઝલ વેરિએન્ટ અને શ્રેષ્ઠ માઇલેજવાળી કારો પર બધાની વિશેષ નજર રહેશે. આ ઉપરાંત આ વર્ષે જર્મનીની પ્રમુખ લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સડીઝ બેન્ઝ પોતાની સૌથી સસ્તી કારને ઉતારવા જઇ રહી છે. અહીં એવી જ કેટલીક કારો અંગે જણાવવામાં આવ્યું છે.

ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આગામી વર્ષ 2013માં રજૂ થનારી શ્રેષ્ઠ કારો અને તેમના હાલના પ્રતિસ્પર્ધીઓ અંગે. તમને જણાવી દઇએ કે અમે આ લેખમાં એક આવનારી કાર અને બીજી તેને સ્પર્ધા આપનારી કાર અંગે માહિતી આપી છે. તસવીરોમાં નેક્સ્ટનું બટન દબાવી તમે આવનારી કાર અને તેની પ્રતિસ્પર્ધી કાર અંગે માહિતી જાણી શકશો.

હોન્ડા સિટી ડિઝલ

હોન્ડા સિટી ડિઝલ

હોન્ડાની લોકપ્રિય મિડ લેવલ સિડાન કાર સિટીનું ડિઝલ વેરિએન્ટ આગામી વર્ષ 2013ની બહુપ્રતિક્ષિત કારોમાની એક છે. જીહા, અત્યારસુધી ભારતીય બજારમાં હોન્ડાની એકપણ ડિઝલ કાર નથી. કંપની પોતાની આ કાર 1.4 લીટરની ક્ષમતાની iCTDi (intelligent Common Rail Turbocharged Direct Injection) ડિઝલ એન્જીન પ્રયોગ કરી શકે છે. આ કારની કિંમત લગભગ 11 લાખ રૂપિયાની આસપાસ રહેશે. કંપની આ કારને 2013ના મધ્ય સુધીમાં રજૂ કરી શકે છે. નેક્સ્ટ ફોટો પર જાઓ અને જુઓ હોન્ડા સિટી ડિઝલની પ્રતિસ્પર્ધી કારને.

હુન્ડાઇ વેરેના

હુન્ડાઇ વેરેના

દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હુન્ડાઇએ તાજેતરમાં જ પોતાની શ્રેષ્ઠ કાર વેરેના રજૂ કરી છે. આ કાર ડિઝલ વેરિએન્ટમાં પણ ઉપસ્થિત છે. આ કારના ડિઝલ બે વેરિએન્ટ માર્કેટમાં છે. પહેલું 1.4 લિટર એન્જીન ક્ષમતાવાળું જેની કિંમત 8.37 લાખ રૂપિયા છે અને બીજુ 1.6 લિટરની ક્ષમતાવાળું જેની કિંમત 9.12 લાખ રૂપિયા છે. આ કાર હોન્ડા સિટી ડિઝલને ટક્કર આપી શકે છે.

હોન્ડા બ્રાયો અમેજ સિડાન

હોન્ડા બ્રાયો અમેજ સિડાન

હોન્ડા આગામી વર્ષમાં તેની બીજી કાર તરીકે બ્રાયો અમેજ સિડાન કારને રજૂ કરી શકે છે. કંપનીની આ કારનું તાજેતરમાં જ રસ્તા પર પરિક્ષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કારને થાઇલેન્ડના બજારમાં લોન્ચ પણ કરી દેવામાં આવી છે. આ કારમાં કંપની 1.5 લિટરની ક્ષમતાનું ડિઝલ એન્જીનનો પ્રયોગ કરશે. હોન્ડા આ કારને વર્ષના શરૂઆતમાં રજૂ કરી શકે છે. આ કારની અનુમાનિત કિંમત 8થી9 લાખ રૂપિયાની આસ-પાસ રહેશે. નેક્સ્ટ બટન પર ક્લિક કરો ને જુઓ આ કારને કોણ આપશે ટક્કર.

મારુતિ સુઝુકી ડિઝાયર

મારુતિ સુઝુકી ડિઝાયર

હોન્ડાની અમેજ સિડાન કારને ડિઝલ વેરિએન્ટને દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની લોકપ્રિય કાર સ્વિફ્ટ ડિઝાયર આકરી ટક્કર આપી શકે છે. આ કારમાં કંપનીએ 1.3 લિટરના મલ્ટીજેટ ડિઝલ એન્જીન પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત આ કારની શરૂઆતની કિંમત 6.5 લાખ રૂપિયા છે.

મર્સડિઝ બેન્ઝ એ-ક્લાસ

મર્સડિઝ બેન્ઝ એ-ક્લાસ

જર્મનીની પ્રમુખ લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સડિઝ બેન્ઝ દેશમાં પહેલીવાર પોતાની સૌથી સસ્તી કાર રજુ કરવા જઇ રહી છે. કંપની આ વખતે દેશમાં પોતાની શ્રેષ્ઠ હેચબેક કાર એ-ક્લાસને રજુ કરશે. મર્સડિઝ બેન્ઝ આ કારને પેટ્રોલ વેરિએન્ટમાં 1.7 લિટર અને ડિઝલ વેરિએન્ટમાં 1.6 લિટરના એન્જીનો પ્રયોગ કરશે. મર્સડિઝ બેન્ઝ આ કારને ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને બજારમાં રજુ કરવા જઇ રહી છે. આ કારની કિંમત અંદાજે 20 લાખ રૂપિયાની આસ-પાસ રહેશે.

બીએમડબ્લ્યુ એક્સ1

બીએમડબ્લ્યુ એક્સ1

મર્સડિઝ બેન્ઝ એ-ક્લાસને દેશની બીજી મોટી કાર નિર્માતા કંપની બીએમડબલ્યુની શ્રેષ્ઠ એન્ટ્રી લેવલ કાર એક્સ1 ટક્કર આપશે. આ કારમાં કંપનીએ 1995સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત આ કાર દેશમાં ઘણી લોકપ્રિયતા હાસલ કરી છે. ભારતીય બજારમાં આ કારની કિંમત લગભગ 24 લાખ રૂપિયા છે. આ કાર મર્સડિઝ બેન્ઝ એ-ક્લાસને આકરી ટક્કર આપશે.

હોન્ડા અકાર્ડ ડિઝલ

હોન્ડા અકાર્ડ ડિઝલ

હોન્ડા આ સમયે સૌથી વધારે ધ્યાન પોતાના ડિઝલ વર્ઝનની કારો પર આપી રહ્યું છે. હોન્ડા પોતાની પ્રીમિયમ સિડાન કાર અકાર્ડના ડિઝલ વર્ઝને પણ આ વર્ષે બજારમાં ઉતારવાની યોજના બનાવી રહ્યું છે. કંપની આ કારમાં 2.2 લિટરની ક્ષમતાનું કોમન રેલ ડિઝલ એન્જીનનો પ્રયોગ કરશે. આ ઉપરાંત આ કારની અંદાજિત કિંમત 22 લાખ રૂપિયાની આસ-પાસ રહેશે. નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ આ કારની પ્રતિસ્પર્ધી કારને.

સ્કોડા સૂપર્બ ડિઝલ

સ્કોડા સૂપર્બ ડિઝલ

ચેક ગણરાજ્યની પ્રમુખ કાર નિર્માતા કાર કંપની સ્કોડા ભારતીય બજારમાં પ્રીમિયમ સિડાન કાર મામલે પોતાની સૂપર્બથી શાનદાર લોકપ્રિયતા મેળવી રહ્યું છે. સ્કોડા સૂપર્બ હોન્ડા અકાર્ડ ડિઝલને આકરી ટક્કર આપી શકે છે. આ કારમાં કંપનીએ 2.0 લિટરની ક્ષમતાના ટીડીઆઇ એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ કારની કિંમત અંદાજે 24 લાખ રૂપિયા છે.

ફોર્ડ એકોસ્પોર્ટ

ફોર્ડ એકોસ્પોર્ટ

ભારતીય બજારમાં એસયૂવી સેગ્મેન્ટમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં અમેરિકન વાહન નિર્માતા કંપની ફોર્ડ પોતાની ઇકોસ્પોર્ટને બજારમાં આગામી વર્ષ લોન્ચ કરવા જઇ રહી છે. કંપની આ એસયૂવીમાં 1.6 લીટરની ક્ષમતામાં ઇકોબૂસ્ટ એન્જીનનો પ્રયોગ કરી રહી છે. આ એસયૂવીના એન્જીન આકારમાં એકદમ નાની છે જે વાહનને શાનદાર માઇલેજ આપે છે. આ એસયૂવીને કંપની લગભગ 8થી9 લાખ રૂપિયાની વચ્ચે રજૂ કરશે.

રેનોલ્ટ ડસ્ટર

રેનોલ્ટ ડસ્ટર

તાજેતરમાં ફ્રાન્સની પ્રમુખ વાહન નિર્માતા કંપની રેનોલ્ટએ પોતાની શ્રેષ્ઠ એસયૂવી ડસ્ટરને રજૂ કરી છે. ડસ્ટર ભારતીય બજારમાં ખાસી લોકપ્રિય થઇ રહી છે. આ એસયૂવી કાર ફોર્ડ ઇકોસ્પોર્ટને આકરી ટક્કર આપી શકે છે. આ એસયૂવીને પેટ્રોલ વેરિએન્ટમાં 1.6 લિટર અને ડિઝલ વેરિએન્ટમાં 1.5 લિટરના એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ એસયૂવીની શરૂઆતની કિંમત 7.99 લાખ રૂપિયા છે.

ટાટા નેનો સીએનજી

ટાટા નેનો સીએનજી

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ આગામી વર્ષમાં પોતાની નેનોના રેન્જનો વિસ્તાર કરવા જઇ રહી છે. ટાટા મોટર્સ સૌથી પહેલા સીએનજી વેરિએન્ટ રજુ કરશે, આ કારમાં પહેલાની જેમ જ 624 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ કારની અંદાજીત કિંમત 2.5થી 3 લાખ રૂપિયા છે.

હુન્ડાઇ એઓન

હુન્ડાઇ એઓન

ટાટા નેનોની સીએનજી વેરિએન્ટને હુન્ડાઇની શ્રેષ્ઠ હેચબેક કાર એઓનની એલપીજી વેરિએન્ટ કાર ટક્કર આપી શકે છે. હુન્ડાઇ એઓન દેશમાં ઘણી લોકપ્રિય થઇ રહી છે. આ ઉપરાંત એલપીજી વેરિએન્ટની કિંમત 3.32 લાખ રૂપિયા છે.

શેરવોલે એન્જોય

શેરવોલે એન્જોય

વિશ્વની સૌથી મોટી વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સ પોતાની સબ બ્રાન્ડ શેરવોલે હેઠળ શ્રેષ્ઠ એમપીવી એન્જોય રજુ કરવા જઇ રહી છે. આ એમપીવી ભારતીય બજારમાં આગામી વર્ષમાં રજુ કરવામાં આવી શકે છે. આ એમપીવીમાં કંપની 1.4 લિટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરશે. આ ઉપરાંત આ કારની કિંમત લગભગ 7થી9 લાખ રૂપિયાની આસપાસ રહેશે.

મારુતિ સુઝુકી એરટિગા

મારુતિ સુઝુકી એરટિગા

શેરવલેની એન્જોયને મારુતિ સુઝુકીની એરટિગા ટક્કર આપી શકે છે. હાલ ભારતીય બજારમાં એમપીવી સેગ્મેન્ટ આ કારને રેકોર્ડ વેચાણ કર્યું છે. આ કારમાં કંપનીએ 1.4 લિટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરવામા આવ્યો છે. આ ઉપરાંત આકર્ષક લુક, શ્રેષ્ઠ સ્પેશ અને આકર્ષક કિંમત 5.92 લાખ રૂપિયાના કારણે આ કાર ગ્રાહકમાં ઘણી લોકપ્રિય છે.

મહિન્દ્રા વેરિટો હેચબેક

મહિન્દ્રા વેરિટો હેચબેક

કાર સેગ્મેન્ટમાં મહિન્દ્રા પહેલીવાર પોતાની હેચબેક કાર ઉતારવા જઇ રહી છે. મહિન્દ્રા પોતાની સિડાન કાર વેરિટોના જ પ્લેટફોર્મ પર વેરિટો હેચબેકને રજુ કરશે. કંપની આ કારમાં 1.4 લિટર ક્ષમતાના એન્જીનનો ઉપયોગ કરી શકે છે. મહિન્દ્રા આ કારને ડિઝલ અને પેટ્રોલ બન્ને વર્ઝનમાં બજારમાં ઉતારશે. આ કારની અંદાજીત કિંમત 4.5થી પાંચ લાખ રૂપિયા સુધીની છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મહિન્દ્રાની વેરિટોને સૌથી મોટી ટક્કર મારુતિની સુઝુકી સ્વિફ્ટ આપશે. જે આ કારે દેશમાં ધુમ મચાવી છે. વર્ષો જૂના મારુતિના વિશ્વાસ અને શ્રેષ્ઠ ટેક્નોલોજીના કારણે આ કારને લોકોએ ઘણી પસંદ કરી છે. આ કારમાં કંપનીએ 1.2 લિટર મલ્ટીજેટ એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ કારની કિંમત 4.47 લાખ રૂપિયા છે.

ટાટા નેનો ડિઝલ

ટાટા નેનો ડિઝલ

ટાટા મોટર્સ આગામી વર્ષ નેનોના ડિઝલ વેરિએન્ટને રજુ કરી ઓટોમોબાઇલ બજારમાં તહેલકો મચાવવા જઇ રહી છે. કંપની આ કારના એન્જીનને વધુ સારી બનાવીને રજુ કરશે. સૌથી મોટી વિશેષતા આ કારની એ હશે કે આ કાર 40 કિમીનું માઇલેજ આપશે. કંપની આ કારને વર્ષના અંતમાં રજુ કરી શકે છે. આ કારની કિંમત લગભગ 2.5 લાખથી લઇને 3 લાખ રૂપિયાની આસપાસ રહેશે.

મારુતિ સુઝુકી અલ્ટો 800

મારુતિ સુઝુકી અલ્ટો 800

હાલ ભારતીય બજારમાં ટાટા નેનો ડિઝલ સેગ્મેન્ટની કોઇ કાર નથી, પરંતુ નેનો ડિઝલને સૌથી મોટી ટક્કર મારુતિ સુઝુકી અલ્ટો 800 આપશે. આ કારને તાજેતરમાં જ કંપનીએ ભારતીય બજારમાં રજુ કરી છે. આ કારની પ્રારંભિક કિંમત 2.44 લાખ રૂપિયા છે.

English summary
Upcoming cars in India breakdown. The 2013 upcoming cars in India are going to cause big waves. We look at the fresh bunch of upcoming cars in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X